• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Tauktae Cyclon: વાવાઝોડાં પહેલાં સમુદ્ર કાંઠે ભારે વરસાદ, જન-જીવન અસ્ત-વ્યસ્ત

|

અરબી સમુદ્રમાં શરૂ થયેલ ચક્રવાતી તોફાન તૌકતેની અસર ગુજરાતના સમુદ્રકાંઠાના વિસ્તારો પર પડી રહી છે. વાવાઝોડા પહેલાં કેટલાય જિલ્લામાં વરસાદ થયો, જેને પગલે જન-જીવન અસ્ત-વ્યસ્ત થઈ ગયું છે. રવિવારે બપોરે 3.30 વાગ્યે અચાનક વાતાવરણે પલટો લીધો અને તેજ પવન સાથે વરસાદ થવા લાગ્યો. આંધીથી સેંકડો ઝાડ પડી ગયા. લગભગ 4 વાગ્યે વરસાદે તટીય વિસ્તારમાં એન્ટ્રી મારી.

તૌકતેની અસર

તૌકતેની અસર

દક્ષિણ ગુજરાતના સુરત જિલ્લામાં રાંદેર, ચૌક બજાર, નવજીવન સર્કલ, અડાજણ, કાપોદ્રા સહિત કેટલાય ક્ષેત્રોમાં ઢગલાબંધ ઝાડ ધરાશાયી થઈ ગયાં. વાતાવરણ બગડતું જોઈ ડૂમસ બીચ પર મનપા અને પોલીસની ટીમ તહેનાત કરી દેવામાં આવી. વાલક પાટિયા પાસે કોરોના ટેસ્ટિંગનો પંડાલ પડી ગયો. સુરતના કલેક્ટરે ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને તાલુકાના તમામ અધિકારીઓને અલર્ટ રહેવા કહ્યું છે. પ્રશાસન તરફથી જણાવવામાં આવ્યું છે ઝીંગા તળાવો પર કામ કરતા મજૂરો સહિત 400 લોકોને મહાનગર પાલિકાના સેન્ટરમાં રાખવામાં આવ્યા છે. ડૂમસમાં 50 પોલીસકર્મીઓ તહેનાત છે. હજીરામાં એનડીઆરએફની બે ટીમ લગાવવામાં આવી છે.

સુરત મહાનગરપાલિકાએ વ્યવસ્થા કરી

સુરત મહાનગરપાલિકાએ વ્યવસ્થા કરી

સુરત મહાનગર પાલિકાના વિસ્થાપિત કરવામાં આવી રહેલ લોકો માટે 39 ઈમારતોમાં રહેવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે, કેવાઈ રહ્યું છે કે તોફાન સમયે કોઈ પાસે રહેવાની જગ્યા નહિ હોય તો તેમને અહીં રાખવામાં આવશે. જે ગામમાં વાવાઝોડાથી તબાહીની આશંકા છે, ત્યાં કેટલીક બસ મોકલી આપવામાં આવી છે. ઈમરજન્સીમાં લોકોને બસમાં બેસાડી શિફ્ટ કરી શકાશે.

50 પોલીસકર્મી તહેનાત

50 પોલીસકર્મી તહેનાત

ડુમસ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સપેક્ટર અંકિત સૌમૈયાએ કહ્યું કે વિસ્તારમાં 50 પોલીસકર્મીઓ તહેનાત કરવામાં આવ્યા છે. સાથે જ બાહરી લોકોને ગામ આવવાની મંજૂરી નથી. સુરત એરપોર્ટને 24 કલાક સ્ટેન્ડબાય પર રાખવામાં આવ્યો છે.

વાપીમાં પણ વાવાઝોડાની અસર

વાપીમાં પણ વાવાઝોડાની અસર

બીજી તરફ વાપીમાં પણ વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. ત્યાં રવિવારે તોફાની વરસાદ થયો. વાંસદા તાલુકાના કેટલાક ગામોમાં નુકસાન થયું. તાલુકાના કણધા ગામમાં એકલવ્ય કુમાર છાત્રાલયના 150 પતરાં ઉડી ગયાં. આ ઉપરાંત બારી ફળિયા સ્થિત 3 નંબર આંગણવાડીના પતરાં પણ ઉડી ગયાં.

વાવાઝોડા 'તૌકતે'ની અસર, અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં પણ પવન સાથે વરસાદવાવાઝોડા 'તૌકતે'ની અસર, અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં પણ પવન સાથે વરસાદ

બારડોલીમાં કેટલીક જગ્યાએ તેજ હવાઓને કારણે વીજળીના થાંભલા અને ઝાડ પડી ગયાં. આનાથી વધુ ગામમાં વિદ્યૂત આપૂર્તિ ઠપ થઈ ગઈ છે.

English summary
Tauktae Cyclon: rains along the coastal area before cyclone
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X