દેશમાં મંદીના કારણે ગુજરાતના 4 લાખ લોકોની નોકરી પર સંકટ
વૈશ્વિક મંદીથી ભારતના અર્થતંત્રને ભારે નુકસાન પહોંચ્યું છે. તેની આડમાં લાખો લોકોની નોકરી છીનવાઈ ગઈ છે. જ્યારે, સેંકડો કંપનીઓ છટણી કરવામાં લાગેલી છે. ગુજરાતમાં કાર્યરત ફાઉન્ડ્રી એકમોને પણ અસર થઈ છે. અનેક ફાઉન્ડ્રી પણ ઠપ થઈ છે. રાજ્યમાં 2 હજારથી વધુ ફાઉન્ડ્રી એકમો કાર્યરત છે, જે સંકટનો સામનો કરી રહ્યા છે. આ ફાઉન્ડ્રીમાં ચાર લાખથી વધુ કર્મચારીઓ છે. કર્મચારીઓ તેમની નોકરી ગુમાવવાનો ભય સતાવી રહ્યો છે. ઓટોમોબાઈલ નિષ્ણાતના જણાવ્યા અનુસાર ઓટો કંપનીઓએ વાહનના વેચાણમાં ઘટાડો સાથે ઉત્પાદન ઘટાડ્યું છે. પરિણામે ફાઉન્ડ્રી ઉદ્યોગ પર પણ અસર થવાની શરૂઆત થઈ છે. ઓટોમોબાઇલ્સમાં મંદીના કારણે, આ અસર જોવા મળી છે.

ઉદ્યોગોના વાર્ષિક ઉત્પાદનમાં 20% ઘટાડો થઈ શકે
જો કોઈ રિકવરી નહીં થાય, તો પછી ફાઉન્ડ્રી ઉદ્યોગમાં છટણીઓ શરૂ થવાની સંભાવના છે. ગુજરાત સહિત દેશભરમાં ફાઉન્ડ્રી ક્લસ્ટરો મુશ્કેલ સમયનો સામનો કરી રહ્યા છે. ઉદ્યોગોને વાર્ષિક ઉત્પાદનમાં 20% ઘટાડો થવાનો ભય છે. ધ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયન ફાઉન્ડ્રીમેનના અધ્યયન મુજબ, ઓટોમોબાઈલ ઉદ્યોગમાં આવેલી મંદીની સીધી અસર ફાઉન્ડ્રી ઉદ્યોગને પડી છે. આ વર્ષે ભારતના ફાઉન્ડ્રી ઉત્પાદનમાં 20% ઘટાડો થવાની સંભાવના છે.

40% ક્ષમતા પર કાર્યરત ફાઉન્ડ્રી એકમો
ઓટોમોટિવ ફાઉન્ડ્રી ભારતના કુલ ફાઉન્ડ્રી ઉત્પાદનમાં આશરે 35% હિસ્સો ધરાવે છે, અને ઓટોમોબાઈલ ક્ષેત્રે કાર્યરત ફાઉન્ડ્રી એકમો છેલ્લા ત્રણ મહિનામાં માત્ર 40% ની ક્ષમતાથી કાર્યરત છે. આ સાથે, નોન -ઓટોમોબાઇલ ફાઉન્ડ્રી યુનિટ્સના ઉત્પાદનમાં પણ લગભગ 20 ટકાનો ઘટાડો થયો છે.

દેશભરમાં 6,000 થી વધુ ફાઉન્ડ્રી એકમો
સંસ્થાના આંકડા મુજબ, દેશભરમાં લગભગ 6000 જેટલા ફાઉન્ડ્રી એકમો છે અને તેમાંના મોટા ભાગના એમએસએમઇ એકમો છે. કોયમ્બતુર અને બેલગામ સહિતના ફાઉન્ડ્રી ક્લસ્ટરોના એમએસએમઇ ઉદ્યોગકારો હવે કામદારો માટે છટણી વિચારણા કરી રહ્યા છે. દેશમાં ફાઉન્ડ્રી ઉદ્યોગ 20 લાખ લોકોને પ્રત્યક્ષ અને પરોક્ષ રૂપે રોજગાર પૂરો પાડે છે.

અર્થવ્યવસ્થાને વેગ આપવા માટે પગલાં ભરો
સરકારે અર્થવ્યવસ્થાને વેગ આપવા માટે પગલા ભર્યા છે. આ ઉદ્યોગ માટે સારું છે, જોકે, સરકારે એમએસએમઇ એકમો માટે વિશેષ પગલાં લેવાની જરૂર છે. કારણ કે એમએસએમઇ એકમોને મોટુ નુકસાન થાય છે અને તેને પુનર્જીવિત કરવું મુશ્કેલ છે.
મંદી: ગુજરાતમાં 450 હીરા કારીગરોને નોકરીથી કાઢી મુક્યા, કંપની પણ બંધ થઇ