સૌરાષ્ટ્રથી 4 કલાકમાં સુરત પહોંચી શકાશે, પીએમ મોદીએ રો-પેક્સ ફેરીનું ઉદ્ઘાટન કર્યું
પહેલાં સુરતથી સૌરાષ્ટ્ર કે સૌરાષ્ટ્રથી સુરત પહોંચવા 10થી 12 કલાકની મુસાફરી કરવી પડતી હતી, પરંતુ હવે માત્ર 4 કલાકમાં જ આ મુસાફરી ખેડી શકાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે હજીરા-ઘોઘા રો-પેક્સ ફેરીનું ઉદ્ઘાટન કર્યું છે. આ વર્ચ્યુઅલ ઉદ્ઘાટન દરમ્યાન પીએમ મોદીએ કહ્યું કે, 'એક પ્રોજેક્ટથી ઈઝ ઑફ ડુઈંગ બિઝનેસ જેમ વધે છે, અને સાથે જ ઈઝ ઑફ લિવિંગ પણ વધે તેનું આ ઉત્તમ ઉદાહરણ છે. જે ચાર પાંચ ભાઈઓ સાથે વાત કરી તે જે અનુભવ શેર કરતા હતા. જે ફાયદાની વાત કરી એ પ્રકારે વેપારમાં જે સુવિધા વધશે, જડપ વધશે, ખુશીનો માહોલ છે.'

ઉલ્લેખનીય છે કે સમુદ્ર વેપારને વધારવાના સરકારના સતત પ્રયત્નો થતા રહે છે. પોર્ટ ડેવલપમેન્ટ મુદ્દે સરકાર દીર્ઘ દ્રષ્ટિ અપનાવી રહી છે. જેને પગલે જ હવે ગુજરાતના બંદરો વિકસી રહ્યા છે. દહેજ-ઘોઘા રો-રો ફેરી ફરી શરૂ કરાતાં ગુજરાતના સમુદ્ર વેપારને પણ બળ મળશે. સાથે જ પોર્ટની આસપાસ રહેતા લોકોને મળતી સુવિધામાં પણ વધારો થઈ શકે છે.
ભાવનગરના ઘોઘા અને સુરતના હજીરાથી સંકળાયેલા વેપારીઓ માટે આ રો રો ફેરી વરદાન સમાન સાબિત થઈ શકે છે. સામાનની અવરજવર કરવામાં પણ આસાની રહેશે. મોદી સરકારના આ પગલાંથી સ્થાનિક વેપારીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. જેમાંના કેટલાક વેપારીઓ સાથે પીએમ મોદીએ સંવાદ પણ કર્યો હતો અને તેમના અનુભવો જાણ્યા હતા.
ગુજરાત સ્થિત મારુતિ પ્લાન્ટમાં આવતા વર્ષેથી ઉત્પાદન શરૂ થશે
પોતાના સંબોધનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આ સેવાથી ઘોઘા અને હજીરા વચ્ચે અંતર ઘટી જશે. પેટ્રોલ ડીઝલની બચત થશે. રોડ અકસ્માતોમાં પણ ઘટાડો આવશે. સમુદ્રી માર્ગથી વેપારનો સામાન સુરક્ષિત રીતે પહોંચાડી શકાશે. ગુજેરાતમાં રો-પેક્સ ફેરી સેવા શરૂ કરવામાં અસંખ્ય લોકોની મહેનત, અનેક વિઘ્ન પણ આવ્યા. ગુજરાતને મોટા વેપારની કનેક્ટિવિટી મળશે. આની સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ પ્રોજેક્ટને સફળ બનાવવામાં યોગદાન આપેલ તમામ એન્જિનિયર્સ અને શ્રમિકોનો આભાર વ્યક્ત કર્યો.
જણાવી દઈએ કે આ રોપેક્સ માટે અદાણી ગ્રુપે 200 પેસેન્જર બેસી શકે તેવું ટર્મિનલ બનાવ્યું છે જેમાં ટિકિટ બુકિંગ, સિક્યોરિટી, કેન્ટીન સહિતની સુવિધા મૂકાય છે.