For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સુરેન્દ્રનગરઃ કેદીનો વીડિયો વાયરલ થયા બાદ જેલર સસ્પેન્ડ

સુરેન્દ્રનગરઃ કેદીનો વીડિયો વાયરલ થયા બાદ જેલર સસ્પેન્ડ

|
Google Oneindia Gujarati News

24મી નવેમ્બરે સુરેન્દ્રનગર સબ જેલની અંદરથી કાચા કામના કેદીએ વીડિયો રેકોર્ડ કરીને વાયરલ કરી દીધો હતો, જે બાદ સુરેન્દ્રનગર જેલ તંત્રની પોલ ઉજાગર થઈ હતી. વીડિયોમાં જેલમાં પૈસા આપવાથી કેવી કેવી સુવિધાઓ મળી રહી છે તે બધી જ હકિકતથી કેદીએ વાકેફ કરાવ્યા હતા. જેલર ખુદ રૂપિયાનો તોડ કરવા માટે તમાકુ-મોબાઈલથી લઈને દારૂ સુધીની વ્યવસ્થા કરાવી આપતો હોવાનો કેદીએ આરોપ લગાવ્યો હતો.

જેલનો વીડિયો વાયરલ થયો

જેલનો વીડિયો વાયરલ થયો

આ વીડિયો વાયરલ થયા બાદ જેલ તંત્રના હોશ ઉડી ગયા હતા. જેને પગલે જેલમાં રેડ પાડવામાં આવી હતી, દરમિયાન જેલમાંથી ભારે માત્રામાં સામાન મળી આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે વીડિયોમાં કેદીએ એ પણ ઉલ્લેખ કર્યો હતો કે પોલીસે તેમની કેવી પીટાઈ કરી. વીડિયો વાયરલ કરનાર આરોપી કેદીનું નામ આદમ છે.

તપાસમાં મળ્યો ટ્રોલી ભરાય તેટલો સામાન

તપાસમાં મળ્યો ટ્રોલી ભરાય તેટલો સામાન

જ્યારે જિલ્લા અધિકારીઓએ જેલમાં છાપો માર્યો તો તેમના હોશ ઉડી ગયા. જેલમાંથી મોટી માત્રામાં સુખ સુવિધાઓનો સામે મળી આવ્યો હતો. તપાસ દરમિયાન કેદીઓની બેરેક (જેલની કોઠડી)માંથી ટ્રેક્ટરની એક ટ્રોલી ભરાઈ જાય તેટલો સામાન મળ્યો હતો. જેલમાંથી કેટલાય મોબાઈલ ફોન પણ મળી આવ્યા છે. મામલો જ્યારે ઉપરી અધિકારીઓ સુધી પહોંચ્યો તો સમગ્ર મામલે હડકંપ મચી ગયો. જેલર એચ.આર.રાઠોડને તુરંત સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા. સાથે જ જેલ અધીક્ષક બી.બી. ઝાલાનું પણ ટ્રાન્સફર કરી દેવામાં આવ્યું. 13 જેલકર્મીઓને અહીંની વધારાની જવાબદારી સોંપવામાં આવી છે.

અહીં જુઓ વીડિયો

જેલમાંથી મળેલ સામાનમાં ગાદલાં, કપડાં, તેલની શીશી, ખાદ્ય સામગ્રી, ખાલી ડબ્બા, સિગરેટ, પાન-ફાકી સહિતનો સામાન સામેલ છે. જેલમાં કુલ 3-4 સીસીટીવી કેમેરા લાગે છે. જે કેટલાય મહિનાથી બંધ હાલતમાં પડ્યા છે. હવે આ સમગ્ર મામલાની તપાસ કરવામાં આવી રહી છે. વીડિયો વાયરલ કરનાર કેદીના જીવને ખતરો હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે.

તપાસ અધિકારીનો દાવો, અમિત શાહ અને 3 IPS હતા તુલસીરામ પ્રજાપતિ એન્કાઉન્ટરના મુખ્ય ષડયંત્રકારતપાસ અધિકારીનો દાવો, અમિત શાહ અને 3 IPS હતા તુલસીરામ પ્રજાપતિ એન્કાઉન્ટરના મુખ્ય ષડયંત્રકાર

English summary
surendranagar: jailer suspended after video of prisoner gone viral.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X