For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સ્ટેચ્યુ ઓફ લિબર્ટીને ટક્કર આપે છે સ્ટેચ્યુ ઓફ યુનિટી, રોજ આટલા ટુરિસ્ટ

દુનિયાની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી દેશનું ગૌરવ છે. ગુજરાતના કેવડિયામાં 3000 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલ આ પ્રતિમા પર્યટકોની સંખ્યા મામલે અમેરિકાની સ્ટેચ્યુ ઓફ લિબર્ટીને ટક્ક આપે છે.

|
Google Oneindia Gujarati News

દુનિયાની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી દેશનું ગૌરવ છે. ગુજરાતના કેવડિયામાં 3000 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલ આ પ્રતિમા પર્યટકોની સંખ્યા મામલે અમેરિકાની સ્ટેચ્યુ ઓફ લિબર્ટીને ટક્ક આપે છે. આ પ્રતિમા જોવા માટે પ્રતિદિન આશરે 8500 પર્યટકો આવી રહ્યા છે. સરદાર વલ્લભભાઈ પટેલની આ પ્રતિમા 182 મીટર ઉંચી છે. ઉદ્ઘાટનના થોડા જ મહિનામાં તે રાજ્યમાં ટુરિસ્ટનું સૌથી પસંદગીનું ડેસ્ટિનેશન બની ગયુ છે. અનાવરણને 11 મહિનામાં દેશ-વિદેશથી 23 લાખ લોકો તેનો જોવા પહોંચ્યા છે. કંઈક આટલી જ સંખ્યામાં લોકો સ્ટેચ્યુ ઓફ લિબર્ટીનો જોવા આવે છે. જ્યારે સ્ટેચ્યુ ઓફ લિબર્ટી 133 વર્ષ જૂની છે.

સ્ટેચ્યુ ઓફ લિબર્ટીની બરાબર પર્યટકો અહીં આવે છે

સ્ટેચ્યુ ઓફ લિબર્ટીની બરાબર પર્યટકો અહીં આવે છે

ન્યુયોર્ક હાર્બર પર લિબર્ટી દ્વીપ પર 133 વર્ષ જૂની 92 મીટર ઉંચી સ્ટેચ્યુ ઓફ લિબર્ટીને જોવા લગભગ 10,000 પર્યટકો આવે છે. ત્યાં જ સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોવા આશરે 10 હજાર લોકો આવ્યા. હાલ અહીં 8,500 પર્યટકોએ તેની મુલાકાત લીધી હતી. સ્ટેચ્યુ ઓફ યુનિટીના અનાવરણ પહેલા 11 દિવસોમાં 1,28,000થી વધુ પર્યટકો આવ્યા હતા. શરૂઆતના દિવસોમાં વિકેન્ડ પર લગભગ 50,000 પર્યટકો આવ્યા હતા.

જન્માષ્ટમીમાં આવ્યા સૌથી વધુ પર્યટકો

જન્માષ્ટમીમાં આવ્યા સૌથી વધુ પર્યટકો

સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટ તરફથી પ્રાપ્ત આંકડા પ્રમાણે આ વર્ષે જન્માષ્ટમીના એક દિવસે 34 હજાર પર્યટકો આ પ્રતિમાને જોવા આવ્યા હતા. આ સંખ્યા અત્યાર સુધીની સૌથી મોટી સંખ્યા છે. આ પહેલા દિવાળીના સમયે 28,400 પર્યટકો આવ્યા હતા. જેનો રેકોર્ડ જન્માષ્ટમી પર તૂટ્યો હતો. 24 કલાકની અંદર 34,000 પર્યટકો પહોંચવાનો રેકોર્ડ નોંધાયો હતો.

2 દિવસમાં 66 હજાર લોકો સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોંચ્યા

2 દિવસમાં 66 હજાર લોકો સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોંચ્યા

સ્ટેચ્યુ ઓફ યુનિટી અથોરીટી સાથે જોડાયેલા વ્યવસ્થાપકોએ જણાવ્યુ કે જન્માષ્ટમી સમયે 2 દિવસમાં 66 હજાર લોકો અહીં પહોંચતા વહીવટી વિભાગને 1 કરોડ રૂપિયાનું રાજસ્વ એકત્રિત થયુ હતુ. સામાન્ય દિવસોમાં 6 ટિકિટ બારી કાર્યરત રહે છે, જે રજાના દિવસો દરમિયાન વધારવી પડે છે.

ભયંકર ગરમીમાં પણ ટુરિસ્ટોમાં ખુમારી

ભયંકર ગરમીમાં પણ ટુરિસ્ટોમાં ખુમારી

આ વર્ષે મે માં પ્રાપ્ત ડાટા પ્રમાણે પ્રતિમા અનાવરણના મહિનાથી લઈ 7માં મહિના સુધી એકતા ટ્રસ્ટમાં 35 કરોડનું રાજસ્વ એકત્રિત થયુ હતુ. મે-જૂનમાં ગુજરાતમાં તાપમાન 40 ડગ્રી સેલ્સિયસથી વધુ નોંધાયુ હતુ, આટલી ભયંકર ગરમીમાં પણ સરદાર વલ્લભભાઈ પટેલની સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે યુરિસ્ટો વચ્ચે અજબ ખુમારી હતી. દરરોજ આશરે 10 હજાર લોકો અહીં આવતા હતા.

