લાજપોર જેલમાં મોબાઈલ રાખવા પર પ્રતિબંધ

Subscribe to Oneindia News

સુરત શહેર પોલિસ કમિશનર સતીશ શર્માએ એક જાહેરનામા દ્વારા સુરત શહેર પોલીસ કમિશનર વિસ્તારમાં આવેલા સુરત લાજપોર મધ્યસ્થ જેલ પ્રિમાઈસીસમાં સુરક્ષા અને સલામતીના કારણોસર કોઈપણ વ્યકિત દ્વારા મોબાઈલ ફોન, આઈપેડનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. હવે પછી કોઈપણ વ્યકિત દ્વારા મોબાઈલ ફોન કે સીમકાર્ડ રાખી શકાશે નહી અને જેલના પ્રતિબંધિત વિસ્તારમાં કોઈપણ મોબાઈલ ફોન કે સીમકાર્ડ જેવી વસ્તુ સાથે પ્રવેશ કરી શકાશે નહી. અપવાદ તરીકે કોઈ પણ જાહેર સેવક કે જે પોતાની ફરજના ભાગરૂપે બંધાયેલ છે તેવી વ્યકિતને તેની ફરજ દરમિયાન આ હુકમ લાગુ પડશે નહી. આ જાહેરનામું તા.24/04/2017 સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.

surat jail

લાજપોર જેલમાં અવારનવાર મોબાઈલ મળતા હોય છે નારાયણ સાઈ સહીત ખૂંખાર કેદીઓ પણ લાજપોર જેલમાં બંધ છે જેને લઇ સુરત પોલીસ કમિશનર દ્વારા મહત્વનો જાહેરનામા બહાર પાડી જેલ માં મોબાઈલ રાખવા પર પ્રતિબંધ કર્યો છે. હવે મોબાઈલ મળશે નહી તેવું લાગી રહ્યું છે જોકે આરોપીઓ કોઈ પણ રીતે જેલમાં મોબાઈલ ઘુસાડવા માટે અનેક કીમિયા અપનાવે છે. આગામી સમયમાં હવે જોવાનું રહ્યું જેલ માં સર્ચ દરમ્યાન કોઇ મોબાઈલ મળશે કે નહિ

English summary
Surat Lajpore Jail: Strict restriction for using Mobile phone.Read here more.
Please Wait while comments are loading...