For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મુખ્યમંત્રીએ ધી ડ્રોન પ્રમોશન એન્ડ યુસેઝ પોલિસીની જાહેર કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ટેક્નોલોજીના આ દશક ટેકેડમાં ટેક્નોલોજીકલ પ્રગતિનો મહત્તમ લાભ સામાન્ય માનવી સુધી પહોચાડવાનો ઇઝ ઓફ લિવિંગ અભિગમ ગુજરાત સરકાર દ્વારા અપનાવવામાં આવ્યો છે.

|
Google Oneindia Gujarati News

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ટેક્નોલોજીના આ દશક ટેકેડમાં ટેક્નોલોજીકલ પ્રગતિનો મહત્તમ લાભ સામાન્ય માનવી સુધી પહોચાડવાનો ઇઝ ઓફ લિવિંગ અભિગમ ગુજરાત સરકાર દ્વારા અપનાવવામાં આવ્યો છે.

drone

ડ્રોન પ્રમોશન એન્ડ યુસેઝ પોલીસીના મુખ્ય હેતુઓ અને ઉદેશ્યો -

  • પોલિસી પાંચ વર્ષ માટે અમલી રહેશે
  • ડ્રોન સેવા ઇકો સિસ્ટમમાં 25 હજાર જેટલી પ્રત્યક્ષ-પરોક્ષ રોજગારી સર્જનની નેમ
  • રાજ્ય સરકારના વિભાગો કોમર્શિયલ ડ્રોનના ઉપયોગને પ્રોત્સાહિત કરવા કેટેલીસ્ટની ભૂમિકામાં
  • ડ્રોનના વ્યાપક ઉપયોગ માટે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ-ઇનોવેશન-મેન્યૂફેકચરીંગ-ટેસ્ટિંગ-ટ્રેનિંગ જેવા ક્ષેત્રોમાં ખાનગી અને જાહેર રોકાણોને પ્રોત્સાહિત કરાશે
  • ડ્રોન ઉત્પાદકો-વપરાશકર્તાઓ-પાયલટ સહ પાયલટે ડિઝિટલ સ્કાય પ્લેટફોર્મ પર નોંધણી કરાવી UIN મેળવવો પડશે
  • DGCA દ્વારા ડ્રોન એર સ્પેસ મેપમાં જાહેર કરાયેલા સીમાંકન ક્ષેત્રનું પાલન કરવાનું રહેશે
  • ડ્રોન ટેક્નોલોજી ક્ષેત્રે લાયકાત ધરાવતા માનવ બળની ઉપલબ્ધિ માટે ડ્રોન ઇન્ફ્રાસ્ટ્રકચર ટ્રેનિંગને પ્રોત્સાહન અપાશે
  • ઇનોવેશન માટે યંગ ટેલેન્ટને પ્રોત્સાહન આપવામાં આવશે
  • ડ્રોન ટ્રાફિક નિયમન-અકસ્માતોની ઘટના-ઉલ્લંઘન-ગૂનાહિત પ્રવૃત્તિ માટે ડ્રોનના ઉપયોગના કેસોની તપાસ ગુજરાત પોલીસ કરશે
  • રાજ્ય સરકારના વિવિધ વિભાગો ૬ મહિનામાં તેમના સંબંધિત કાર્યક્ષેત્રોમાં ડ્રોનના ઉપયોગને પ્રોત્સાહન આપવાના આયોજનો કાર્યક્રમો નિર્ધારિત કરશે
  • પોલીસીના અમલીકરણ માટે ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવની અધ્યક્ષતામાં 8 વરિષ્ઠ સચિવોની એમ્પાવર્ડ કમિટીની રચના કરવામાં આવી છે.
  • ગુજરાતે અદ્યતન ટેક્નોલોજીના ઉપયોગથી સરકારી સેવાઓ સહિતની વિવિધ જાહેર સેવાઓ વધુ અસરકારક, લોકભોગ્ય અને કાર્યક્ષમ તથા ઝડપી બનાવવાની દિશામાં એક નવતર કદમ ભર્યુ છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ હેતુસર ગુજરાતની મહત્વાકાંક્ષી 'ધી ડ્રોન પ્રમોશન એન્ડ યુસેઝ' પોલિસી જાહેર કરી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં ટેક્નોલોજીના આ દશક ટેકેડમાં ટેક્નોલોજીકલ પ્રગતિનો મહત્તમ લાભ લોકોને પહોંચાડી ઇઝ ઓફ લિવિંગ સરળ બનાવવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે.

