For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદીના આક્ષેપો અંગે સોનિયાએ જવાબ આપવાનું ટાળ્યું

|
Google Oneindia Gujarati News

sonia gandhi
રાજકોટ, 3 ઑક્ટોબર : રાજકોટના રેસકોર્સ મેદાનમાં યોજાયેલી કોંગ્રેસની સભામાં આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષા સોનિયા ગાંધીએ છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવી રહેલા આક્ષેપો અંગેનો જવાબ આપવાનું સિફતતાપૂર્વક ટાળ્યું હતું.

સભામાં આવેલા ખેડૂતો અને આગેવાનોને આશા હતી કે તેઓ ગુજરાતના ખેડૂતોને રાહત આપવા માટે કોઇ મોટી જાહેરાત કરશે. પણ સોનિયા ગાંધીએ એક પણ જાહેરાત કરી ન હતી. તેમણે રાષ્ટ્રીય સ્તરે ભાજપ દ્વારા ઉભા કરવામાં આવતા અવરોધોની ટીકા કરી હતી, પણ કોઇનું નામ દઇને અથવા નરેન્દ્ર મોદીએ ઉભા કરેલા પ્રશ્નોનો જવાબ આપ્યો ન હતો.

રાજકોટમાં ચૂંટણીના બ્યુગલ જેવી સભામાં સોનિયા ગાંધીએ ગુજરાતમાં વિકાસનો પાયો કોંગ્રેસે નાખ્યો છે અને ભવિષ્યમાં નવા ગુજરાતનું નિર્માણ કોંગ્રેસ કરશે તેવો દ્રઢ નિશ્ચય વ્યક્ત કર્યો હતો. તેમણે એફડીઆઇનું સમર્થન કર્યું અને ભાજપ પર આક્ષેપ મૂકતા જણાવ્યું હતું કે ભાજપ ભ્રષ્ટાચારને દૂર કરવા માંગતો નથી આથી જ રાજ્ય સભામાં લોકપાલ બિલ પાસ થવા દીધું ન હતું. ગુજરાતમાં પણ છેલ્લા 8 વર્ષથી લોકપાલની નિમણૂંક થઇ નથી.

રાજકોટમાં રાષ્ટ્રીય સ્તરના કોંગ્રેસી નેતાઓ હાજર હતા તેવી સભામાં સોનિયા ગાંધી અને અન્ય નેતાઓએ આપેલું ભાષણ નીચે મુજબ છે.

સોનિયા ગાંધી
ગુજરાતની આ ધરતી ખાસ કરીને સૌરાષ્ટ્ર જેનું નામ હંમેશા માટે મહાત્મા ગાંધી સાથે જોડાયેલું છે તેમને હું પ્રણામ કરું છે. ગઇ કાલે 169 વર્ષ થયા એ સૂરજના જન્મને જેમણે સમગ્ર ધરતી અને વિશ્વના દરેક ખૂણામાં આદર્શોનો ઉજાસ ફેલાવ્યો છે. તેમના આદર્શોને કોંગ્રેસે અપનાવ્યા છે. ગાંધીજી પાસેથી અમને સાહસ અને આશા મળ્યા છે. સત્ય હકીકત એ છે કે અમારે માઇલો દૂર જવાનું છે પણ જ્યાંથી ચાલ્યા હતા ત્યાંથી માઇલો દૂર આગળ આવ્યા છીએ.

દુ:ખની બાબત એ છે કે અમારા વિરોધીઓને નકારાત્મક અને અંધકારની બાબતો જ દેખાય છે. તેમાં સાચી વાત લોકો સુધી પહોંચતી નથી. ગુજરાતના વિકાસ માટે કોંગ્રેસે જે કર્યું છે તેટલું અન્ય કોઇએ નથી કર્યું. રિફાઇનરી, ટેક્સટાઇલ, પેટ્રોકેમિકલ વગેરે. કેટલાક લોકોને આદત હોય છે કે અન્યના કાર્યોને પોતાના શિરે ચઢાવીને ખોટી સિધ્ધિ મેળવવી.

