For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાંધણ ગેસના ભાવ વધારા સામે સુરત મહિલા કોંગ્રેસે માંડ્યો મોર્ચો

સુરતમાં કોંગ્રેસની મહિલા કાર્યકર્તાઓએ ગેસના ભાવો વધારવાનો વિરોધ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે ચૂંટણી આવતા જ કોંગ્રેસ અને ભાજપના કાર્યકર્તાઓ વિવિધ મુદ્દાઓને લઇને સજ્જ થયા છે.

By Oneindia Staff Writer
|
Google Oneindia Gujarati News

નોટબંધી ત્યાર બાદ જીએસટીનો મારે સહન કરી રહેલી પ્રજા પર રાંઘણગેસમાં ભાવ વધારો ઝીંકવામાં આવ્યો છે. ત્યારે કોંગ્રેસ પૂર જોશમાં આ બાબતનો વિરોધ કરી રહી છે રાંઘણ ગેસ, દૂધ શાકભાજી જેવી વસ્તુઓના ભાવ વધારા મહિલાઓના રસોડા પર ખાસ અસર કરતા હોય છે. ત્યારે રાંધણ ગેસના ભાવ વધારાનો વિરોધ કરવા માટે સુરતના મહિલા મોર્ચાએ વિરોધ પ્રદર્શન કર્યું હતું.

gas price protest

સુરતના સરથાણા વિસ્તારમાં મહિલા કોંગ્રેસની મહિલાઓએ ઓવર બ્રિજ નીચે ગેસ સિલિન્ડરના કટઆઉટ્સ બનાવીને તેની પર મોંઘવારીનો ઉલ્લેખ કરીને ભાજપના નામના છાજિયા લીધા હતા અને વિરોધ પ્રદર્શન કર્યું હતુ. ઉલ્લેખનીય છેકે રાહુલ ગાંધીની ઉપસ્થિતિ બાદ કોંગ્રેસમાં નવી ચેતના ફુંકાઈ છે અને કોંગ્રેસની યુવા પાંખ તેમજ મહિલા પાંખ સક્રિય બની છે. મહિલા મોરચાએ વિરોધ વ્યક્ત કરીને ભાવ વધારો પાછો ખેંચવા માટે નારા લગાવ્યા હતા.

English summary
Surat: Congress woman wings protest against Gas price. Read here in details.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X