વસંત ગજેરાને 27 માર્ચ સુધી ભોગવવો પડશે જેલવાસ

Posted By: Lekhaka
Subscribe to Oneindia News

વસંત ગજેરાની ધરપરકડના કેસમાં મોટો વળાંક આવ્યો છે અને ફરિયાદી પક્ષની ધારદાર દલીલને આધારે વસંત ગજેરાનાં પાંચ દિવસનાં રીમાન્ડ મંજૂર કર્યા છે. આગામી 27મી સુધી વસંત ગજેરાને પોલીસ લોકઅપમાં વિતાવવા પડશે.વસંતભાઇની ગુરુવારે બોગસ દસ્તાવેજવાળી જમીનની ખરીદીના પ્રકરણમાં વ્રજલાલ માલાણીની ફરિયાદના આધારે વસંતભાઈ ગજેરાની ધરપકડ કર્યા બાદ પોલીસે શુક્રવારે તેમને કોર્ટમાં રજૂ કર્યા હતાં. કોર્ટમાં જજે ફરિયાદ પક્ષનાં વકીલની ધારદાર દલીલને માન્ય રાખીને વસંત ગજેરાનાં પાંચ દિવસના રીમાન્ડ મંજૂર કર્યા હતાં. હીરા ઉદ્યોગ અને બાંધકામ ક્ષેત્રમાં આગવું નામ ધરાવતા વસંત ગજેરાની ધરપકડ બાદથી બિલ્ડર લોબી અને હીરાઉદ્યોગમાં ચર્ચાએ વેગ પકડયો છે. ગઈકાલે દિવસ દરમિયાન શહેરનાં ઉમરા પોલીસ સ્ટેશનની આજુબાજુ મોટામાથાઓનો જમાવડો જોવા મળ્યો હતો.

vasant gajera

ઉદ્યોગકાર વસંત ગજેરા કોંગ્રેસનાં ટોચનાં નેતા ધીરૂભાઈ ગજેરાનાં નાના ભાઈ છે અને લક્ષ્મી ડાયમંડનાં માલિક છે. લક્ષ્મી ડાયમંડ સિગ્નસ બ્રાન્ડની જ્વેલરીનું મેન્યુફેક્ચરીંગ કરે છે. ગઈકાલે ધીરૂભાઈ ગજેરા, ચુનીભાઈ ગજેરા સહિતનાઓએ વસંત ગજેરાને છોડાવવા માટે ધમપછાડા કર્યા હતાં. વસંતભાઈને લોકઅપમાં વીઆઈપી ટ્રીટમેન્ટ મળી હોવાની ફરિયાદ પ્રકાશમાં આવતાં શહેર પોલીસ કમિશ્નરની સૂચના બાદ વસંતભાઈ સાથે સખ્ત વલણ અપનાવવામાં આવ્યું હતું.

નોંધનીય છે સુરતના, વસંત ગજેરા બાંધકામ ક્ષેત્રે મોટું નામ છે. સુરતમાં જમીનોનાં મુદે્ અનેક ફરિયાદ વસંતભાઈ સામે થઈ છે. અત્યાર સુધી એકપણ ફરિયાદને પોલીસે ગંભીરતાપૂર્વક લીધી નહોતી. પરંતુ હવે આ કેસમાં મોટો વળાંક આવ્યો છે. વસતંભાઈ ગજેરા સુરતમાં મોટું માથું ગણાય છે અને આ ઘટના પ્રકાશમાં આવતા સુરતના ઉમરા પોલીસ મથકે અનેક અન્ય ફરિયાદીઓ આવી ચઢયા હતાં. આગામી દિવસોમાં વસંતભાઈ ગજેરા સામે ઘણા જૂના કેસની ફાઈલો ખૂલે તેવી શક્યતા છે. હાઈકોર્ટે પોલીસની ઠંડી કાર્યવાહી સામે લાલ આંખ કરતાં આગામી દિવસોમાં પોલીસે વધુ અસરકારક કામગીરી કરવી પડે તેમ છે. હવે જોવું રહ્યું કે પોલીસ આ મોટા માથાના વ્યક્તિને છાવરે છે કે પછી તેમની સામે કડક પગલાં લે છે અને કોઈ રાજકીય વગ લગાવીને વસંતભાઈ ગજેરા આ બધા કેસમાં છૂટે છે કે પછી અન્ય કોઈ કારવાહી થાય છે તે જોવું રહ્યું.

English summary
Vasant Gajera has to face jail till March 27. Read more on it here.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.