For Quick Alerts
For Daily Alerts
સુબ્રમણ્યમ સ્વામીએ સોમનાથની લીધી મુલાકાત
ભાજપના દિગ્ગજ નેતા સુબ્રમણ્યમ સ્વામી તેના પરિવાર સાથે આજે અચાનક ગુજરાતના પ્રવાસે આવી પહોચ્યા હતા. તેમણે ગુજરાતના પવિત્ર યાત્રાધામ સોમનાથની મુલાકાત લીધી હતી અને સોમનાથની મધ્યહન આરતીમાં પણ જોડાયા હતા. ત્યારે તેમણે ભાજપ સરકાર પર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે ટ્વીટ કરીને જણાવ્યું હતું, જે પક્ષની સરકાર કેન્દ્રમાં છે તેને નોટા કરતા પણ ઓછા મત મળે છે. એ વાત ચિંતાની છે.
નોંધનીય છે કે, તમિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી જયલલિતાના નિધન બાદ તેમની આર.કે. નગરની સીટ ખાલી હતી. તેની ચૂંટણીની મતગણતરી રવિવારે થઈ રહી હતી. જેમાં કુલ 38180 વોટોની ગણતરી થઈ હતી. જેમાં સૌથી આગળ દિનાકરણને 20298 મતો હતા. જ્યારે ભાજપને માત્ર 220 મતો જ મળ્યા હતા જે નોટાના મત કરતા પણ ઓછા હતા. આ વાતને લઈને સુબ્રમણ્મ સ્વામીએ તેના પર ચિંતા વ્યક્ત કરી હતી.