• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

રાજ્યમાં ઉભાં થતાં આંદોલનો વાસ્તવિક વ્યથા કે રાજકીય સ્ટંટ?

|
Google Oneindia Gujarati News

સામાન્ય રીતે સુવ્યવસ્થિત ચાલતાં વ્યવસ્થા તંત્રમાં ક્યાંકને ક્યાંક નારાજગી ઉભી કરવા કે તેમની કોઇ વાસ્તવિક કે અયોગ્ય માંગણીઓ પુરી કરવાના બહાને જુદા જુદા રાજકીય કે બિન રાજકીય સંગઠનો મેદાનમાં ઉતરી આવે છે. ખાસ કરીને જ્યારે, ચૂંટણી નજીક આવતી હોય છે ત્યારે, આવાં અસંખ્ય સંગઠનો માર્કેટમાં ઉતરી આવી સંસ્થાકીય કે વ્યક્તિગત લાભ મેળવવાનો પ્રયાસ કરતાં હોય છે.


આગામી સમયમાં ચૂંટણી યોજાનાર છે ત્યારે, મતદારોમાં પોતાની સક્રિયતા દર્શાવવા અને પોતાના સમર્થકોનું ટોળું વધારવા માટે રાજકીય નેતાઓ વિવિધ સંગઠનો મારફતે અને પોતાના વ્યક્તિગત જોરે મોટા મોટા ટોળાં એકત્ર કરવા લાગતાં હોય છે.

તાજેતરમાં કોંગ્રેસના નેતા અને અપક્ષ ધારાસભ્ય જિગ્નેશ મેવાણી દ્વારા બનાસકાંઠા જિલ્લામાં મોટી સંખ્યામાં જનમેદની એકઠી કરી લોકોને આંદોલનના માર્ગે તૈયાર કરવામાં આવી રહ્યા છે. પોતાના સમર્થકો મારફતે મોટી સંખ્યામાં જુદા જુદા વિસ્તારમાંથી ભીડ એકઠી કરવામાં આવી રહી છે. ત્યારે, સવાલ થાય કે, પોતાના રાજકીય સ્વાર્થ માટે માંડ આજીવિકા રળતી સામાન્ય જનતાને વારંવાર એકઠી કરી કરી તેમના સમયનો વ્યય કરાવવો કેટલો ઉચીત ગણાય..!! બનાસકાંઠાના છેવાડાના વાવમાં જનમેદની એકત્ર કરવાથી કયા ખોટા કેસ પાછા ખેંચાશે?

કોંગ્રેસ પાર્ટીના નેતા તરીકે જિગ્નેશ મેવાણી પ્રદેશના અન્ય નેતાઓ કરતાં વધુ લોકપ્રિયતા ધરાવે છે. પોતાનો વિશાળ ચાહક વર્ગ ધરાવે છે. પરંતું, આ અનુયાયીઓને ક્યારેક સંવિધાન બચાવો તો ક્યારેક ખોટા કેસો પાછા ખેંચવાના મુદ્દાઓ પર ભેગા કરવાના કારણે સેંકડો અનુયાયીઓના સમય અને નાણાંનો વ્યય થતો હોય છે.

ખરેખર, વિવિધ સંગઠનો દ્વારા આ રીતે કરવામાં આવતી વિવિધ માંગણીઓના ઉકેલ માટે કે તેના હકારાત્મક નિકાલ માટે રાજકીય સ્ટંટથી દુર થઇ પોતાની માંગણીઓ રજુ કરવામાં આવે અથવા કાનુની કે વાસ્તવિક પદ્ધતિ અનુસરવામાં આવે એજ આવશ્યક છે.

English summary
The real grief or political stunt of the agitation in the state !!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X