મંત્રીના દીકરાને કાયદો શીખવનાર સુનીતા યાદવે પણ તોડ્યા છે નિયમો, દંડ પણ ભર્યો નથી
ગુજરાતમાં સુરતના વરાછા વિસ્તારમાં આરોગ્ય મંત્રી કાનાણીના દીકરા પ્રકાશ કાનાણી સાથે થયેલ વિવાદ બાદથી મહિલા કૉન્સ્ટેબલ સુનીતા યાદવ ચર્ચામાં છે. સોશિયલ મીડિયા પર મોટાભાગના લોકો સુનીતાની પ્રશંસા કરી રહ્યા છે. વળી, હવે સુનીતાની પણ અમુક એવી વાતો સામે આવી રહી છે જેના પર સવાલ ઉઠવા લાગ્યા છે. ગયા શુક્રવારે મંત્રી અને તેના દીકરાને કાયદાના પાઠ શીખવતી જોવા મળી તે સુનીતા યાદવ ખુદ પણ નિયમ ભંગ કરતી રહી છે. પરિવહન વિભાગની ઑનલાઈન એપ્લીકેશન અનુસાર અત્યાર સુધી સુનીતા યાદવની ટુ વ્હીલરથી 5 વાર ટ્રાફિક નિયમ તૂટ્યા. પરંતુ સુનીતાએ એક વાર પણ દંડ ભર્યો નથી. સુરત પોલિસ તરફથી મેમો ફાડવામાં આવ્યા જેનો તેણે રિસ્પોન્સ આપ્યો નથી. હવે વેબસાઈટ પર સુનીતા દ્વારા નિયન ભંગ કરાયાની માહિતી પબ્લિક ડોમેનમાં છે.

સ્કૂટીથી પાંચ વાર તોડ્યા નિયમ, ના પીયુસી છે ના વીમો, દંડ પણ ભર્યો નહિ
એક અધિકારીએ કહ્યુ કે સુનીતા યાદવના નામ પર રજિસ્ટર્ડ સ્કૂટી જીજે-5 એનજી 7344નુ ના તો પીયુસી છે અને ના વીો કરાવેલો છે. આ એપ્લીકેશનાં ફીડ આપેલ માહિતી સાચી હોય તો ખુદ સુનીતાએ સરકારી આદેશનુ ઉલ્લંઘન કરીને ઘણી વાર નિયમો તોડ્યા છે. એક જ સ્કૂટીથી તે પાંચ વાર નિયમો તોડી ચૂકી છે પરંતુ એક વાર પણ તેણે દંડ ભર્યો નથી.

સુનીતા યાદવનુ ફરીથી એક નવુ ગતકડુ
ખુદને નિર્દોષ ગણાવીને સુનીતા યાદવ રોજેરોજ પોતાના ફેસબુક અકાઉન્ટ પર વિવાદ સાથે જોડાયેલી કંઈકને કંઈક પોસ્ટ કરી રહી છે. કાલે તેણે કહ્યુ હતુ કે, 'મંત્રીના દીકરા સાથે વિવાદ ઉકેલવા માટે મને 50 લાખની ઑફર મળી છે. આના પર તેને ઑફર આપનારનુ નામ પૂછવામાં આવ્યુ તો કંઈ જણાવી શકી નહિ. વળી, હવે સુનીતા કહી રહી છે કે, હું પત્રકાર બનવા ઈચ્છુ છુ. આ વાત સુનીતાએ ત્યારે કહી જ્યારે તે મીડિયા પર જૂઠ ફેલાવવાનો આરોપ લગાવતી રહી છે. તેણે કહ્યુ હતુ કે પોલિસના અધિકારીઓ ભ્રષ્ટ થઈ ચૂક્યા છે અને નેતાઓની ગુલામી કરી રહ્યા છે.'

'મારો સમય ખરાબ ચાલી રહ્યો છે, મંત્રીની કોઈ ભૂલ નથી'
આ પહેલા એલઆર સુનીતા યાદવે કહ્યુ - 'મારો ટાઈમ ખરાબ ચાલી રહ્યો છે જે થયુ તેમાં મંત્રીની કોઈ ભૂલ નથી. તેના દીકરાએ જે કર્યુ તેના વિશે હજુ માત્ર 10 ટકા જ લોકો જાણે છે. હજુ તો 90 ટકા લોકો સામે આવવાનુ બાકી છે. હું મારુ રાજીનામુ મંજૂર કરવાની પ્રક્રિયા પૂરી થયા બાદ આ વિશે તમને જણાવીશ. હું લેડી સિંઘમ નથી. હું સામાન્ય એલઆર અધિકારી છુ. એ દિવસે મે માત્ર મારી ફરજ નિભાવી. સારુ લાગે છે જ્યારે આવુ કહે છે.'

સાથી જવાન ન હોત તો દિલ્લી જેવુ નિર્ભયા કાંડ થઈ જાત
આ પહેલા સુનીતા યાદવે ફેસબુક લાઈવ કરીને ચોંકાવી દીધા હતા અને કહ્યુ - 'શુક્રવારની રાતે લગભગ 10 વાગે સુરતના વરાછામાં કોરોના વાયરસના કારણે કર્ફ્યુ લાગેલો હતો. ત્યારે માસ્ક પહેર્યા વિના ફરી રહેલા અમુક છોકરાઓને મે રોકી લીધા અને કર્ફ્યુના પ્રોટોકૉલના ઉલ્લંઘન વિશે પૂછપરછ કરી. તો એ લોકોએ પોતાના દોસ્ત(મંત્રીના દીકરા)ને ફોન કર્યો. ત્યારબાદ આરોગ્ય મંત્રી કિશોર કાનાણીનો દીકરો પ્રકાશ કાનાણી કાર લઈને દોસ્તોને છોડાવવા આવી ગયો. તે જે કારમાં આવ્યો હતો તેમાં ધારાસભ્યનુ બોર્ડ હતુ. તે બધા મારી સાથે બદતમીજી કરવા લાગ્યા. ખોટા ઈશારા પણ કરવા લાગ્યા. ત્યારે મારી સાથે અન્ય જવાન ન હોતતો મારી સાથે દિલ્લીના નિર્ભયા જેવુ કાંડ થઈ શકતુ હતુ.'
સુશાંતસિંહ કેસમાં સાઈક્યાટ્રીસ્ટનુ નિવેદન નોંધાયુ, ખુલશે ડિપ્રેશન-મોતના રાઝ