• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Live: સ્ટેચ્યુ ઓફ યુનિટી ન્યુ ઇન્ડિયાની અભિવ્યક્તિ છે: પીએમ મોદી

|

પીએમ મોદી આજે દુનિયાની સૌથી મોટી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું ઉદ્ધઘાટન કર્યું છે. સરદાર વલ્લભભાઈ પટેલની 182 મીટરની સૌથી ઉંચી પ્રતિમા 'સ્ટેચ્યુ ઓફ યુનિટી' નામથી ઓળખાશે. આ પ્રતિમા ગુજરાતના નર્મદા જિલ્લાના કેવડિયામાં સ્થાપિત કરવામાં આવી છે. આ પૂતળું બનાવવા માટે લગભગ 5 વર્ષ જેટલો સમય લાગ્યો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીનું ઉદ્ધઘાટન કર્યા પછી પીએમ મોદી અંદર બનેલા મ્યુઝિયમની પણ મુલાકાત લીધી. આ અવસરે પીએમ મોદી સાથે બીજા પણ કેટલાક લોકો હાજર રહ્યા હતા. પીએમ મોદી આવતા હોવાને કારણે આસપાસના વિસ્તારોમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે.

Newest First Oldest First
1:04 PM
પીએમ મોદીએ સરદાર પટેલ મ્યુઝિયમ અને ફ્લાવર વેલીનું પણ ઉદઘાટન કર્યું. ફલાવર વેલીમાં ખાસ સેલ્ફી પોઇન્ટ પણ બનાવવામાં આવ્યું છે.
11:20 AM
સરદાર પટેલનું સ્માંરક કરોડો ભારતીયોના સમ્માનનું પ્રતીક છે. તે દેશની અર્થવ્યવસ્થા અને રોજગાર નિર્માણ માટે પણ મહત્વનું રહેશે. તેનાથી હજારો આદિવાસી ભાઈ બહેનોને દર વર્ષે સીધો રોજગાર મળશે: પીએમ મોદી
11:18 AM
સરદાર સાહેબના દર્શન કરવા આવનાર પર્યટકો સરદાર સરોવર ડેમ, સાતપુડા અને વિંધ્ય પર્વતોના દર્શન પણ કરી શકશે: પીએમ મોદી
11:13 AM
સ્ટેચ્યુ ઓફ યુનિટી આપણા એન્જીનીયર અને તકનીકી સામર્થ્યનું પ્રતીક છે. છેલ્લા લગભગ સાઢા ત્રણ વર્ષમાં કામદારો અને શિલ્પકારોએ મિશન મોડ પર કામ કર્યું છે: પીએમ મોદી
11:11 AM
આ પ્રતિમા સરદાર પટેલના પ્રણ, પુરુષાર્થ, પ્રતિભા અને પરમાર્થની ભાવનાને પ્રગટ કરે છે. આ પ્રતિમા તેમના સામર્થ્ય અને સમ્માન છે તેની સાથે સાથે નવા ભારત માટે આતમવિશ્વાસની અભિવ્યક્તિ પણ છે: પીએમ મોદી
11:05 AM
સરદાર સાહેબના આહવાહન પર દેશના રાજવાળાઓએ ત્યાગની મિશાલ કાયમ કરી આપણે આ ત્યાગને ભૂલવું જોઈએ નહીં: પીએમ મોદી
10:54 AM
હવે ધરતીથી લઈને આકાશ સુધી સરદાર સાહેબનો અભિષેક થઇ રહ્યો છે ભારતે પોતાના માટે એક નવો ઇતિહાસ લખવાની સાથે સાથે ભવિષ્ય માટે પણ ઉંચો આધાર બનાવ્યો છે: પીએમ મોદી
10:53 AM
પીએમ મોદીએ કહ્યું કે ગુજરાતના સીએમ રહેતા તેમને જે કલ્પના કરી હતી ત્યારે તેમને અંદાઝો પણ ના હતો કે પીએમ બનતા તેમને આ અવસર મળશે
10:48 AM
સ્ટેચ્યુ ઓફ યુનિટીનું ઉદ્ધઘાટન અવસરે પીએમ મોદીએ સરદાર પટેલ ઘ્વારા કરવામાં આવેલા કામો વિશે જણાવ્યું. પીએમ મોદી ઘ્વારા જણાવવામાં આવ્યું કે આ એતિહાસિક દિવસ છે અને ભવિષ્ય માટે પ્રેરણા આધાર સમાન છે.
10:40 AM
પીએમ મોદીએ ગુજરાતના કેવડિયામાં દુનિયાની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું ઉદ્ધઘાટન કર્યું. તેમનું સાથે મંચ પર ગુજરાતના ઘણા દિગ્ગજ નેતાઓ પણ જોવા મળ્યા
10:39 AM
સરદારની પ્રતિમા બનાવવા પાછળ 2900 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. જેમાનું મોટાભાગનું ભંડોળને ગવર્નમેન્ટ અને પબ્લિક સેક્ટરની કંપનીઓએ પોતાના સીએસઆર બજેટમાંથી ફાળવ્યું.
10:39 AM
સ્ટેચ્યૂ ઓફ યૂનિટીની અંદર બે લિફ્ટ દ્વારા સ્ટેચ્યૂ ઓફ યૂનિટીમાં 132 મીટરની ઉંચાઇ પર તૈયાર થયેલ ગેલેરી સુધી જઇ શકાશે. જેના કારણે, આ ગેલેરીમાંથી બહારનો નજારો નિહાળી શકાશે. ઉપરાંત સ્ટેચ્યૂ ઓફ યૂનિટીમાં એક મ્યૂઝિયમ તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં સરદાર પટેલ વિશે ડિઝીટલ માહિતી મળી શકશે.
10:35 AM
પીએમ મોદીએ ગુજરાતના કેવડિયામાં દુનિયાની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું ઉદ્ધઘાટન કર્યું.
10:25 AM
કાર્યક્રમ સ્થળ પર પીએમ મોદી પહોંચ્યા. તેમની સાથે અમિત શાહ, વિજય રૂપાની, આનંદીબેન પટેલ, વજુભાઇ વાળા, નીતિન પટેલ પણ હાજર
10:14 AM
સ્ટેચ્યુ ઓફ યુનિટી 1 નવેમ્બરેથી લોકો માટે ખોલવામાં આવશે અહીં પર્યટકો માટે ખાસ વ્યવસ્થા પણ કરવામાં આવી છે
10:13 AM
સરદાર વલ્લભભાઈ પટેલની જયંતીના અવસરે પીએમ મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટીનું ઉદ્ધઘાટન કરવા માટે કેવડિયા પહોંચ્યા.
10:12 AM
સરદાર વલ્લભભાઈ પટેલની જયંતીના અવસરે પીએમ મોદીએ ટવિટ કરીને કહ્યું કે સરદાર પટેલે થાક્યા અને અટક્યા વિના દેશની સેવા કરી.
10:11 AM
સરદાર વલ્લભભાઈ પટેલની જયંતીના અવસરે આજે રન ફોર યુનિટી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

English summary
PM narendra modi to inaugurate statue of unity live updates
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X