For Quick Alerts
For Daily Alerts
બર્થ ડે મનાવવા આવ્યા હતા, પણ તાપી નદીમાં ડૂબી ગયા બે યુવક
સુરતના બારડોલી તાલુકાના વાઘેચા ગામ પાસે તાપી નદીમાં ન્હાવા પડેલા ૪ યુવકો પૈકી ૨ યુવકોના ડૂબી જવાથી મોત નિપજ્યા હતા, સુરતથી યુવક - યુવતીઓ જન્મ દિવસ મનાવવા વાઘેચા મંદિરે આવ્યા હતા. અને ત્યારબાદ ૪ યુવકો ન્હાવા માટે તાપી નદીમાં પડ્યા હતા. જોકે સદનશીબે બેની જાન બચી ગઈ હતી. બે ના મોત નીપજ્યા હતા. ફાયરની ટીમે બંને યુવાકોના મૃતદેહને નદીમાંથી બહાર કાઢ્યા હતા. પોલીસે બંને મૃતદેહને પીએમ અર્થે ખસેડ્યા હતા.
સુરતમાં કેટરિંગનું કામ કરતી 5 યુવતીઓ તેમજ 7 યુવકો, મિત્રની જન્મ દિવસ ઉજવવા મંદિરે આવ્યા હતા, જેમાં બેના મોત નીપજ્યાં હતા. આ બંને યુવાકોના નામ રાજેશ પરમાર અને જયેષ રાઠોડ નામ હોવાનું બહાર આવ્યું હતું. આ બન્ને જણા સુરત ના ઉધના વિસ્તાર ના હોવાનું જણાયું હતું. નદીમાં ઊંડા ખાડા પડી જતા બંને મોત થયાનું જાણવા માળી રહ્યું છે.