• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

સ્વામિનારાયણના ગોંડલ પર્વમાં 1300 લોકો છોડ્યા પોતાના વ્યસન

By Lekhaka
|

ભગવાન સ્વામિનારાયણના પ્રથમ આધ્યાત્મિક વારસદાર અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામીના ધામગમન બાદ તેઓશ્રીના પાર્થિવ દેહનો અગ્નિસંસ્કાર જે સ્થાન પર કરવામાં આવ્યો હતો એ સ્થાન અક્ષરદેરીના નામે વિશ્વપ્રસિદ્ધ છે. ગુજરાત રાજ્યના રાજકોટ શહેરથી ૩૫ કી.મી.ના અંતરે આવેલ અક્ષરદેરીની સ્થાપનાને ૧૫૦ વર્ષ પૂર્ણ થતાં તા. ૨૦મી જાન્યુઆરીથી તા.૩૦મી જાન્યુઆરી સુધી શ્રી અક્ષરદેરી સાર્ધ શતાબ્દી મહોત્સવની ભવ્યાતિભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી. આ ઉત્સવ માટે ૧૫૦૦૦થી વધુ મહિલાઓ દ્વારા ૯ લાખથી વધુ ઘરોમાં આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. ભારતના રાષ્ટ્રપતિથી લઈને છેવાડાના ગામડાના સામાન્ય લોકો પણ અક્ષરદેરીને અર્ઘ્ય અર્પવા અને ઉત્સવનો લાભ લેવા માટે આવ્યા હતા.

૧૧ દિવસના આ ઉત્સવમાં ૧૪,૦૦,૦૦૦ (ચૌદ લાખ) થી વધુ દર્શનાર્થીઓ પધાર્યા હતા. સમગ્ર ઉત્સવ દરમિયાન ૧૫૦૦૦ સ્વયંસેવકો અને ૩૫૦ થી વધુ સંતોએ ખડે પગે રહીને સેવાઓ બજાવી હતી. સ્વામિનારાયણ નગરમાં ચાલતા રક્તદાન કેમ્પમાં ૭,૩૫,૦૦૦ (સાત લાખ પાત્રીસ હજાર) સીસી રક્તદાન થયું હતું. વ્યસનમુક્તિ યજ્ઞમાં પોતાના વ્યસનોની આહુતિ આપીને ૧૩૦૦ (તેર સો)જેટલા લોકો વ્યસનમુક્ત થયા હતા. જુદી જુદી શાળાઓ અને શિક્ષકો આ ઉત્સવનો લાભ લઈને મૂલ્યશિક્ષણ અને જીવનશિક્ષણના પાઠ ભણે એ હેતુથી તા.૨0થી તા.૩૦ સુધી સવારના સમયે શિક્ષકો અને વિદ્યાર્થીઓ માટે દર્શનની વ્યવસ્થા કરી હતી જેનો ૩૬૦ શાળાના ૬૧,૨૦૦ (એકસઠ હજાર બસ્સો) વિદ્યાર્થીઓ અને ૫૫૦૦ (પાંચ હજાર પાંચ સો) શિક્ષકોએ લાભ લીધો હતો. નીલકંઠ વિદ્યા સંકુલ, રાણસીકીથી આવેલ ભેડા શીતલ પ્રતાપભાઈએ જણાવ્યું કે પરમાનંદ પ્રદર્શન ખંડમાંથી મને પ્રમુખસ્વામી મહારાજની જેમ બીજા લોકો પ્રત્યે શુભભાવના રાખવાનો ઉપદેશ મળ્યો. ગોંડલની ઓક્ષફર્ડ ઇનટરનેશનલ સ્કુલની વિદ્યાર્થીની સોલંકી રાધિકાએ જણાવ્યું કે 'અમે આ મહોત્સવ માંથી ઘણું બધું શીખ્યા છીએ. વિશેષ તો બીજા લોકો સારા છે કે ખરાબ તેનો વિચાર કર્યા વગર બધાનું ભલું ઇચ્છવાનું હું અહીંથી શીખી છું.’

ઉલ્લેખનીય છે કે આ કાર્યક્રમના મુક્તાનંદ પ્રદર્શનખંડ એક વિડીયો શો દ્વારા મુલાકાતીઓને વ્યસનમુક્ત જીવન જીવવાની પ્રેરણા પૂરી પાડવામાં આવી હતી. એક વ્યસની માણસ વ્યસન ના મૂકી શકવાને કારણે એના માતા-પિતા, પત્ની અને સંતાનને કેવી દર્દનાક જિંદગીની ભેટ આપી જાય છે એ વાતને ખૂબ અસરકારક રીતે રજુ કરવામાં આવી હતી. વ્યસનમુક્તિનો ઉત્તમ સંદેશ આપતો આ પ્રદર્શન ખંડ ખૂબ જ અસરકારક રહ્યો હતો. અઠંગ વ્યસનીઓને પણ વ્યસન છોડવાની અહીં પ્રેરણા મળી હતી. અને જે બાદ વ્યસનમુક્તિ યજ્ઞમાં 1300 લોકોએ પોતાના વ્યસનોની આહુતિ આપીને હતી.

ઉલ્લેખનીય છે કે જેતપુર તાલુકાના જેતલસર ગામના એકભાઈ પ્રદર્શનખંડમાંથી બહાર નીકળીને સીધા જ વ્યસનમુક્તિ કુટીર પર પહોંચ્યા અને સામેથી જ બાળકોને કહ્યું, “મારે વ્યસન મુકવું છે મને પાણી આપો.” એ ભાઈને પૂછ્યું કે હવે તમારે કેમ વ્યસન મૂકી દેવું છે ? ત્યારે એ ભાઈએ જણાવ્યું કે આર્થિક રીતે તો મને કોઈ તકલીફ નથી પણ આ વિડીયોમાં દવાખાનામાં રહેલા લોકોની જે સ્થિતિ જોઈ એનાથી મે નક્કી કર્યું કે જો હું પણ વ્યસનના કારણે કેન્સરના રોગનો ભોગ બનીશ તો ગમે એટલા પૈસા ખર્ચવા છતાં ભગવાને આપેલા સુંદર ચહેરા જેવો ચહેરો ફરી મળશે નહિ.’ વ્યસનમુક્તિ પ્રદર્શન જોઈ હજારો લોકોએ વ્યસનમુક્તિનો સંકલ્પ કર્યો હતો. આમ ભક્તિ સાથે વ્યસન મુક્તિ જેવા મહત્વના મુદ્દાને પણ આ પર્વમાં આવરી લેવામાં આવ્યો હતો. જેનાથી અનેક લોકોને લાભ થયો હતો.

English summary
Swaminarayan Gondal Festival : 13000 People leave their addiction in BAPS program.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more