For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સુરતઃ ફૂડ લાયસન્સના અભાવે અઠવા ઝોનની 5 દુકાનો પર તાળાં

મંગળવારે સવારે સુરત મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા અઠવા ઝોનની 5 દુકાનો સિલ કરવામાં આવી હતી. ફૂડ લાયસન્સના અભાવે વેપારીઓએ દુકાન પર તાળાં મારવા પડ્યાં હતા.

By Oneindia Staff Writer
|
Google Oneindia Gujarati News

મંગળવારે વહેલી સવારે સુરત મહાનગર પાલિકાના અઠવા ઝોન વિસ્તારની આરોગ્ય વિભાગની ટીમે એક્શન મોડમાં આવતાં 5 દુકાનો સિલ કરી હતી. ફૂડ લાયસન્સ નહીં હોવાને કારણે આ દુકાનો સિલ કરવામાં આવી છે. આરોગ્ય વિભાગની ટીમે એક પછી એક પાંચ દુકાનો સિલ કરતાં અઠવા વિસ્તારના વેપારીઓમાં ફફડાટ પેઠો હતો. સિલ કરવામાં આવેલ પાંચ દુકાનોમાં ફરસાણની દુકાનો ઉપરાંત ટીજીબી કાફે અને બ્રેડલાઇનર જેવી ફ્રેન્ચાઇઝીનો પણ સમાવેશ થાય છે.

suart

નોંધનીય છે કે ગુજરાતનું આરોગ્ય વિભાગ છેલ્લા કેટલાક સમયથી સતર્ક થયું છે. કાર્બનથી પકાયેલી કેરી પર સુપ્રીમ કોર્ટ દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. તે સાથે જ રાજકોટ, પોરબંદર સમતે સુરત, વડોદરા અને અમદાવાદનું આરોગ્ય ખાતું પણ હાલ અવારનવાર આવી અખાદ્ય કેરીઓ પર કાર્યવાહી કરી રહ્યું છે. સાથે જ ખાવા પીવાની અન્ય વસ્તુઓ પર પણ આરોગ્ય વિભાગ દરોડા પાડી કાર્યવાહી કરી છે. ત્યારે લોકોએ આરોગ્ય વિભાગની આ સતર્કતાને બીરદાવી છે.

English summary
Surat: DUE TO dont have food license, lock on five shops in the zone
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X