માટી ધસી પડતા એક મહિલા મજૂરની મોત, 5 ઘાયલ

Subscribe to Oneindia News

સુરત શહેરમાં મકાન પડવાની ઘટના થમવાનું નામ જ નથી લેતી. ગત રોજ સવારે મકાનનુ બાંધકામ ચાલુ હતું. તે દરમ્યાન સીડી પડતા બે મજુરના કાટમાળ નીચે દબાવી જવાથી મોત થયા હતા. સુરત શહેરમાં છેલ્લા એક મહિનામાં મકાન ધરાસાઈની ઘટનામાં 5 લોકોના મોત થયા છે. તેવામાં વધુ એક ઘટના બની છે. શુક્રવારે મોડી રાત્રે અડાજણ પાટિયા વિસ્તારમાં નવી બિલ્ડીંગના બાંધકામ દરમ્યાન 25 ફૂટ ઊંડા પાર્કિંગ માટે બનાવેલા ખાડામાં કામ કરતા મજુરો પર માટી ધસી પડતા મજુરો માટી નીચે દબાયા હતા.

surat

જેમાં એક મહિલા મજુરનું મોત થયું હતું. જોકે ઈજાગ્રસ્ત મજુરોને 108 મારફતે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડની ટીમ સહીત કલેકટર અને મ્યુનીસિપલ કમિશનર પણ અધિકારીઓ સાથે ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ફાયર બ્રિગેડની ટીમે રેસ્ક્યુ હાથધરી માટી નીચે દબાયેલા મજુરોને બહાર કાઢ્યા હતા. ઈજાગ્રસ્ત 5 મજુરોને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. જેમાં એક મહિલા મજુરનું મોત થતા મૃતદેહને પીએમ માટે ખસેડાયો હતો.

English summary
Surat : Five injured and one woman dead after wall collapse.Read here more.
Please Wait while comments are loading...