For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

600 કર્મચારીઓને દિવાળી બોનસમાં કાર આપશે આ કંપની, 2 મહિલાઓને પીએમ આપશે ચાવી

દિવાળીના તહેવાર નિમિત્તે સુરતની એક ડાયમંડ કંપની પોતાના કર્મચારીઓને બોનસમાં કાર અને ફ્લેટ આપવા જઈ રહી છે.

|
Google Oneindia Gujarati News

દિવાળીના તહેવાર નિમિત્તે સુરતની એક ડાયમંડ કંપની પોતાના કર્મચારીઓને બોનસમાં કાર અને ફ્લેટ આપવા જઈ રહી છે. સુરતની હરિકૃષ્ણા એક્સપોર્ટ આજે પોતાના 600 કર્મચારીઓને આ ભેટ આપશે જેમાંથી બે મહિલા કર્મચારીઓને ગાડીની ચાવી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હાથે મળશે. ગુરુવારે પીએમ મોદી દિલ્લીમા સ્કિલ ઈન્ડિયા ઈન્સેન્ટિવ સેરેમની કાર્યક્રમમાં કંપનીની બે મહિલા કર્મચારીઓને તેમના શાનદાર કામ માટે કંપની તરફથી ગાડીની ચાવી સોંપશે.

આ પણ વાંચોઃ સ્વામીઃ મારી સરકાર ભ્રષ્ટાચારીઓને બચાવવામાં લાગી, CBI પછી ED નો નંબરઆ પણ વાંચોઃ સ્વામીઃ મારી સરકાર ભ્રષ્ટાચારીઓને બચાવવામાં લાગી, CBI પછી ED નો નંબર

1600 કર્મચારીઓને મળશે દિવાળી બોનસ

1600 કર્મચારીઓને મળશે દિવાળી બોનસ

કંપનીના ચેરમેન સવજી ધોળકિયાએ જણાવ્યુ કે આ વર્ષે કંપનીએ 1600 ડાયમંડ પોલિશ કરનારા કર્મચારીઓને પસંદ કર્યા જેમનું પ્રદર્શન છેલ્લા એક વર્ષમાં સારુ રહ્યુ છે. તેમણે કહ્યુ, ‘અમે તેમને ઈન્સેન્ટિવ આપવા ઈચ્છીએ છીએ. એટલા માટે જે કાર લેવા ઈચ્છે છે તેમને કાર મળશે અને બાકી બધાને ફિક્સ્ડ ડિપોઝીટ અથવા ફ્લેટ. આ તેમના સારા પ્રદર્શન કરવા માટે પ્રોત્સાહન આપવાનો એક પ્રયાસ છે.'

પીએમ મોદી બે મહિલાઓને સોંપશે ગાડીની ચાવી

પીએમ મોદી બે મહિલાઓને સોંપશે ગાડીની ચાવી

બીજા બધા કર્મચારીઓને આ ગિફ્ટ કંપની આપશે ત્યાં બે ખાસ મહિલા કર્મચારીઓને આ ગિફ્ટ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતે આપશે. ધોળકિયાએ જણાવ્યુ કે કાજલ અને હીરલબેન નામની બે મહિલા કર્મચારીઓને પીએમ કારની ચાવી આપશે. પીએમ તેમને આ ગિફ્ટ ગુરુવારે દિલ્લીમાં આયોજિત સ્કિલ ઈન્ડિયા ઈન્સેન્ટિવ સેરેમનીમાં આપશે. કંપનીએ જણાવ્યુ કે સેરેમનીનું નામ સ્કિલ ઈન્ડિયા પર એટલા માટે રાખવામાં આવ્યુ છે જેથી કર્મચારીઓને મહેનત કરવા માટે પ્રોત્સાહન આપી શકાય.

અત્યાર સુધી વહેંચ્યા 300 ફ્લેટ્સ

અત્યાર સુધી વહેંચ્યા 300 ફ્લેટ્સ

કહેવાય છે કે ડાયમંડ પૉલિશ કરનારાને મારુતિ સુઝુકી ઓલ્ટો કે સેલેરિયા કાર મળશે. કંપની પોતાના કર્મચારીઓને છેલ્લા ચાર વર્ષોથી આ પ્રકારની ભેટ આપતી આવી છે. ધોળકિયાએ જણાવ્યુ કે 5,500 કર્મચારીઓમાંથી અત્યાર સુધીમાં 4,000 કર્મચારીઓને તો દિવાળી બોનસમાં આવી ગિફ્ટ મળી ચૂકી છે. કંપની અત્યાર સુધી ડાયમંડ પૉલિશ કરનારાને 300 ફ્લેટ આપી ચૂકી છે. વળી, આટલા જ ફ્લેટનું નિર્માણ કરવામાં આવી રહ્યુ છે.

આ પણ વાંચોઃ CBI વિવાદઃ આલોક વર્માનો આરોપ, સંવેદનશીલ બાબતોમાં સરકારનો હતો હસ્તક્ષેપઆ પણ વાંચોઃ CBI વિવાદઃ આલોક વર્માનો આરોપ, સંવેદનશીલ બાબતોમાં સરકારનો હતો હસ્તક્ષેપ

English summary
Surat Diamond Company To Give Cars And Flats To Employees As Diwali Bonus, PM Narendra Modi To Hand Car Keys To Two Female Employees.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X