ગુજરાતમાં વિકાસનો પાયો કોંગ્રેસ પાર્ટીએ મૂક્યો છે. નર્મદાનું પાણી ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં પહોંચાડવાનું કાર્ય કોંગ્રેસે કર્યું હતું. સરદાર પટેલના નામથી તેનું નામ સરદાર સરોવર રાખવામાં આવ્યું છે. છેલ્લા 10 વર્ષમાં આજ સુધી નર્મદાનું પાણી સૌરાષ્ટર સુધી નથી પહોંચ્યું. અહીંના ખેડૂતોએ પાણીના અભાવે આત્મહત્યા કરી છે. હું ઇચ્છું છું કે રાજ્ય સરકાર ધાસ ચારા અને અન્ય બાબતોને સર્વે કરી માહિતી કેન્દ્રને મોકલે જેથી વીમો આપી શકાય.

બીજ, ખાતર, સિંચાઇ અને બેંક લોનના ક્ષેત્રમાં કોંગ્રેસે ખેડૂતો માટે ઘણું કામ કર્યું છે. આ માટે કોંગ્રેસે ઠોસ પગલાં લીધા છે. ગુજરાતના માછીમાર ભાઇ બહેનોની ચિંતા પણ કોંગ્રેસને છે. તેમના માટે પણ કામ કરવામાં આવશે.

તમારાથી એ વાત જાણીજોઇને છુપાવવામાં આવી રહી છે કે રાજ્ય સરકાર કરતા 50 ટકા વધારે ફંડ કેન્દ્રની યુપીએ સરકારે આપ્યું છે. આપણે જ્યાં સુધી ખેડૂતોને આગળ નહીં લાવીએ ત્યાં સુધી ખરા અર્થમાં ભારતનો વિકાસ શક્ય નહીં બને.

હું પૂછવા માંગુ છું કે ખેડૂતોને તેમના ઉત્પાદનના યોગ્ય ભાવ મળે ?, શહેરના લોકોને તેમના ઉત્પાદનનો યોગ્ય ભાવ મળે. આ ત્યારે જ શક્ય છે કે જ્યારે વચોટિયા વિના ભાવ મળે. તેનો અર્થ એફડીઆઇ છે. આ સારી સ્કીમ પર રાજ્ય સરકાર જનતાને શા માટે ગુમરાહ કરી રહી છે?

અમે સામાન્ય માણસો, દેશના હિતમાં પગલાં ઉઠાવીએ ત્યારે અમારા પર હૂમલા કરવામાં આવે છે. અમે પહેલા પણ તેનાથી ગભરાયા નથી. આજે પણ ગભરાઇશું નહીં. આપણે ગંભીર આર્થિક સ્થિતિનો સામનો કરી રહ્યા છીએ. તમને ખ્યાલ હશે કે આપણી કુલ જરૂરિયાતના 80 ટકા ક્રુડ ઓઇલ બહારથી મંગાવવું પડે છે. ખાતર પણ બહારથી ખરીદવું પડે છે. આથી બહાર તેમની કિંમત વધે તો તેનો બોજ આપડા પર પડે છે. આથી જ યુપીએ સરકાર લોકોને રાહત આપવા પ્રયાસ કરે છે.

રાજ્ય સરકારે પણ લોકોને રાહત આપવા ગુજરાતમાંથી વેટ દૂર કરવો જોઇએ. ગુજરાતમાં સૌથી વધારે છે. કોંગ્રેસની રાજ્ય સરકારોએ ગેસ સિલિન્ડરમાં ત્રણ સિલિન્ડર પર વધારાની રાહત આપી છે. તો ગુજરાત સરકારે તે શા માટે અમલી બનાવ્યું નથી.?

