મહિલા હત્યા કેસનો ભેદ ઉકેલાયો, પોલીસે 1 આરોપીની કરી ધરપકડ

Subscribe to Oneindia News

સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના ભટગામ રોડ પર કેનાલ પાસે ગત 6 મે ના રોજ એક મહિલાની લાશ મળી હતી. મહિલાની ઓળખ છુપાવવા માટે બોથર્ડ પદાર્થ વડે મહિલાનું મોઢું છૂંદી નાખવામાં આવ્યું હતું . પોલીસે લાશનો કબ્જો લઇ પીએમ અર્થે મોકલવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં હત્યા થઇ હોવાનું જાણવા મળતા પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથધરી હતી. પોલીસે હત્યાની ભેદ ઉકેલવા માટે અલગ અલગ ટીમ બનાવી તપાસ હાથધરવામાં આવી હતી. પોલીસે હત્યા ભેદ ઉકેલવા માટે શકમંદો અટકાયત કરી પૂછપરછ કરતા મહિલાના વિસ્તારમાં રહેતા હરીશ બાબુભાઈ જોગી નામના યુવકે હત્યા કરી હોવાનું કબુલ્યું હતું. પોલીસે હરીશની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથધરી છે.

crime

મળતી માહિતી મુજબ આ ઘટનાના દિવસે મહિલા ઓલપાડ પોલીસ સ્ટેશન પર ફરિયાદ નોંધાવા પહોંચી હતી. ઓલપાડ પોલીસ સ્ટેશનના ફરજ પરના પોલીસ કર્મીએ મહિલાની ફરિયાદ લીધી ન હતી. અને ત્યારબાદ મહિલાની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી હતી. જિલ્લા પોલીસ વડાએ તાત્કાલિક અસરથી ઘટના દિવસે પીએસઓ તરીકે ફરજ બજાવનાર હેડ કોન્સ્ટેબલ સતીષ સોલંકીને ફરજમાં બેદરકારી બદલ સસ્પેન્ડ કરી દીધા હતા. પોલીસે હાલ તો હરીશ નામના આરોપીની ધરપકડ કરી વધુ તપાસ માટે રિમાન્ડ માટેની તજવીજ હાથધરી છે.

English summary
Surat: Woman murder case resolved by police.Read here more.
Please Wait while comments are loading...