પોલીસ હાલ આ અપરાધીને શોધી રહી છે, જાણો કેમ?

Subscribe to Oneindia News

સુરતના એક હીરાનો વેપારીને એક રાતમાં જ એક રત્ન કલાકર 6.50 લાખનો ચુનો લગાવી દીધો. રત્ન કલાકારે રફ હીરા લઇને નકલી હીરા પધરાવી જતા સુરતના કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં હીરાના કારખાનેદારે ફરિયાદ નોંધાવી છે. નોંધનીય છે કે બે દિવસ પહેલા જ કારખાનામાં નોકરી લાગેલા રત્ન કલાકારે કારખાનેદારને હીરાની રફ લઇ નકલી હીરા પધરાવી ફરાર થઇ ગયો હતો. કાપોદ્રા વિસ્તારમાં કેતન ગેલાણી સરદાર કોમ્પ્લેક્ષમાં હીરાનું કારખાનું ચલાવે છે.

dimond

તેમના કારખાનામાં બે દિવસ પહેલા કામ કરવા આવેલ રત્ન કલાકાર વિજય પાનસુરીયા એ રૂ.6.50 લાખની કિંમતના 61.49 કેરેટ રફ હીરા લઇ ગયો હતો. બાદમાં આ તમામ હીરા બનાવી આપી ગયો હતો. જોકે તે પછી તે બે દિવસથી સુધી કારખાને નહીં આવતા કેતનભાઇને શંકા ગઇ. ત્યારે જ્યારે તેમણએ હીરા ચેક કરાવ્યા તો હીરા ડુપ્લીકેટ નીકળ્યા.

એટલું જ નહીં, માલિકે કેતનભાઇએ જ્યારે વિજય પાનસુરીયાના ઘરે તપાસ કરવા પહોંચ્યા તોત તેમને ખબર પડી કે એડ્રેસ પણ ખોટું છે. અને તેનું નામ પણ. જે બાદ તેમણે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યારે પોલીસે CCTVના આધારે આ તસવીર જાહેર કરી છે. અને હાલ પોલીસ તસવીરમાં બતાવેલી વ્યક્તિને શોધી રહી છે. ત્યારે સુરતમાં હીરાની છેતરપીંડીમાં આવો મોટો મામલો સામે આવતા હીરા બજારમાં ખળભળાટ ફેલાઇ ગયો છે.

English summary
Surat:6.5 lakh diamond steal by thief.Read hear how he steal this diamond.
Please Wait while comments are loading...