For Quick Alerts
For Daily Alerts
સુરત : ભાજપના માજી મેયર બીભત્સ ફોટો ગ્રુપ કર્યા અપલોડ
સુરત મહાનગર પાલિકાના વોર્ડ નંબર 20ના સભ્યો માટે બનાવવામાં આવેલા વોટ્સ એપ ગૃપમાં માજી મેયર રાજુ દેસાઇના નંબરથી બિભત્સ ફોટા ધડાધડ અપલોડ થતા શહેર ભાજપમાં ચર્ચાનુ કેન્દ્ર બન્યું હતું અને ગ્રુપમાં મહિલા કાર્યકરો પણ હતા, સૂત્ર પાસેથી મળેલી માહિતી મુજબ ગ્રૃપને તાત્કાલિક ડિલીટ કરી દેવામાં આવ્યું.
જુના વોર્ડ નંબર 23 અને હાલના વોર્ડ નંબર 20ના કોર્પોરેટર, કાર્યકરો, મહિલા કાર્યકર તથા પ્રદેશના આગેવાનોને વોર્ડ નંબર 20માં ભાજપ દ્વારા કરવામાં આવતા વિવિધ કાર્યક્રમોની જાણકારી આપવા માટે બીજેપી ઓલ્ડ વોર્ડ નંબર 23ના નામે એક ગૃપ બનાવવામાં આવ્યુ હતુ. જેમાં માજી મેયર રાજુ દેસાઇના નંબરથી ધડાધડ બિભત્સ ફોટા અપલોડ થતા ગૃપમાં રહેલા તમામ સભ્યો ચોંકી ગયા હતા. બીજેપી ઓલ્ડ વોર્ડ નંબર 23ના નામે બનાવવામાં આવેલા વોટસ એપ ગૃપમાં મહિલા કોર્પોરેટરની સાથે મહિલા કાર્યકરો પણ છે.