For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જામનગરના રણજીત સાગરસહિતના 2 ડેમમાંથી ખેડૂતોને પાણી આપવાનું બંધ

જામનગર શહેરને પાણી પુરવઠો પૂરુ પાડતા ડેમ -રણજીત સાગર, સસોઈ અને ઉંડ-તેમ ત્રણેય બંધમાં પીવાના પાણીનો જથ્થો ઉનાળામાં જળવાઈ રહે તે હેતુસર આ બંધમાંથી ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવાનું બંધ થયું છે.

By Lekhaka
|
Google Oneindia Gujarati News

જામનગર શહેરને પાણી પુરવઠો પૂરુ પાડતા ડેમ -રણજીત સાગર, સસોઈ અને ઉંડ-તેમ ત્રણેય બંધમાં પીવાના પાણીનો જથ્થો ઉનાળામાં જળવાઈ રહે તે હેતુસર આ બંધમાંથી ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવાનું બંધ થયું છે અને ખેડૂતો હવે વિમાસણમાં મૂકાયા છે કે તેઓ ખેતી માટે પાણીની વ્યવસ્થઆ કેવી રીતે કરશે.

jamnagar

ઉલ્લેખનીય છેકે આ વર્ષે સરકારે નર્મદાના તળ ઉંડા ગયા હોવી નર્મદા કેનાલમાંથી પણ પાણી આપવાનું બંધ કર્યું છે અને સૌરાષ્ટ્ર, સહિત ઉત્તર ગુજરાત , નમર્દા જેવા ઘણા જિલ્લાઓમાં પાણીની અત્યારથી જ અછત સર્જાવા લાગી છે.

આ તરફ જામનગરની વાત કરીએ તો જામનગર શહેરને પાણી પુરવઠો પૂરુ પાડતા ડેમ -રણજીત સાગર, સસોઈ અને ઉંડ-તેમ ત્રણેય બંધમાં પીવાના પાણીનો જથ્થો ઉનાળામાં જળવાઈ રહે તે હેતુસર આ બંધમાંથી ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવાનું બંધ થયું છે. પાણી ચોરી ના થાય તે જોવા અને અટકાવવા માટે ઉંડ અને સસોઈ બંધ પર S.R.P.જવાનોનો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. ડેમ પરથી ખેડૂતોના સિંચાઈ માટેના મશીનો હટાવી લેવામાં આવ્યા છે.

નર્મદા બંધની જળ સપાટી ઘટતાં નર્મદા જિલ્લામાં પણ ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવાનું બંધ થયું છે. કેનાલની સાથોસાથ ઈરીગેશન બાયપાસ ટનલમાંથી પણ સિંચાઈ માટે પાણી ચોરી ના થાય તે હેતુસર સશસ્ત્ર S.R.P.જવાનો ચોકી કરી રહ્યાં છે.

એક સ્થાનિક ખેડૂતે જણાવ્યું હતું કે સરકારે સૌની યોજના, તેમજ નર્મદા યોજના થકી પાણી પહોંચાડવાની વાત કરી હતી અને જે તે સમયે ઉદ્ધાટન સમયે મુખ્યમંત્રી તથા પ્રધાનમંત્રી મોદીએ કેનાલોમાં પાણીના ધોધ વહાવ્યા હતા. તો બીજી તરફ પ્રધાનમંત્રી મોદીએ કહ્યું હતું કે સરદાર સરવર ડેમના દરવાજા બંધ થતા હવે ખેડૂતો માટે વધારે પ્રમાણમાં વીજળી અને પાણીનું ઉત્પાદન થઈ શકશે. પરંતુ અમને તો ઉંધી જ પરિસ્થિતિ જોવા મળી રહી છે. અને આ ઉનાળાની શરૂઆતમાં જ અમે પાણી વિનાના થઈ ગયા છે આ પરિસ્થિતિમાં અમારે અમારી ખએતી અન ઢોરઢાંખર માટે શું કરવું. વળી અત્યારથી જ જ અતિશય ગરમી પડી રહી છે તેના કારણે તો પાણીના સ્થાનિક સ્ત્રોત પણ સૂકાઈ જાય તેવી બીક છે.

નોંધનીય છે કે ગુજરાતમાં ઉનાળો આ વર્ષે માર્ચ મહિનાથી જ આકરો બન્યો છે. ત્યારે જામનગરના ખેડૂતો જેવી જ સમસ્યાનો સામોનો ગુજરાતના મોટા ભાગના ખેડૂતો કરી રહ્યા છે.

English summary
Stop the water from the two dams of Ranjit Sagar in Jamnagar for farmers
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X