મહિલાએ PSI પર બળાત્કાર ગુજાર્યાનો કર્યો આક્ષેપ

Subscribe to Oneindia News

સુરત : સુરત ના ડિંડોલી વિસ્તાર માં રહેતી એક મહિલા સુરત ના સરથાણા પોલીસ સ્ટેશન પીએસઆઈની ફરજ બજાવતા પ્રતીક એમ અમીન પર છેલ્લા 5 વર્ષથી પ્રેમ સબંધ હતા અને બંને સાથે રહેતા હતા. મહિલાએ પીએસઆઈને લગ્ન કરવાની વાત કરતા પીએસઆઈ પ્રેતીક અમીને મહિલા જોડે સંબંધ તોડી નાખ્યા હતા. જેથી મહિલા સુરતના સરથાણા પોલીસ મથક માં ફરજ બજાવતા પીએસઆઈ સામે બળાત્કાર ગુજાર્યાનો આક્ષેપ કર્યો છે મહિલાનો આક્ષેપ છે કે PSI વિરદ્ધ બળાત્કારની ફરિયાદ નોંધાવા જતા પોલીસ સ્ટેશનમાં કોઈ ફરિયાદ નોંધતા નથી. જેથી ફરિયાદને લઇ પોલીસ કમિશનર ઓફિસે પહોંચી હતી. જો PSI વિરુદ્ધ ફરિયાદ નહી લેવાય તો પોતાના બે બાળકો સાથે કલેકટર ઓફિસ બહાર આત્મવિલોપનની મહિલા દ્વારા ચીમકી આપવામાં આવી છે.

rape

મળતી માહિતી મુજબ મહિલાએ અગાઉ સુરત પોલીસમાં મહિલાએ અરજી આપતા કોઈ સુનવાઈ થઇ ન હતી જેને લઈને મહિલા ગાંધીનગર ખાતે રાજ્યના પોલીસ વડા ને પણ મળી એમને રજુઆત કરી હતી ડીજી દ્વારા આશ્વાસન આપવામાં આવ્યું હતું ત્યારબાદમાં ફરી એક વાર પીડિત મહિલા સુરત પોલીસ કમિશનર કચેરી પહોંચી હતી. પોલીસ કમિશનરને અરજી આપી હતી કે જો બે દિવસ માં તેની ફરિયાદ નહીં લેવામાં આવેતો પોતાના બે બાળક સાથે કલેકટર ઓફિસ બહાર આત્મવિલોપનની ચીમકી આપી છે. જો રક્ષક ભક્ષક બની જશેતો લોકોની રક્ષા કોણ કરશે બીજી બાજુ મહિલાના પોલીસ કર્મી પર આક્ષેપો કેટલા સાચા છે તે તપાસ બાદ જ ખબર પડશે.

English summary
Surat : women accused PSI for rape. Read here more details on this news.
Please Wait while comments are loading...