24 કલાક 571 લોકોના વાળ કાપી, સુરતી મહિલાએ બનાવ્યો રેકોર્ડ
સુરતમાં રહેનારી શીતલ શાહે 24 કલાકમાં 571 લોકોના વાળ કાપીને ગિનીઝ બુકમાં પોતાનું નામ નોંધાવ્યું છે
સુરતમાં
રહેનારી
એક
મહિલાએ
વાળ
કાપીને
એક
અનોખો
રેકોર્ડ
બનાવ્યો
છે.
બ્યૂટીશ્યન
તરીકે
કામ
કરતી
શીતલ
શાહે
24
કલાકમાં
571
લોકોના
વાળ
કાપીને
ગિનિઝ
બુક
ઓફ
વર્લ્ડ
રેકોર્ડમાં
પોતાનું
નામ
નોંધાવ્યું
છે.
શીતલ
24
કલાક
સુધી
સતત
હાથમાં
પકડેલી
કાતર
ચલાવતી
રહી
હતી.
અને
આ
દ્વારા
તેણે
571
લોકોના
વાળ
કાપ્યા
હતા.
નોંધનીય છે કે આ પહેલા આ રેકોર્ડ લંડનના એક કપલના નામે હતો જેમણે 24 કલાકમાં 521 લોકોના વાળ કાપ્યા હતા. ત્યારે શીતલે આ લોકોનો રેકોર્ડ તોડીને નવો રેકોર્ડ બનાવ્યો છે. અને આવું કરનાર ભારતની પહેલી મહિલા બની છે.
પોતાના આ રેકોર્ડ બાદ શીતલે જણાવ્યું કે પહેલા તો તેમને આ રેકોર્ડ બની શકશે કે કેમ તે અંગે દુવિધા હતી પણ પાછળથી પતિના સપોર્ટના કારણે તે આ રેકોર્ડ બનાવી શકી છે. વધુમાં શીતલે જણાવ્યું કે તે હંમેશા કંઇક અલગ કરવા માંગતી હતી.
શીતલે ગત શનિવારે 9 વાગ્યાને 14 મિનિટથી વાળ કાપવાનું શરૂ કર્યું હતું. અને તેણે રવિવારે સવારે 9 વાગ્યા 14 મિનિટ સુધી સતત વાળ કાપ્યા હતા. વધુમાં શીતલે આ રેકોર્ડ બાદ પોતાના સલૂનના કર્મચારીઓનો પણ આભાર માન્યો હતો અને કહ્યું હતું કે તેમની મદદ વગર તે આ રેકોર્ડને શક્ય ના બનાવી શકી હોત.