For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સોનિયાનો મોદીને પ્રશ્ન: ગુજરાતમાં 10 લાખ બેરોજગારો કેમ?

|
Google Oneindia Gujarati News

sonia gandhi
સિદ્ધપુર, 10 ડિસેમ્બરઃ ગુજરાતમાં કોંગ્રેસને સત્તા પર લાવવા માટે પક્ષ અધ્યક્ષા સોનિયા ગાંધી રાજ્યમાં જાહેરસભાઓ યોજી રહ્યાં છે. પાટણના સિધ્ધપુર ખાતે તેમણે એક જાહેરસભા સંબોધી હતી. જેમાં તેમણે મોદીના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારને નિશાન બનાવી હતી અને તેમના કામમાં હેરાફેરી થતી હોવા સહિતના આરોપો મુક્યા હતા. તેમણે મોદીને પ્રશ્ન પૂછ્યો હતો કે રાજ્ય વિકસીત છે અને રોજગારીની તકો છે તો પછી રાજ્યમાં 10 લાખ લોકો શા માટે બેરોજગાર છે?

તેમણે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા કહ્યું હતું કે, કોંગ્રેસના શાસન દરમિયાન ગુજરાતમાં સાચો વિકાસ થતો હતો. નહેરુએ રાજ્યના વિકાસમાં સારો એવો સહયોગ આપ્યો હતો. આજે પણ કેન્દ્રમાં રહેલી કોંગ્રેસની સરકાર ગુજરાતમાં વિકાસ થાય તે માટે પ્રતિબદ્ધ છે અને એ માટે તે સંપૂર્ણ મદદ કરી રહી છે, પરંતુ રાજ્યમાં સત્તાધિશ ભાજપ સરકાર કેન્દ્ર તરફથી મળતી સહાયમાં હેરાફેરી કરી રહી છે.

ગુજરાત સરકારની નીતિ પ્રજા વિરોધી છે. સૌથી વધુ વેટ ગુજરાતમાં લેવામાં આવે છે. રાજ્યમાં 47 ટકા બાળકો કુપોષણથી પીડાઇ રહ્યાં છે. રાજ્યમાં ઉદ્યોગોના વિકાસ માટે પૈસા છે પરંતુ ગરીબો માટે તેમની પાસે પૈસા નથી. રાજ્ય દ્વારા 835 મેગા વોટ વિજળી વેંચવામાં આવે છે પરંતુ ખેડુતોને વિજળી અપાતી નથી. રાજ્યના ખેડુતો વિજળી અને પાણી માટે તરસી રહ્યાં છે. રાજ્યની સરકારમાં ભેદભાવની નીતિ છે, રાજ્યના કથળી ગયેલા વહિવટના કારણે

શિક્ષા અને સ્વાસ્થ્યમાં લાપરવાહી જોવા મળે છે, કાયદો વ્યવસ્થા પણ અયોગ્ય છે અને તેથી જ લોકો પોતાની જાતને અસુરક્ષિત માહોલમાં હોય તેમ અનુભવી રહ્યાં છે. આજે ગુજરાત જ્યાં છે ત્યાંથી તેના ફરીથી પ્રગતિ અને સાચા માર્ગમાં લાવવા માટે કોંગ્રેસ કટીબદ્ધ છે અને તેને એ કામ કરવા માટે તમારે કોંગ્રેસ પક્ષને સત્તામાં લાવવાનું છે.

English summary
sonia gandhi addressing people in siddhpur a village of patan district. during this rally sonia accused state government at ask why 10 lac unemployed youth in this state.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X