For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સ્ટેચ્યુ ઓફ યુનિટીના નામમાં થઈ મોટી ભૂલ, સરકારે પણ માની

સ્ટેચ્યુ ઓફ યુનિટીના અનાવરણ દરમિયાન દરેકની નજર પ્રતિમા પર હતી તો બીજી તરફ સોશિયલ મીડિયાએ આમાંથી એક ભૂલ શોધી કાઢી જેનો ખુદ સરકારે સ્વીકાર કર્યો છે.

|
Google Oneindia Gujarati News

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 31 ઓક્ટોબરના રો દુનિયાની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું ઉદઘાટન કર્યુ. આ પ્રતિમાનું ઉદઘાટન એક ભવ્ય કાર્યક્રમ સાથે કરવામાં આવ્યુ. જેમાં પ્રધાનમંત્રી મોદી ઉપરાંત ઘણી ગણમાન્ય હસ્તીઓ શામેલ થઈ. એક તરફ જ્યાં આ અનાવરણ દરમિયાન દરેકની નજર પ્રતિમા પર હતી તો બીજી તરફ સોશિયલ મીડિયાએ આમાંથી એક ભૂલ શોધી કાઢી જેનો ખુદ સરકારે સ્વીકાર કર્યો છે.

આ પણ વાંચોઃ પેટ્રોલ-ડીઝલની કિંમતમાં ફરી ઘટાડો, જાણો આજના ભાવઆ પણ વાંચોઃ પેટ્રોલ-ડીઝલની કિંમતમાં ફરી ઘટાડો, જાણો આજના ભાવ

ખોટો સ્પેલિંગ

ખોટો સ્પેલિંગ

પ્રતિમાના ઉદઘાટન સમયે અહી આ પ્રતિમાના નામને અલગ અલગ ભાષાઓમાં લખવામાં આવ્યો હતો. તેને અંગ્રેજી, હિંદી, ઉર્દૂ, ગુજરાતી, તમિલ સહિત કુલ 10 ભાષાઓમાં લખવામાં આવ્યુ હતુ. પરંતુ તમિલ ભાષામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનો સ્પેલિંગ ખોટો હતો જેને સોશિયલ મીડિયા પર લોકોએ પકડી લીધો અને તેના પર વિવિધ મીમ્સ બનાવી દીધા. લોકોએ ગૂગલ ટ્રાન્સલેશન દ્વારા નામનો સ્પેલિંગ શેર કર્યો અને તેમાં ભૂલ બતાવી.

ટ્વિટર પર લોકોએ શેર કર્યો ફોટો

ટ્વિટર પર લોકોએ શેર કર્યો ફોટો

જોવા જેવા વાત એ છે કે ગુજરાતના મુખ્યમંત્રી કાર્યાલય તરફથી એક ફોટો શેર કરવામાં આવ્યો હતો જેમાં શિલાપટ શેર કરવામાં આવ્યુ હતુ. આ શિલાપટમાં પ્રતિમાના નામનો તમિલમાં જે સ્પેલિંગ છે તે ખોટો છે. જો કે કેટલાક લોકોએ આને નકલી ફોટો કહીને તેને ફગાવી દીધો. પરંતુ જ્યારે ગુજરાત સરકારને આના વિશે પૂછવામાં આવ્યુ તો તેમના તરફથી આની પુષ્ટિ કરવામાં આવી અને કહેવામાં આવ્યુ કે હા, શિલાપટ પર નામ ખોટુ લખવામાં આવ્યુ હતુ.

સરકારે આપી સ્પષ્ટતા

સરકારે આપી સ્પષ્ટતા

સરકાર તરફથી કહેવામાં આવ્યુ કે અમે આ સમગ્ર કાર્યક્રમનું મેનેજમેન્ટ એક ખાનગી કંપનીને આપ્યુ હતુ. જ્યારે અમને આ વાતની જાણકારી આપવામાં આવી ત્યારે અમે તરત જ શિલાપટને હટાવી દીધો છે. હવે સાચા નામ સાથે ફરીથી શિલાપટને લગાવવામાં આવશે.

કેટલો ખર્ચ?

કેટલો ખર્ચ?

તમને જણાવી દઈએ કે સરદાર પટેલની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા બનાવવામાં કુલ 2,989 કરોડ રૂપિયાનો ખર્ચ આવ્યો છે. જેમાં 1,347 પ્રતિમા નિર્માણ પર ખર્ચ થયો છે જ્યારે 235 કરોડ રૂપિયા પ્રદર્શન હોલ અને સભાગાર કેન્દ્ર પર ખર્ચ કરવામાં આવ્યા છે. આ ઉપરાત 657 કરોડ રૂપિયા નિર્માણ કાર્ય પૂરુ થયા બાદ આગામી 15 વર્ષ સુધી પ્રતિમાની જાળવણી માટે ખર્ચ કરવામાં આવશે જ્યારે 83 કરોડ રૂપિયાથી પુલનું નિર્માણ કરવામાં આવ્યુ છે.

આ પણ વાંચોઃ મગફળીની ટેકાના ભાવે ખરીદી માટે રાજ્ય વ્યાપી ઓનલાઇન નોંધણી પ્રક્રિયાનો પ્રારંભઆ પણ વાંચોઃ મગફળીની ટેકાના ભાવે ખરીદી માટે રાજ્ય વ્યાપી ઓનલાઇન નોંધણી પ્રક્રિયાનો પ્રારંભ

English summary
Spelling mistake in the statue of unity plaque government admits it.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X