રાજ્ય સરકારે આવી સેવાઓ વધુ લોકભોગ્ય બનાવવા સાથે ડ્રોન ઇકો સિસ્ટમના માધ્યમથી રોજગાર નિર્માણની નવિન તકોના સર્જનનો અભિગમ પણ આ ધી ડ્રોન પ્રમોશન એન્ડ યુસેઝ પોલિસી જાહેર કરવામાં રાખ્યો છે. ગુજરાતમાં પોલીસ દળ પાસે ડ્રોનનો કાફલો હાલ કાર્યરત છે અને તેનો ઉપયોગ કાયદાના અમલીકરણ માટે કરવામાં આવે છે.

તાજેતરની રથયાત્રા દરમિયાન ડ્રોનનો વ્યાપક ઉપયોગ કરવામાં આવ્યો હતો. એટલું જ નહીં, ગેરકાયદે ખનન પ્રવૃત્તિ પર નિયંત્રણ રાખવા ઉદ્યોગ ખાણ વિભાગે ત્રિનેત્ર ડ્રોન પણ લોંચ કરેલા છે.

ડ્રોનની વૈશ્વિક પહોચની વિપૂલ સંભાવનાઓ અને સ્કેલને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે ડ્રોનના પ્રમોશન અને ઉપયોગ માટેની આ નીતિ જાહેર કરી છે.

મુખ્યમંત્રીએ આ પોલિસીનું લોન્ચિંગ કર્યું તે અવસરે મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન,મુખ્ય સચિવ પંકજ કુમાર, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ રાજકુમાર તેમજ પોલીસ મહાનિદેશકશ્રી આશિષ ભાટિયા પણ ઉપસ્થિત રહ્યા હતા.

મુખ્યમંત્રીએ જાહેર કરેલી નીતિની વિશેષતાઓ -

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાહેર કરેલી આ નીતિની સમયાવધિ - પાંચ વર્ષની રાખવામાં આવી છે.

આ ડ્રોન પ્રમોશન એન્ડ યુસેઝ પોલિસીમાં જે ધ્યેય રાખવામાં આવેલા છે.

રાજ્યમાં કાર્યક્ષમતા વધારવા તેમજ સેવાઓની ડીલીવરી માટે ડ્રોનના ઉપયોગને પ્રોત્સાહન આપી મેન્યૂફેક્ચરિંગ અને ઇનોવેશન સહિતની વાયબ્રન્ટ ડ્રોન ઇકો સિસ્ટમનું નિર્માણ કરવું.

ડ્રોન સેવા ઇકો સિસ્ટમમાં રોજગારીની તકો વધારીને 25 હજાર જેટલી પ્રત્યક્ષ, પરોક્ષ રોજગારીનું સર્જન કરવું.

ઇનોવેશન માટે યંગ ટેલેન્ટને પ્રોત્સાહન કરવા મુખ્યમંત્રીએ યુવા પ્રતિભાઓ ડ્રોન ટેક્નોલોજી ક્ષેત્રે પોતાનું કૌશલ્ય અને સામર્થ્ય દર્શાવી શકે તે માટે ઇનોવેશન્સ માટે યંગ ટેલેન્ટને જોડવાનો અભિગમ પણ દાખવ્યો છે.

આ હેતુસર પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ પર કામ કરવા માટે સરકારના વિવિધ વિભાગો, પ્રતિષ્ઠિત સંસ્થાનો અને ઉદ્યોગ કમિશનર કચેરીના સ્ટાર્ટઅપ ગુજરાત સેલ સાથે સહભાગીતાથી હેકાથોન અને ગ્રાન્ડ ચેલેન્જના આયોજનને પ્રોત્સાહન અપાશે.

