જગન્નાથ મંદિર ટ્રસ્ટી અને સરકાર વચ્ચે રથયાત્રા અંગે વિવાદ વધ્યો
જગન્નાથ મંદિર ટ્રસ્ટીએ રથયાત્રા કાઢવાનો નિર્ણય લઈ સત્તાવાર જાહેરાત પણ કરી દીધી હતી. જો કે મંદિર ટ્રસ્ટી મંડળે આ પહેલા સરકાર સાથે કોઈ પણ પ્રકારની ચર્ચા ન કરતા સરકાર ખૂબ જ નારાજ છે. ઉચ્ચ અધિકારીઓએ તો ત્યાં સુધી કહ્યુ કે મંદિર ટ્રસ્ટીએ ભલે રથયાત્રા કાઢવાની જાહેરાત કરી પરંતુ અંતિમ નિર્ણય સરકાર જ લેશે. સરકારની નારાજગી પાછળનુ એક કારણ એ છે કે કોરોના મહામારી વચ્ચે રથયાત્રા કાઢવી કે નહિ અને કાઢવી તો કેવી રીતે કાઢવી તે અંગે મંદિર ટ્રસ્ટી મંડળે સરકાર સાથે કોઈ પણ પ્રકારની ચર્ચા વિચારણા કરી જ ન હતી.
જેથી ચાલુ વર્ષે રથયાત્રા કાઢવાના મુદ્દે સરકાર અને જગન્નાથ મંદિર ટ્રસ્ટ વચ્ચે વિવાદ શરૂ થઈ ગયો છે. કોરોનાની મહામારીના કારણે કોઈ પણ ધર્મ કે સમાજના લોકોને કોઈ પણ કાર્યક્રમ કરવો હોય તો પહેલા સરકારની મંજૂરી લેવી પડે છે. મંદિર ટ્રસ્ટીએ 3 રથ અને 120 ખલાસી ભાઈઓ જોડાશે તેવુ નિવેદન આપ્યુ હતુ પરંતુ કોરોના મહામારી દરમિયાન ચાર માણસોને ભેગા થવા પર પણ પ્રતિબંધ છે. વળી, સોશિયલ ડિસ્ટંસીંગનો પણ પ્રશ્ન છે ત્યારે પ્રભુ ભક્તોને દર્શન કરવા આવતા કોણ રોકશે એ પ્રશ્ન છે.
વિશ્વ પર્યાવરણ દિવસઃ CM રૂપાણીએ 5 લાખ તુલસીના રોપા વિતરણ કાર્યક્રમનો કરાવ્યો પ્રારંભ