1નવેમ્બર-1018થી સામાન્ય લોકો માટે ખુલ્લુ મુકાયુ

1નવેમ્બર-1018થી સામાન્ય લોકો માટે ખુલ્લુ મુકાયુ

લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું અનાવરણ ઓક્ટોબર-2018માં થયુ. જે 1 નવેમ્બર-2018થી સામાન્ય લોકો માટે ખુલ્લુ મુકાયુ હતુ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં 31 ઓક્ટોબરે સરદાર સરોવર ડેમની નજીક સાધુબેટ સ્થાને આ મૂર્તિનું અનાવરણ કર્યુ. દેશના પ્રથમ ઉપ-પ્રધાનમંત્રી અને ગૃહમંત્રી લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની આ પ્રતિમાં તેમના 143માં જન્મદિને લોકો માટે ખુલ્લી મુકાઈ હતું.

2013માં શરૂ થયુ કામ, 33 મહિનામાં તૈયાર

2013માં શરૂ થયુ કામ, 33 મહિનામાં તૈયાર

31 ઓક્ટોબર 2013ના રોજ આ પ્રતિમાની રૂપરેખા તૈયાર કરાઈ હતી. ભારતની જ એક બહુરાષ્ટ્રીય કંપની લાર્સન એન્ડ ટુબ્રોએ સોથી ઓછી બોલી લગાવી તેનું નિર્માણ કાર્ય અને રખરખાવની જવાબદારી લીધી હતી. 33 માસમાં આ પ્રતિમાનો ઢાંચો તૈયાર થયો, જે એક વલ્ડ રેકોર્ડ રહ્યો.

7 કિલોમીટર દૂરથી દેખાય છે આ પ્રતિમા

7 કિલોમીટર દૂરથી દેખાય છે આ પ્રતિમા

આ પ્રતિમા 597 ફુટ ઉંચી છે, જે 7 કિલોમીટર દૂરથી દેખાઈ આવે છે. આ એટલી વિશાળ છે કે 30 ફૂટનો તો તેનો ચહેરો જ છે. તેમાં 3ડી ટેક્નિકનો ઉપયોગ કરાયો છે. આ પ્રતિમાના હોંઠ, આંખ અને જેકેટના બટન 6 ફીટના માણસના કદ જેટલા છે. 70 ફૂટ લાંબા હાથ છે અને પગની ઉંચાઈ 85 ફુટથી વધુ છે. આ પ્રતિમા 4 ધાતુઓના મિશ્રણથી તૈયાર કરાઈ છે. જેમાં સૌથી વધુ 85 ટકા તાંબાનો ઉપયોગ કરાયો છે. જેથી તેને કાટ લાગવાનો ડર નથી. એક લિફ્ટ પણ લગાવાઈ છે, જેનાથી પ્રતિમાના હદય સુધી જઈ શકાય છે.

17 કિમી લાંબા તટ સુધી ફેલાયેલી છે ફૂલોની ઘાટી

17 કિમી લાંબા તટ સુધી ફેલાયેલી છે ફૂલોની ઘાટી

અહીંથી લોકોને સરદાર સરોવર ડેમ ઉપરાંત નર્મદાના 17 કિમી લાંબા તટ પર ફેલાયેલી ફૂલોની ઘાટીનો નજારો જોવા મળે છે. આ સૌથી મોટી પ્રતિમાને તૈયાર કરવા માટે મટિરિયલ એકત્રિત કરવામાં ખૂબ મહેનત થઈ હતી.

6 લાખ લોકોએ લોખંડ-તાંબુ એકત્રિત કર્યુ

6 લાખ લોકોએ લોખંડ-તાંબુ એકત્રિત કર્યુ

આ પ્રતિમા બનાવવા માટે પ્રશ્ન થાય કે આટલુ બધુ લોખંડ ક્યાંથી આવ્યુ? તો તે માટે ગુજરાત સરકારે સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટ બનાવ્યુ, જે હેઠળ દેશભરમાં 36 ઓફિસ ખોલાઈ અને આશરે 6 લાખ લોકોને તેની માટે લોખંડ અને તાંબુ એકત્રિત કરવા માટે લગાવાયા.

5હજાર મેટ્રિક ટન લોખંડ ખેડૂતો પાસેથી મળ્યુ

5હજાર મેટ્રિક ટન લોખંડ ખેડૂતો પાસેથી મળ્યુ

ખેડૂતોએ આ માટે લગભગ 5 હજાર મેટ્રિક ટન લોખંડ દાનમાં આપ્યુ. 57,000 કિલો તો સ્ટીલ જ હતુ. મટિરિયલ મળતુ રહેવાથી 34000 મજૂરો, 250 ઈન્જીનિયરોને ઓછામાં ઓછા 42 મહિના કામ કર્યુ. જેનો ખર્ચ 2990 કરોડ રૂપિયા આવ્યો.

