અમરનાથ આતંકી હુમલા બાદ મૃતદેહ પહોંચ્યા સુરત, CM રહ્યા હાજર

Posted By:
Subscribe to Oneindia News

જમ્મુ કાશ્મીરના અનંતનાગમાં અમરનાથ યાત્રીઓ પર થયેલા આંતકી હુમલામાં 7 ગુજરાતીઓના મોત થયા છે. ત્યારે આજે ખાસ વિમાનમાં દિલ્હીથી સુરત એરપોર્ટ ખાતે આ તમામ યાત્રીઓ માદરે વતન લાવવામાં આવ્યા હતા. સાથે આ હુમલામાં મૃત્યુ પામેલા યાત્રીઓના પાર્થિવ દેહને પણ સુરત લાવવામાં આવ્યો હતો. સુરત એરપોર્ટ પર મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઇજાગ્રસ્તોની મુલાકાત લઇને તેમના ખબર અંતર પૂછ્યા હતા. અને સાથે જ આ સમગ્ર ઘટનામાં મૃત્યુ પામેલા લોકો માટે શોક વ્યક્ત કર્યો હતો. 

cm

વધુમાં ગુજરાત સરકારે અમરનાથ આંતકી હુમલામાં મૃત્યુ પામેલા લોકોને 10 લાખની સહાય જાહેર કરી છે અને જે ઇજાગ્રસ્ત થયા છે તેમને 2 લાખની સહાય જાહેર કરી છે. આ સિવાય સુરત એરપોર્ટ પર ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી પણ હાજર રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે આ હુમલામાં 5 મહિલા સહિત કુલ 7 લોકોએ પોતાના પ્રાણ ગુમાવ્યા છે અને 14 વધુ લોકોને ગંભીર ઇજા પહોંચી છે. વધુમાં પ્લેનથી આ યાત્રામાં યાત્રીઓનો આબાદ રીતે બચાવ કરનાર ડ્રાઇવર સલીમ પણ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે સતત ફાયરિંગ થઇ રહ્યું હતું પણ અમે રોકાયા વગર બસ ચલાવી લીધી જેના કારણે મોટા ભાગના લોકોને બચાવી શકાયા.

English summary
Surat: Gujarat CM Vijay Rupani meets AmarnathYatra pilgrims injured in terrorist attack yesterday.
Please Wait while comments are loading...