આવા આયોજનના વિજેતા સોલ્યુશન્સને પુરસ્કારો અપાશે અથવા સંબંધિત વિભાગો સાથે પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવાની તક આપવામાં આવશે.

રાજ્ય સરકારના સંબંધિત વિભાગો પ્રોકયોરમેન્ટ પોલિસી અનુસાર સ્ટાર્ટઅપ, મેઇક ઇન ઇન્ડિયા કંપનીઓ, માઇક્રો એન્ડ સ્મોલ એન્ટરપ્રાઇઝિઝને તેમની સેવાઓ અને ઉત્પાદનો પ્રદર્શિત કરવાની તકોને પ્રાધાન્ય આપશે.

રાજ્ય સરકારે જાહેર કરેલી આ ધી ડ્રોન પ્રમોશન એન્ડ યુસેઝ પોલિસી અંતર્ગત વિવિધ વિભાગો, પબ્લિક સેક્ટર અંડર ટેકિંગ અને બોર્ડ, સંસ્થાઓ 6 મહિનામાં તેમના સંબંધિત કાર્યક્ષેત્રમાં ડ્રોનના ઉપયોગને પ્રોત્સાહન આપવા યોજનાઓ અને કાર્યક્રમો નિર્ધારિત કરશે.

જે વિભાગો ડ્રોનનો પોતાના કાર્યક્ષેત્રમાં ઉપયોગ કરવાના છે તે આ મુજબ છે -

ગૃહ વિભાગ - ભીડ સંચાલન, વાઇટલ ઇન્સ્ટોલેશન સિક્યોરિટી, વીવીઆઇપી સુરક્ષા, બોર્ડર અને તટીય સુરક્ષા, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, મોટા કાર્યક્રમો અને શોભાયાત્રાની સુરક્ષા, સર્ચ ઓપરેશન, ટ્રાફિક મેનેજમેન્ટ

કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ - જંતુનાશક દવાઓનો છંટકાવ, ખાતરનો ઉપયોગ, બીજ વાવણી, માટીની ગુણવત્તાની દેખરેખ, Survey of Soil Erosion

ભૂસ્તરશાસ્ત્ર અને ખાણકામ કમિશનર, ઉદ્યોગ અને ખાણ વિભાગ - ભૂસ્તરશાસ્ત્ર અને ખાણકામ માટે ખાણકામ વિસ્તારોની દેખરેખ, ગેરકાયદેસર ખાણકામ અટકાવવા, ખનીજ લીઝ અને બ્લોક્સનું સર્વેક્ષણ.

ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ - તેલ અને કુદરતી ગેસની પાઇપલાઇનની દેખરેખ, પાવરલાઇનની દેખરેખ, ઓનશોર અને ઓફશોર એસેટને સુરક્ષિત કરવા

શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ - પાયલટ અને યુઝરની તાલીમ.

સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ - તબીબી સપ્લાય અને લોહીની ડિલીવરી

ગુજરાત રાજય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ - બચાવ અને રાહતકાર્ય

શહેરી વિકાસ વિભાગ - શહેરી જમીનના ઉપયોગનું પ્લાનિંગ, સ્વચ્છતા સર્વેક્ષણ

સિંચાઈ વિભાગ - જળાશયો અને સિંચાઈ નહેરોની દેખરેખ

વન વિભાગ - સિંહ ગણતરી, વન્યસંપદાનું ટ્રેકિંગ, મેપિંગ અને મોનિટરીંગ, ઇકોલોજીકલ ઓડિટ, શિકારને અટકાવવા

ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ - ઉત્સર્જનની દેખરેખ

મહેસૂલ વિભાગ - GIS આધારિત સર્વે અને સર્વે નંબરનું મેપિંગ

માર્ગ અને મકાન વિભાગ - રિપેર કાર્યનો અંદાજ, ચાલુ પ્રોજેક્ટની દેખરેખ વગેરે

English summary
The Chief Minister announced the Drone Promotion and Usage Policy
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X