For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Tauktae Cyclone: ગુજરાત પહોંચીને નબળુ થયુ વાવાઝોડુ તૌકતે, સૌરાષ્ટ્રમાં મોડી રાતે થઈ લેન્ડફૉલની પ્રક્રિયા

વાવાઝોડા 'તૌકતે'એ સોમવારે રાતે ગુજરાતમાં પ્રવેશ કર્યો અને તેની લેન્ડફૉલની પ્રક્રિયા મોડા રાતે સૌરાષ્ટ્રમાં પૂરી થઈ.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ વાવાઝોડા 'તૌકતે'એ સોમવારે રાતે ગુજરાતમાં પ્રવેશ કર્યો અને તેની લેન્ડફૉલની પ્રક્રિયા મોડા રાતે સૌરાષ્ટ્રમાં પૂરી થઈ. હવામાન વિભાગે આ અંગે માહિતી આપી છે. વિભાગના જણાવ્યા મુજબ વાવાઝોડુ નબળુ પડી રહ્યુ છે. મામલાની ગંભીરતાને જોતા સોમવાર બપોર સુધી ગુજરાતથી લગભગ 2 લાખ લોકોનુ સ્થળાંતર કરવામાં આવ્યુ હતુ. આ પહેલા મહારાષ્ટ્ર અને કોંકણમાં પણ આ વાવાઝોડાના કારણે 6 લોકો પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે.

લેન્ડફૉલની પ્રક્રિયા મોડી રાતે પૂરી થઈ

લેન્ડફૉલની પ્રક્રિયા મોડી રાતે પૂરી થઈ

સૌરાષ્ટ્રમાં તૌકતેની વાવાઝોડાની લેન્ડફૉલની પ્રક્રિયા મોડી રાતે પૂરી થઈ. દીવ અને ઉના વચ્ચે સોમવારે રાતે લગભગ 9 વાગે વાવાઝોડુ તૌકતે પહોંચ્યુ. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વાવાજોડાની પ્રક્રિયા રાતે 12 વાગ્યા સુધી ચાલુ રહી. જો કે અધિકારીઓના જણાવ્યા મુજબ આ દરમિયાન કોઈ પણ પ્રકારની જાનહાનીના સમાચાર નથી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમવારે મહારાષ્ટ્ર, ગુજરાત અને ગોવાના મુખ્યમંત્રીઓ સાથે વાત કરીને તૈયારીઓની સમીક્ષા કરી. તેમણે દીવ અને દમણના લેફ્ટનન્ટ ગવર્નર સાથે પણ ચર્ચા કરી.

વાવાઝોડાની અસર

વાવાઝોડાની અસર

ગુજરાતમાં વાવાઝોડા 'તૌકતે'ના કારણે ઘણા વૃક્ષો ધરાશાયી થઈ ગયા. આ દરમિયાન દ્રશ્યતા ઘટવાના કારણે વાહન વ્યવહાર પણ ગંભીર રીતે પ્રભાવિત થયો. ગુજરાત અને મહારાષ્ટ્ર ઉપરાંત વાવાઝોડા 'તૌકતે'એ ગોવામાં પણ તબાહી મચાવી છે. રવિવારે રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાંથી પસાર થવા દરમિયાન અહીં વિજળીના 700 થાંભલા પડી ગયા અને 200-300 ટ્રાન્સફૉર્મર્સને નુકશાન થયુ છે. રાજ્યના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે કહ્યુ છે કે બધા વિસ્તારોમાં વિજળીની સ્થિતિ ફરીથી ચાલુ કરવા માટે કમસે કમ 1 દિવસનો સમય લાગશે.

ઉત્તર પ્રદેશ-રાજસ્થાનમાં પણ થશે તૌકતે વાવાઝોડાની અસરઉત્તર પ્રદેશ-રાજસ્થાનમાં પણ થશે તૌકતે વાવાઝોડાની અસર

ભારે વરસાદની સંભાવના

ભારે વરસાદની સંભાવના

સ્કાઈમેટ હવામાન એજન્સીના જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાકમાં ભારતના મધ્ય અને પૂર્વોત્તર વિસ્તારોમાં જોરદાર વરસાદ થયો. એજન્સીના જણાવ્યા અનુસાર આંધ્ર પ્રદેશના કાંઠાના વિસ્તારો, મધ્ય પ્રદેશ, મધ્ય મહારાષ્ટ્ર, સિક્કિમમાં તેજ વરસાદ નોંધવામાં આવ્યો. વળી, જમ્મુ કાશ્મીર, મુઝફ્ફરાબાદ, તમિલનાડુ,તેલંગાના, રાજસ્થાનના દક્ષિણ પૂર્વના અમુક ભાગો અને કર્ણાટકના આંતરિક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ થયો. મંગળવારે ગુજરાત અને ઉત્તરી મહારાષ્ટ્રના તટ પર ઘણી જગ્યાઓ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

English summary
Tauktae cyclone: Landfall completed late night in Saurashtra, cyclone weakened after reaching Gujarat.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X