ધ્રાંગધ્રા પોલીસ દ્વારા દારૂનો 11 લાખનો જથ્થો ઝડપ્યો
હાલ ઉત્તરાયણનો તહેવાર આવી રહ્યો છે ત્યારે તહેવાર ઉપર દારૂ પીવાનો એક શોખ લોકો કરી રહ્યા છે ત્યારે પોલીસ આવા લોકોના શોખ પુરા ન થાય અને જે લોકો દારૂ વેચે છે તેના ઉપર પેટ્રોલિંગ કરીને પકડી પાડે છે. ત્યારે શુક્રવારે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા ગામે પોલીસ ને બાતમીના મળતા પોલીસ દ્વારા કડક પેટ્રોલિંગમાં ડી.સી. ડબલ્યુ. સર્કલ પાસે એક કાળા કલરની સ્કૉપીયો ગાડી જેનો નંબર જી.જે14 E 5003 નંબર ની શંકા પડતા ગાડી ચાલક ગાડી લઇ ભાગતા તેનો પીછો કરતા હળવદ પાસેથી તેને પકડી પાડેલ જેમાં આરોપી ગાડી મૂકી ફરાર થઈ ગયા હતા.
ગાડીનુ ચેકીંગ કરતા તેમાંથી ઇંગ્લિશ દારૂની બોટલ નંગ ત્રણસો ચોર્યાસી(384) જેની કિંમત રૂપિયા 2,68,800 તથા બિયરના નંગ ચારસો અઢાર (418)જેની કિંમત રૂપિયા 83,600 અને એક સ્કોર્પિયો ગાડી જેની કિંમત 7,50,000 જેટલી થાય છે. ટોટલ કુલ મળીને અગિયાર લાખ બે હજાર ચારસો રૂપિયાનો મુદામાલ જપ્ત કરેલ છે. અને આગળની કાર્યવાહી હાથ ધરીને આરોપીને પકડવાની કાર્યવાહી હાથ ધરેલ છે.