સુરત એટલે હાર્દિક અને પાટીદારોનું ગઢ, તો જીત કેમ ભાજપની?
સુરત પાટીદારોનો ગઢ મનાય છે જ્યાં હાર્દિક પટેલે કેટલીય રેલીઓ અને સભાને સંબોધી હતી,ત્ય.રે માહોલ એવો હતો કે સુરતમાંથી ભાજપનો સફાયો થઈ જશે, અને એક રેલી તો એવી હતી કે જેનો વીડિયો પણ વાઇરલ થયો હતો જેમાં જોવા મળતું હતું કે સુરતના હીરા બજારમાં બીજેપીની કેસરી ટોપીઓ ઉછળી હતી તો વળી કેટલાક હીરાના કામદારો પાટીદારની પીળી ટોપી પહેરીને જ કામ પર આવતા હતા. જોકે જ્યાં બીજેપીના ખેસ અને ટોપીઓ ઉછળી હતી અને રેલીમાં સ્પશ્ટપણે બીજેપીને સુરતીઓએ જાકારો આપ્યો હતો. પરંતુ જ્યારે પરિણામ આવ્યા ત્યારે બધા જ ચોંકી ઉઠયા હતા કારણ કે સુરતીઓના મત ભાજપન તરફેણમાં જ પડ્યા હતા. આથી રાજકારણના નિષ્ણાતો કહી રહ્યા છે કે અહીં હાર્દિકનો જાદુ ન ચાલ્યો કારણ ખે વિકસિત નાગરિકો અને ખાસ તો પાટીદારો ભાજપના જ પક્ષમા રહ્યા , બાકી રાહુલ ગાંધીએ જ્યારે GST મુદ્દે વેપારીઓ સાથે બેઠક કરી ત્યારે તેમને મલતા જનસમર્થનને જોતા લાગતુ હતુ કે હાર્દિકનો સાથે અને કોંગ્રેસની રણનિતિ આ વખતે સુરતમાં ભાજપને હંફાવી દેશે,. પરંતુ થયું તેનાથી ઉંધું. તો બીજી તરફ જે ખેડૂતો પાટીદારો હતા તેમણે સૌરાષ્ટ્રમાં ભાજપને હંફાવી દીધી.અને કોંગ્રેસને સાથ આપ્યો મતલબ કે કોંગ્રેસનો ઢંઢેરો તેમને સ્પર્શી ગયો. ખાસ તો ખેડૂતો અને નાના વેપારીઓને.
જોકે સુરતમાં ભાજપ બાજી મારી ગઈ અને સુરતમાં ભાજપને મરાઠી બહુલતા ધરાવતા વિસ્તારમાં સંગીતા પાટિલની જીત મળી. તો કામરેજમાં વી.ડી. ઝાલાવાડિયા, કારંજમાં પ્રવીણ ઘોઘારીએ કોંગ્રેસના ભાવેશ રબારીને હાર આપી અને ઉધનામાં કોંગ્રેસે સતીષ પટેલને ઉતાર્યા હતા પરંતુ સુરતીઓએ કોંગ્રેસન પાટીદાર ઉમેદવારન બદલે ભાજપના વિવેક પટેલને જીતનો ભગવો ખેસ પહેરાવ્યો. ઓલપાડમાં પણ મૂકેશ પટેલ અને સુરત પશ્ચિમમાં પૂર્ણેશ મોદી અને મહુવા મોહન ઢોડિયાએ જીત મએળવી જ્યારે કોંગ્રેસને ફાળે બારડોલીમાં ઇશ્વર પટેલની જીત આવી. તો વરાછામાં કુમાર કાનાણીની જીત ન ભૂલાી શકાય.