સુરતમાં સપ્તશૃંગી માતાના મંદિરમાંથી ચોરાઈ દાનપેટી

Subscribe to Oneindia News

તસ્કરો કોઈ પણ જગ્યાએ ચોરી કરવામાં શરમ નથી અનુભવતા. તેનો તાજો દાખલો સુરતમાં જોવા મળ્યો હતો. સુરતમાં સપ્તશૃંગી માતાના મંદિરની દાન પેટી સોમવારે ચોરાઈ ગઈ હતી. તે જોતા કહી શકાય કે, હવે ભગવાનનું નાણું પણ ગુજરાતમાં સલામત નથી. ગુજરાતમાં જે રીતે થોડા સમયથી સબ સલામતના દાવા થઈ રહ્યા છે, પરંતુ રોજેરોજ રાજ્યના વિવિધ શહેરો અને નાના ગામોમાં ચોરી થવાનીના ઘટનાઓમાં ઘણો વધારો થઈ રહ્યો છે.

Surat

ઉલ્લેખનીય છે કે, સુરત શહેરના જાણીતા એવા લિંબાયત વિસ્તારમાં સપ્તશૃંગી માતાનું મંદિર આવેલું છે. જે ઘણું પ્રખ્યાત પણ છે. આ મંદિરમાં તસ્કરોએ ધાડ પાડી હતી અને આખી દાનપેટી જ ઉઠાવી ગયા હતા. સવારે મંદિરે આવેલા ભાવિકો તેમજ પૂજારીને આ બાબતની ખબર પડતા તેમણે પોલીસને સમગ્ર ઘટનાની જાણ કરી હતી. પોલીસે તપાસ કરતા ખાલી થયેલી દાનપેટી રેલ્વે ટ્રેક નજીક મળી આવી હતી. પોલીસે આ ઘટના બાદ મંદિરમાંની આસપાસના સીસીટીવી ચેક કરીને ચોરીનો ભેદ ઉકેલવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા. નોંધનીય છે કે, સુરતનો લિંબાયત વિસ્તાર વિવિધ ગુનાઓની કારણે હંમેશાં ચર્ચામાં રહેતો હોય છે ત્યારે સ્થાનિકોએ અહીં સુરક્ષા તેમજ સલામતી વધારવાની માંગણી પણ કરી હતી.

English summary
Surat : Saptashrungi temple looted by Thief. Read more detail here.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.