મારી બહેનો અહીં સુરક્ષિત નથી. મને જે ચિંતા છે તે દરેકને હશે. ઝેર શરીરમાં બધે જ ફેલાય છે. ભ્રષ્ટાચારનું પણ તેવું જ છે. ભ્રષ્ટાચાર પણ સમાજમાં ફેલાયો છે. તેને અટકાવવા માહિતીનો અધિકાર કાયદો બનાવ્યો છે. ભ્રષ્ટાચાર અંગે ભાજપની વિચારસરણી શું છે તે હું જાણવા માંગું છું. તેમની કરણી કથનીમાં ફેર છે. ભાજપા આ મુદ્દે કોઇ કાર્યવાહી કરવા તૈયાર નથી.

લોકસભામાં પસાર થયેલા લોકપાલ બિલને ભાજપાએ રાજ્ય સભામાં પાસ થવા દીધું નથી. ગુજરાતમાં છેલ્લા 8 વર્ષથી લોકપાલની નિમણૂંક નથી કરવામાં આવી. ભાજપા ભ્રષ્ટાચાર નહીં અમારી વિરુધ્ધ છે. જે લોકો સંસદને ચાલવાના દે તેઓ લોકશાહીના વિરોધી છે.

તમે સમજદાર છો. બધું સમજો અને જાણો છે. ગુજરાતનો વિકાસ કોંગ્રેસનો સંકલ્પ છે. ખેડૂતો, મજૂરો, માછીમારો, મારી વહાલી બહેનો, દલિતો સાથે સમાજના બધા વર્ગો માટે કામ કરવું એ કોંગ્રેસનો સંકલ્પ છે.

હું તમને વિશ્વાસ અપાવું છું કે કોંગ્રેસ ગાંધીજીના દર્શાવેલા માર્ગે ચાલી છે. તેના પરથી ક્યારેય દૂર નહીં થાય. અમારે એક નવું ગુજરાત બનાવવાનું છે અને બનાવીશું. આથી તમારી સાથે મળીને હું આહવાન કરું છું કે ગુજરાતની પરંપરા અને સંસ્કૃતિને જાળવી રાખીને હું ગુજરાતનો વિકાસ કરીશ.

અર્જુન મોઢવાડિયા
નર્મદા આધારિત પાઇપલાઇન યોજના રાજીવ ગાંધી અને સોનિયા ગાંધીએ 1989-90માં લીધેલી મુલાકાત દરમિયાન જાહેર કરી હતી.

ભરતસિંહ સોલંકી
આપણે છ કરોડની જનતાનું શાસન લાવવાનું છે. ગુજરાતના આટલા મોટા દરિયા કિનારાનો વ્યવસ્થિત વિકાસ થયો હોત અને નેવિગેશન સેન્ટર બનાવ્યું હોત તો ખરા અર્થમાં ગુજરાતનો વિકાસ થયો કહેવાત.

શંકરસિંહ વાધેલા
વર્ષ 2012માં સોનિયા મેડમ આપણને વિજય અપાવશે. આ સૌરાષ્ટ્ર છે. અહીં અનેક દેવ દેવતાઓની પુણ્યભૂમિ છે. બેન કબા ગાંધીના ડેલામાં ગયા ત્યારે ગાંધીજીનો સંદેશ હતો કે મરતા સુધી સત્યનો સાથ છોડવા નહીં જોઇએ. ગુજરાતમાં ગાંધીનગરમાં બેસેલા હિંસાના પૂજારીઓને હાંકી કાઢવાના છે. 2 ઑક્ટોબર 1997માં બાપુએ જિલ્લા તાલુકાનું વિભાજન કર્યું હતું તે તેમને આજે યાદ આવ્યું. ગુજરાતમાં કપાસનો ઊંચો ભાવ આપ્યો હતો. ડાર્ક ઝોન દૂર કરવો હોય, વીજળીના ભાવ ઓછા કરવા હોય તો કોંગ્રેસને ગાંધીનગરમાં બેસાડો.

English summary
At Rajkot public meeting today, Sonia keeps mum on blames by modi on her.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X