For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સોહરાબુદ્દીન શેખ એનકાઉન્ટરઃ સીબીઆઈની વિશેષ કોર્ટ કાલે આપી શકે છે ચુકાદો

મુંબઈ સ્થિત સીબીઆઈની વિશેષ કોર્ટ સોહરાબુદ્દીન અને તુલસીરામ પ્રજાપતિ એનકાઉન્ટર મામલે શુક્રવારે પોતાનો મહત્વનો ચુકાદો સંભળાવી શકે છે.

|
Google Oneindia Gujarati News

મુંબઈ સ્થિત સીબીઆઈની વિશેષ કોર્ટ સોહરાબુદ્દીન અને તુલસીરામ પ્રજાપતિ એનકાઉન્ટર મામલે શુક્રવારે પોતાનો મહત્વનો ચુકાદો સંભળાવી શકે છે. આ મામલે 210 સાક્ષીઓને પૂછપરછ કરવામાં આવી છે. કેસની સુનાવણી પૂરી થયા બાદ કોર્ટ પોતાનો ચુકાદો સુરક્ષિત રાખી લીધો હતો. મહત્વની વાત એ છે ક આ મામલે જે વિશેષ જજ પોતાનો ચુકાદો સંભળાવશે તે આ મહિનાના અંતમાં પોતાના પદથી રિટાયર થઈ રહ્યા છે.

sohrabuddin encounter

કોર્ટમાં સીબીઆઈએ દાવો કર્યો છે કે આ મામલે મોટાભાગના સાક્ષીઓ પોતાના નિવેદનોમાંથી ફરી ગયા છે. આ કેસમાં સીબીઆઈનું કહેવુ છે કે તેમણે 2010માં ગુજરાત સીઆઈડીમાંથી આ કેસને પોતાના હાથમાં લીધો છે અને આ મામલે જે મોટાભાગના પુરાવા રજૂ કરવામાં આવ્યા છે તે સીબીઆઈની તપાસનો હિસ્સો છે. સીબીઆઈએ કહ્યુ કે 12 વર્ષ બાદ મોટાભાગના સાક્ષીઓએ કહ્યુ છે કે તેમને આ આખી ઘટના યાદ નથી. માટે આ સમગ્ર મામલે પરોક્ષ પુરાવા રજૂ કરાયા શકાયા નથી. સીબીઆઈની ચાર્જશીટમાં કહેવામાં આવ્યુ હતુ કે ભાજપ અધ્યક્ષ અમિત શાહ અને રાજસ્થાનના તત્કાલિન ગૃહમંત્રી ગુલાબચંદ કટારિયા પણ આ સમગ્ર રાજકીય-ગુનાહિત ષડયંત્રનો હિસ્સો હતા. આ મામલે કુલ 38 આરોપી હતા જેમાંથી અમિત શાહ સહિત 16 લોકોને છોડી દેવામાં આવ્યા હતા.

સાક્ષીએ દાવો કર્યો છે કે તેને જેલની અંદર 20 દિવસો સુધી ટોર્ચર કરવામાં આવ્યો. આના કારણે તે સીબીઆઈ કોર્ટની અંદર કોઈ પણ આઈપીએસ અધિકારી, નેતાનું નામ લેવાથી બચી રહ્યો હતો. વિશેષ કોર્ટમાં આઝમ ખાને અરજી કરી છે જેમાં તેણે અપીલ કરી છે કે એક વાર ફરીથી તેનુ નિવેદન નોંધવામાં આવે. તેણે કહ્યુ કે તેનુ નિવેદન હજુ અધૂરુ છે. વળી, આઝમે પોતાના માટે સુરક્ષાની પણ માંગ કરી છે.

આ પણ વાંચોઃ જસદણ પેટાચૂંટણીઃ 1 વાગ્યા સુધી જસદણ સીટ પર 44 ટકા મતદાનઆ પણ વાંચોઃ જસદણ પેટાચૂંટણીઃ 1 વાગ્યા સુધી જસદણ સીટ પર 44 ટકા મતદાન

English summary
Sohrabuddin Shaikh encounter: Special CBI court verdict expected tomorrow.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X