આતંકી અબ્દુલ વહાબ શેખની અમદાવાદ એરપોર્ટથી કરાઈ ઘરપકડ
અબ્દુલ વહાબ શેખને અમદાવાદ એયરપોર્ટ પરથી ઝડપી લેવાયો છે. વહાબ શેખને ક્રાઈમ બ્રાન્ચ અને એટીએસે મળી પકડ્યો છે. ગુપ્તચર એજન્સીઓના જણાવ્યા અનુસાર ગોધરાની ઘટના બાદ વહાબ શેખ 'સોફ્ટ-ટાર્ગેટ' યુવાનોને આતંકનો પાઠ ભણાવનારાઓમાં શામેલ હતો. તેણે અનેક આતંકી સંગઠનોની આર્થિક મદદ કરી છે. સાથે તે કેટલાક સ્લીપર સેલ સાથે પણ સંકળાયેલ હતો. 2002 ગોધરા રમખાણ થયા હતા, ત્યારે ઘણા લોકોને જેહાદના નામે પાકિસ્તાન દ્વારા ચલાવવામાં આવતા આતંકી કેમ્પોમાં મોકલવામાં આવ્યા હતા. તેમનો હેતુ ભારતમાં સક્રિય સ્લીપર સેલની મદદ કરવાનો હતો.

આતંકવાદી યુસુફ અબ્દુલ વહાબ શેખની અમદાવાદ એરપોર્ટથી કરાઈ ધરપકડ
સૂત્રોના જણાવ્યા મુજબ, ગુપ્તચર એજન્સીઓના ઇનપુટને આધારે વર્ષ 2003 માં વહાબ શેખ સહિત 82 લોકો વિરુદ્ધ ગુના નોંધાયા હતા. જેમાંથી 12 આરોપીઓની હજુ ધરપકડ કરાઈ નથી. ઘણા આતંકીઓ વિદેશ ભાગી ગયા હતા. જ્યારે વહાબ શેખ પણ અમદાવાદ એરપોર્ટથી ક્યાંક ભાગવાની તૈયારીમાં હતો.

જૈશ અને લશ્કરની મદદ કરતો હતો
વહાબ શેખનું નામ હિન્દુ નેતાઓની હત્યાનું કાવતરું ઘડવા ઉપરાંત હરેન પંડ્યા, જયદીપ પટેલ પરના હુમલાઓમાં પણ આવ્યું હતુ. જાણવા મળ્યું કે વહાબ પાકિસ્તાની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ, આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદની મદદ કરી રહ્યો હતો. 26 ફેબ્રુઆરીએ, ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનની અંદર એયરસ્ટ્રાઈક કરીને જૈશ-એ-મોહમ્મદના સૌથી મોટા ઠેકાણાને નષ્ટ કરી દીધું હતું. આ હવાઇ હુમલામાં 250 જેટલા આતંકવાદીઓ માર્યા ગયા હતા.

ગુજરાત માર્ગે દક્ષિણના રાજ્યોમાં હુમલાની તૈયારી
આ પહેલા એજન્સીઓએ 30 ઓગસ્ટે પણ પાકિસ્તાનના આતંકવાદીઓ અને કમાંડોના ગુજરાત દરિયાઈ માર્ગે ઘુસણખોરીને લઈ એલર્ટ જાહેર કર્યુ હતુ. જેને કારણે ગુરુવારે કચ્છ જિલ્લાના કંડલા અને અદાણી સમૂહના મુન્દ્રા પોર્ટ પર સુરક્ષા વ્યવસ્થા વધારી દેવાઈ હતી. ઈન્ડિયન કોસ્ટગાર્ડને પણ ઈનપુટ મળ્યા છે કે પાકિસ્તાન ઓપરેટિવ દેશમાં આતંકવાદીઓ હુમલાને અંજામ આપી શકે છે. તમને જણાવી દઈએ કે ગુજરાત પાસે સરક્રીક વિસ્તારમાં એસએસજી કમાંડો તૈનાત કરાયા છે. એસએસજી કમાંડોની આ તૈનાતી કાશ્મીરમાં અનુચ્છેદ 370 હટાવ્યા બાદ કરાઈ છે.

56 નિર્જન ટાપુથી ઘુસણખોરીની શક્યતા
રાજ્યની દરિયાઈ સીમાના 56 નિર્જન ટાપુઓ પર પણ ભારતીય સુરક્ષાદળો દ્વારા સખત પેટ્રોલિંગ કરાઈ રહ્યુ છે. આ એ ટાપુ છે, જે આંતકવાદીઓના ઘુસણખોરી માટે સોફ્ટ ટાર્ગેટ છે. આ પહેલા પણ આ ટાપુઓનો દુરુપયોગ ગુના માટે કરાઈ ચૂક્યો છે. જેથી દરિયાના આ સુનસાન ટાપુઓ પર ડ્રોન દ્વારા નજર રખાઈ રહી છે. આમાંના ઘણાય ટાપુઓ પાણીમાં ડૂબેલા છે, ત્યાં પણ સિક્ટોરીટી ફોર્સ પેટ્રોલિંગ કરી રહી છે.