સરદારના 2000 દુર્લભ ફોટા જોઈ શકશો

સરદારના 2000 દુર્લભ ફોટા જોઈ શકશો

આ પ્રતિમા તૈયાર થવાની સાથે જ સરદાર મ્યુઝિયમ પણ બની રહ્યુ છે. આ મ્યુઝિયમમાં પટેલ સાથે જોડાયેલા 40,000 દસ્તાવેજો અને આશરે 2000 દુર્લભ ફોટા જોઈ શકાશે.

આસપાસ અન્ય ફરવા લાયક સ્થળો

આસપાસ અન્ય ફરવા લાયક સ્થળો

અહી મોટુ પ્રવાસન સ્થળ વિકસે તે માટે નજીકમાં અન્ય કેટલીક સુવિધાઓ પણ શરૂ કરાઈ છે. હાલમાં જ 5 કિલોમીટર સુધી રિવર રાફ્ટિંગ ઉપરાંત બટરફ્લાઈ પાર્ક, જંગલ સફારી અને ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્ક પણ શરૂ કરાયા છે. સાથે જ આવનારા પર્યટકોને રહેવા માટે ટેંટની સુવિધા પણ કરાઈ છે.

30થી વધુ પ્રોજેક્ટ પર ચાલી રહ્યુ છે કામ

30થી વધુ પ્રોજેક્ટ પર ચાલી રહ્યુ છે કામ

પ્રતિમા બનાવવામાં 3000 કરોડ રૂપિયાનો ખર્ચ થયો. જો કે હજુ પણ અહીં હજારો કરોડ ખર્ચાશે. દુનિયાનું પ્રતિષ્ઠિત પર્યટન સ્થળ બનાવવા માટે સરકારે અહીં 30થી વધુ પ્રોજેક્ટસ પર કામ શરૂ કર્યુ છે. અહીં અન્ય કેટલાક ગાર્ડન, રસ્તા, હોટલ્સ, સફારી પાર્ક અને અન્ય મનોરંજક પાર્ક સ્થાપિત થવાના છે. નર્મદા વિભાગના એક અધિકારીના જણાવ્યા પ્રમાણે તેની તૈયારીઓ માટે આદિવાસીઓએ પોતાની જમીન છોડવી જ પડશે.

ટાઈમની ટૉપ-100 ગ્રેટ સાઈટ્સમાં મળ્યુ સ્થાન

ટાઈમની ટૉપ-100 ગ્રેટ સાઈટ્સમાં મળ્યુ સ્થાન

પ્રખ્યાત અમેરિકન પત્રિકા ટાઈમે વિશ્વના મહાન સ્થાનોની સૂચીમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીને શામેલ કરી છે. પ્રધાનમંત્રીએ ખુશી વ્યક્ત કરતા ટ્વીટ કર્યુ હતું. તેમણે એ પણ જણાવ્યુ કે રોજના કેટલા પર્યટકો અહીં પ્રતિમાને જોવા આવે છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી કેવી રીતે પહોંચશો ?

સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી કેવી રીતે પહોંચશો ?

સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી પહોંચવા માટે એયરપોર્ટ અને રેલ્વે લાઈન માટે વડોદરા સૌથી નજીક છે. અહીંથી કેવડિયા 89 કિલોમીટરના અંતરે છે. રોડ માર્ગથી કેવડિયા આવી શકાય છે. સાથે જ ભરૂચ નજીકનું રેલ્વે સ્ટેશન છે. અમદાવાદથી તેનું અંતર 200 કિલોમીટર છે. ઉપરાંત સાબરમતી રીવરફ્રન્ટથી પંચમુલી લેક સુધી સીપ્લેન સેવા ચલાવવાની યોજના છે.

કેવડિયાથી પ્રતિમાં સુધી કેવી રીતે પહોંચશો?

કેવડિયાથી પ્રતિમાં સુધી કેવી રીતે પહોંચશો?

કેવડિયા પહોંચ્યા બાદ સાધુ-બેટ આઈલેન્ડ સુધી આવવાનું રહેશે. કેવડિયાથી સાધુ આઈલેન્ડ સુધી 3.5 કિલોમીટરનો રાજમાર્ગ પણ બનાવાયો છે. ત્યાર બાદ મેનરોડથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી 320 મીટર લાંબો બ્રિજ લિંક પણ બનેલો છે.

આ પણ વાંચો: દેશમાં સૌથી વધુ 76 મગરો વડોદરામાં પકડાયા, ઘરોમાં ઘૂસવા લાગ્યા હતા

English summary
statue of unity vs statue of liberty how many tourists arrriving daily
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X