For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ટેસ્ટ ટ્યુબ બેબી: સંતાનસુખ આપવાના નામે લક્ષ્મીકૃપા મેળવે છે ડૉક્ટર્સ?

|
Google Oneindia Gujarati News

અમદાવાદ, 28 જૂન : ઘણા લોકોના જીવનમાં શેર માટીની ખોટ હોય છે અને તેમના માટે અનેક દરવાજા બંધ થયા હોય છે આવા સમયે વિજ્ઞાનની શોધ આશીર્વાદરૂપ બને છે અને તેમના ઘરે પારણું બંધાય છે. ટેસ્ટ ટ્યુબ બેબી પધ્ધતિથી આજે પહેલાના સમયમાં મળતી 10થી 12 ટકાની સફળતા સામે આજે સપળતાનો આંક 50 ટકા થયો છે. આ પદ્ધતિથી હવે વધુને વધુ નિઃસંતાન દંપતિઓ માતા-પિતા બનવાનો આનંદ લઈ રહ્યા છે.

નિઃસંતાન દંપતિઓનો આ પદ્ધતિમાં મજબૂત બનેલો વિશ્વાસ જોઇને હવે ડૉક્ટર્સ દ્વારા તેનો પૂરેપૂરો લાભ લેવાનું વલણ શરૂ થઇ ગયું છે. ગુજરાતના અનેક ગાયનેકોલોજીસ્ટમાં ટેસ્ટ ટ્યુબ બેબી એટલે કે ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન ટેકનીકની મદદથી વંધવ્ય નિવારણમાં ડોક્ટર્સને હવે લક્ષ્મીજીની કૃપાના દર્શન થઇ રહ્યા છે. જેના કારણે ડોક્ટર્સ સંતાનસુખ આપવાના નામે નિ:સંતાન દંપતિ સાથે છેતરામણી આચરવાનું શરૂ કર્યું છે.

આ છેતરામણી સીધે સીધી રીતે જોઇ શકાતી નથી. પરંતું આડતકરી રીતે ડોક્ટર્સ તેનો લાભ મેળવી રહ્યા છે. વર્તમાન સમયમાં જે સામાજિક સ્થિતિ છે તે અનુસાર સામાન્ય રીતે લગ્નના બે કે ત્રણ વર્ષમાં જો દંપત્તિને સંતાન થાય નહીં તો સમગ્ર પરિવાર ચિંતા કરવા લાગે છે. સંતાનસુખની ઝંખના દંપત્તિને વધારે રાહ જોવા કે અન્ય આયુર્વેદિક ઉપાયો અપનાવવાને બદલે સીધા ગાયનેક ડોક્ટર્સનો સંપર્ક સાધવાની પ્રેરણા આપે છે.

આ ક્ષેત્રમાં તમામ ડોક્ટર્સ ખોટી રીતે સલાહ આપે છે તેવું પણ નથી. જો કે હવે નાની વયનું નિ:સંતાન દંપત્તિ હોય તો પણ તેમના મેડિકલ ટેસ્ટ કરાવીને દવાથી સારવારમાં થોડો સમય પસાર કર્યા બાદ ડોક્ટર્સ સીધા ટેસ્ટ ટ્યુબ પદ્ધતિની મદદથી બાળક કરવાનું સૂચન કરે છે. આ રીતે ડોક્ટર્સ છેતરપિંડી આચરતા થયા છે.

ગુજરાતમાં અમદાવાદ - વડોદરા મોટા સેન્ટર્સ

ટેસ્ટ ટ્યુબ બેબી માટે ગુજરાતમાં અમદાવાદ અને વડોદરા મોટા સેન્ટર્સ ગણવામાં આવે છે. જો કે નાના શહેરોમાં પણ જાણીતા ડોક્ટર્સે પોતાની શાખાઓ શરૂ કરી આ નફાકારક બિઝનેસને વધારવાના પૂરા પ્રયત્નો શરૂ કર્યા છે.

કેવી સ્થિતિમાં અપાય છે ટેસ્ટ ટ્યુબ બેબનીની સલાહ

બાળક નહીં થવાના અનેક કારણ હોય છે. પણ જે સામાન્ય અને મહત્તમ કારણ જોવા મળ્યા છે તેમાં અંડાશયનો રસ્તો બંધ હોવો, ઉંમર વધી જવી, પુરુષોના સ્પર્મ ઓછા હોવા વગેરે કારણોથી ટેસ્ટ ટ્યુબ બેબી પદ્ધતિનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવે છે.

ડોક્ટર્સને કેવી રીતે મળે છે લક્ષ્મીકૃપા?

ટેસ્ટ ટ્યુબ બેબી એટલે કે આઇવીએફ પદ્ધતિથી સંતાન કરવા માટે આ ક્ષેત્રની કંપનીઓ ગાયનેક ડોક્ટર્સને વિવિધ પ્રકારની યોજનાઓ આપે છે. જેમ કે આઇવીએફ માટે દંપત્તિને રાજી કરવા બદલ દંપત્તિ દીઠ રૂપિયા 10,000થી 15,000 ડોક્ટર્સને આપવામાં આવે છે. ત્યાર બાદ ડોક્ટરને સીઝરથી ઓપરેશન કરવાના પણ રૂપિયા મળે છે. આમ ડોક્ટર્સ મહત્તમ નફો મળે એ રીતે દર્દીઓને સમજાવવા લાગ્યા છે.

આઇવીએફનો ખર્ચો કેટલો?

આઇવીએફનો ખર્ચો કેટલો?

ગુજરાતમાં આઇવીએફ પદ્ધતિથી સંતાન કરવાનો ખર્ચ શહેર પ્રમાણે જુદો જુદો છે. અમદાવાજ જેવા મોટા શહેરમાં ડોક્ટર દોઢથી બે લાખ રૂપિયા લેતા હોય છે. જ્યારે રાજકોટ, સુરત જેવા શહેરમાં 75000થી એક લાખ રૂપિયા સુધીનો ખર્ચો આવતો હોય છે.

ભારતની પ્રથમ ટેસ્ટ ટ્યુબ બેબી 27 વર્ષની થઇ

ભારતની પ્રથમ ટેસ્ટ ટ્યુબ બેબી હર્ષા ચાવડા છે. હર્ષાનો જન્મ ડો. ઈંદીરા હિંદુજાના અથાગ પ્રયાસો અને વૈજ્ઞાનિક ક્રાંતિની ફલશ્રુતિ રુપે મુંબઇની સરકાર સંચાલિત કે.ઈ.એમ. હોસ્પિટલ 6 ઓગષ્ટ 1986 ના રોજ થયો હતો. આમ તે આજે હર્ષા 27 વર્ષની થઇ છે.

English summary
Test Tube Baby: deceptive practice by doctors to cure infertility?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X