આ ટાપુઓથી પહેલા પણ થઈ છે ઘુષણખોરી
ગુજરાતનો દરિયાઈ તટ 16,000 કી.મી લાંબો છે. તેના કિનારામાં 56 નિર્જન ટાપુઓ છે. કહેવાય છે કે મુંબઈમાં 1993માં થયેલા સિરિયલ બ્લાસ્ટમાં જે હથિયારનો ઉપયોગ કરાયો હતો. તે અહીંથી જ લવાયા હતા. આંતકવાદીઓએ પોરબંદરની પાસે ગોસાબારામાં હથિયાર ઉતાર્યા હતા. ત્યારથી આ ટાપુ સુરક્ષા એજન્સીઓની ચિંતાનું કારણ બન્યા છે. પાકિસ્તાન મરીન સિક્યોરીટી સતત ઘુસણખોરીના પ્રયત્નો કરતી રહી છે.

ધુસણખોરી માટે પાકે 100 કમાન્ડો મોકલ્યા
પાછલા દિવસો દરમિયાન પાકિસ્તાની સેનાએ સરક્રીક વિસ્તારમાં એસએસજી કમાન્ડો તૈનાત કર્યા છે. આ કમાંડોની સંખ્યા 100 જાણવા મળી છે. એવું મનાય છે કે આ કમાંડો ભારત વિરુદ્ધ રચાઈ રહેલા ષડયંત્રમાં આતંકીઓને મદદ કરી શકે છે.

મુન્દ્રા પોર્ટ પર સખત બંદોબસ્ત
ઓગસ્ટમાં એજન્સીઓએ પાકના આતંકવાદીઓ અને કમાંડો બંને માટે એલર્ટ જાહેર કર્યુ હતુ. એલર્ટ જારી કર્યા બાદ કચ્છ જિલ્લાના કંડલા અને અદાણી સમુહના મુન્દ્રા એયરપોર્ટ પર કડક બંધોબસ્ત રખાયો છે. રાજ્યની પોલીસ મહાનિર્દેશક(બોર્ડર રેંજ) બી વાધેલાનું કહેવું છે કે ગુપ્તચર એજન્સીઓથી તેમને પણ આતંકવાદીઓ વિશેના ઈનપુટ મળ્યા છે. જેને જોતા કચ્છ જિલ્લામાં સુરક્ષા વધારી દેવાઈ છે.

પાકિસ્તાનનું કાવતરુ
ઈન્ટેલીજન્સ ઈનપુટમાં આશંકા વ્યકત્ કરાઈ છે કે પાકિસ્તાન પ્રશિક્ષિત એસએસજી કમાંડો કે આતંવાદીઓની નાનકડી નૌકાનો ઉપયોગ કરી કચ્છની ખાડી અને સરક્રીક ક્ષેત્રમાં ધુસવાની તૈયારી કરી રહ્યું છે. પાછલા દિવસો દરમિયાન ભારતીય નૌકાદળના અધ્યક્ષે પણ કહ્યુ હતુ કે પાકની આતંકી ટીમ આ વખતે દરિયાઈ માર્ગથી હુમલો કરશે. પાણીની અંદરથી હુમલાને અંજામ આપવા માટે આ દુશ્મનો ઘણા સમયથી કામ કરી રહ્યા છે.

કચ્છમાં 'ક્રીક ક્રોકોડાઈલ' કમાંડો કરી રહ્યા છે સુરક્ષા
બીએએફએ કચ્છના સરક્રીક ક્ષેત્રમાં હવે નવા કમાડોની તૈનાતી કરી છે. આ કમાંડો છે 'ક્રીક ક્રોકોડાઈલ કમાંડો'. આ કમાંડોની ટીમ કચ્છમાં હરામી નાળાના 22 કીલોમીટર ખંડ પાસે તૈનાત કરાઈ છે. આ કમાંડો પાણી અને જમીન બંને જગ્યાએ લડાઈ માટે સારી રીતે પ્રશિક્ષિત હોય છે અને સીમાની પેલે પારથી થનાર કોઈપણ હુમલાને રોકવા માટે સક્ષમ હોય છે. બીએસએફના એક સિનિયર ઓફિસરે જણાવ્યા પ્રમાણે પાકિસ્તાની બોટ્સ જોવા મળી છે. જેથી એટીવીને સીમાના ક્ષેત્રોમાં સીમા ચોકીઓ પર તૈનાત કરાઈ છે.

ગુજરાત પોલીસ પણ કરી રહી છે 24 કલાક પેટ્રોલિંગ
ગુજરાત પોલીસે પણ દરિયાઈ તટો પર પોતાની ક્ષમતાને વધારી છે અને દરિયાઈ પોલીસે 24 કલાક પેટ્રોલિંગ શરુ કરી દીધુ છે. એટીએસના અધિકારી જેમને હાલમાં જ તટની સુરક્ષાની જવાબદારી સોંપાઈ છે તેમનું કહેવું છે કે અમે સતર્ક છીએ. એ વાત સાચી છે કે પાકિસ્તાન હુમલો કરવાની તૈયારીમાં છે. તે સીધો હુમલો ન કરી શકવાને કારણે આંતકનો આશરો લે છે.
ગુજરાત દેશનું ત્રીજું સૌથી ભ્રષ્ટ રાજ્ય, 5 વર્ષમાં 40,000 થી વધુ ફરિયાદો