આતંકી યાસીન ભટકલ અને અસદુલ્લા હદડીને અમદાવાદ પહોંચ્યા
શુક્રવારે, એક વિશેષ વિમાન દ્વારા દિલ્હીથી વર્ષ 2008માં અમદાવાદમાં થયેલ સિરિયલ બ્લાસ્ટના આરોપી યાસીન ભટકલ અને અસદુલ્લા હદડીને અમદાવાદ લાવવામાં આવ્યા હતા. સુરક્ષાના કારણે આ સમગ્ર કાર્યક્રમ અંગે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ખૂબજ સતર્કતા રાખવામાં આવી હતી. નોંધનીય છે કે યાસીન ભટકલ ઇન્ડિયન મુજાહિદ્દીનનો મુખ્ય સૂત્રધાર હતો. જેની NIA દ્વારા નેપાળ સરહદે થી ધરપકડ થઇ હતી. સુરક્ષાના કારણોસર બંન્ને આતંકીઓને દિલ્હીથી વિશેષ વિમાનમાં અમદાવાદ ખાતે લાવવામાં આવ્યા હતા.
નોંધનીય છે કે આ બન્નેને કબ્જો લાંબી કાનૂની પ્રક્રીયાના અંતે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને મળ્યો છે. 2008 ના સિરિયલ બ્લાસ્ટ કેસમાં આ બંન્નેની ધરપકડ થઇ હતી. વર્ષ 2008માં અમદાવાદમાં થયેલ સિરિયલ બ્લાસ્ટના આરોપી અસદ ઉલ્લાહ અકત્તર ઉર્ફે હડ્ડી અને વસીમ ઉર્ફે યાસીન ભટકલની અમદાવાદ ક્રાઇમ બ્રાંચે દ્વારા હૈદરાબાદના NIA પાસેથી ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે માનવામાં આવી રહ્યું છે કે આ લોકોની પુછપરછથી આ કેસના અનેક રાજ બહાર આવશે. ત્યારે હાલ તો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ ખાતે આ બન્નેના આગમન પહેલા લોખંડી સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.