For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ દેશના રાજદુતોએ કરી મુખ્યમંત્રી સાથે મુલાકાત, જાણો શું થશે લાભ?

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૌજ્ન્ય મુલાકાત વેસ્ટ આફ્રિકાના ધી રિપબ્લીક ઓફ ઘાનાના ભારતીય હાઇકમિશનર સુગંધા રાજારામ અને સેન્ટ્રલ આફ્રિકાના અંગોલા ખાતેના ભારતીય રાજદૂત શ્રીમતી પ્રતિભા પારકરે ગાંધીનગર ખાતે લીધી હતી.

|
Google Oneindia Gujarati News

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૌજ્ન્ય મુલાકાતે ધી રિપબ્લીક ઓફ ઘાનાના ભારતીય હાઇ કમિશનર અને સેન્ટ્રલ આફ્રિકાના દેશ અંગોલાના ભારતીય રાજદૂત પોલીશ્ડ ડાયમન્ડ, એગ્રીકલ્ચર, ફાર્માસ્યુટિકલ, ક્રિટીકલ ઇન્ફ્રાસ્ટ્રકચર અને એજ્યુકેશન સેકટરમાં પરસ્પર સહયોગ સંભાવના અંગે વિસ્તૃત પરામર્શ કર્યો હતો.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૌજ્ન્ય મુલાકાત વેસ્ટ આફ્રિકાના ધી રિપબ્લીક ઓફ ઘાનાના ભારતીય હાઇકમિશનર સુગંધા રાજારામ અને સેન્ટ્રલ આફ્રિકાના અંગોલા ખાતેના ભારતીય રાજદૂત શ્રીમતી પ્રતિભા પારકરે ગાંધીનગર ખાતે લીધી હતી.

અંગોલામાં ડાયમન્ડ માઇન્સમાંથી જે ડાયમન્ડ હિરા મળે છે, તે પોલીશ્ડ થવા માટે ગુજરાતની ડાયમન્ડ નગરી સુરતમાં મોકલવામાં આવે છે. આ સંદર્ભમાં આ મુલાકાત બેઠકમાં ચર્ચા હાથ ધરવામાં આવી હતી.

ડાયમન્ડ પોલીશ્ડ વ્યવસાયકારો સાથે પરામર્શ કરશે

ડાયમન્ડ પોલીશ્ડ વ્યવસાયકારો સાથે પરામર્શ કરશે

અંગોલાના ભારતીય રાજદૂત પારકરે આ સંદર્ભમાં મુખ્યમંત્રીને જણાવ્યું કે, સુરતના ડાયમન્ડ પોલીશ્ડકારો અંગોલામાં પોતાનો વ્યવસાયકારોબાર શરૂ કરે તો વેલ્યુએડીશન થઇ શકે તેમ છે.

તેમની આ ગુજરાત મુલાકાત દરમિયાન તેઓ સુરત પણ જવાના છે અને આ ક્ષેત્રેરોકાણોની સંભાવનાઓ માટે ડાયમન્ડ પોલીશ્ડ વ્યવસાયકારો સાથે પરામર્શ કરશે, એમ તેમણે જણાવ્યું હતું.

આ ઉપરાંત એગ્રીકલ્ચર અને ફાર્માસ્યુટિકલ સેક્ટરમાં પણ વ્યવસાયની વિપૂલ જોડાણ સંભાવનાઓ રહેલી છે તેની તેમણે ચર્ચા કરી હતી.

અંગોલા વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં દર વર્ષે તેનું ડેલિગેશન મોકલીને સહભાગી થાય છે એમ પણ તેમણે મુખ્યમંત્રીશ્રીને જણાવ્યુંહતું.

સિસ્ટર સ્ટેટ રિલેશન્સ માટેની પણ સંભાવનાઓ

સિસ્ટર સ્ટેટ રિલેશન્સ માટેની પણ સંભાવનાઓ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાથેની વાતચીતમાં ઘાનાના ભારતીય હાઇ કમિશનર સુગંધા રાજારામે જણાવ્યું કે, ભારત અને ખાસ કરીનેગુજરાત ઘાના માટે લિડિંગ ટ્રેડિંગ એન્ડ બિઝનેસ પાર્ટનર છે.

એટલું જ નહીં, મોટા પ્રમાણમાં ગુજરાતી સમુદાયો ઘાનામાં વસેલા છે, ત્યારેસિસ્ટર સ્ટેટ રિલેશન્સ માટેની પણ સંભાવનાઓ છે.

ઘાનાના ભારતીય હાઇ કમિશનરે ગુજરાતમાં સ્થિત નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી NFSUના સહયોગથી ઘાના યુનિવર્સિટીમાંફોરેન્સિક સાયન્સ ડિપાર્ટમેન્ટ શરૂ કર્યુ છે, તેની પણ ભૂમિકા આપી હતી.

રાજ્ય સરકાર જરૂરી મદદ અને સહયોગ માટે તત્પર

રાજ્ય સરકાર જરૂરી મદદ અને સહયોગ માટે તત્પર

આ બેઠક દરમિયાન તેમણે ફાર્માસ્યુટિકલ, હેલ્થ કેર, એજ્યુકેશન અને ક્રિટીકલ ઇન્ફ્રાસ્ટ્રકચરના ક્ષેત્રોમાં ગુજરાત-ઘાના અંગોલા સાથે મળીનેઆગળ વધી શકે તેમ છે, તેની પણ ફળદાયી ચર્ચા કરી હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ માટે રાજ્ય સરકારની જરૂરી મદદ અને સહયોગમાટેની તત્પરતા દર્શાવી હતી.

મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ રાજકુમાર, મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ પંકજજોષી તેમજ ઉદ્યોગ કમિશનર રાહુલ ગુપ્તા વગેરે આ બેઠકમાં જોડાયા હતા.

English summary
The Chief Minister meet Ambassadors of Ghana and Angola
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X