
ભાટિયાની કસ્તુરૂબા ગાંધી વિદ્યાલયમાં 9 થી 12 ધોરણ બંધ કરાતા વિદ્યાર્થીઓનો વિરોધ
ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી શિક્ષણ ખાડે ગયુ છે. ગુજરાતમાં શિક્ષણને લગતા વિવાદો થમવાનું નામ નથી લેતા. ક્યારેક શાળાઓનું વિલિનીકરણ તો ક્યારેક ખાનગી શાળાઓના નામે સતત વિવાદ ઉભા જ રહે છે. હવે જામનગરમાં વધુ એક વિવાદ સામે આવ્યો છે.
Recommended Video

જામનગરના ભાટીયામાં આવેલી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં ધોરણ 9 થી 12 અચાનક બંધ કરી દેવાતા સ્થાનિકોનો રોષ ફાટ્યો છે. સ્થાનિકોનો આરોપ છે કે જિલ્લા શિક્ષણ અધિકારીએ કોરોનામાં શાળામાં પુરતી સુવિધા ન હોવાનું બહાનું આગળ ધરી શાળાને રાતોરાત બંધ કરી દીધી છે. આ શાળાના વિદ્યાર્થીએ કરાટે, ઝુડો સહિતની રમતોમાં રાજ્ય કક્ષાએ નામના મેળવી છે.
શાળા બંધ થતા હવે વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતર્યા છે અને શાળા ચાલુ કરવા માંગ કરી રહ્યા છે. આજે વિદ્યાર્થીઓએ સ્થાનિકો સાથે મળીને પ્રતિક ધરણા યોજી શાળા ચાલુ કરવાની માંગ કરી હતી. વિદ્યાર્થીઓએ શાળા ચાલુ કરવા ગ્રામજનો અને વેપારીઓનુ માંગ્યુ છે. બીજી તરફ આ શાળા ચાલુ કરવા માટે મુખ્યમંત્રી, શિક્ષણ સચિવ, જિલ્લા શિક્ષણ અધિકારી સહિત ચૂંટાયેલા પ્રતિનિધીઓને પત્ર લખી શાળામાં 9 થી 12 ના ક્લાસ ફરીથી ચાલુ કરવા માંગણી કરી છે.