For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાજ્યપાલ ગુજરાત વિદ્યાપીઠની સરપ્રાઈઝ મુલાકાતે, કચરાના ઢગલા જોઈને નારાજગી વ્યક્ત કરી

આચાર્ય દેવવ્રતે વિદ્યાપીઠની દયનિય સ્થિતીને લઈને નારાજગી વ્યક્ત કરી હતી. અહીં તેઓએ વિદ્યાર્થીઓને સ્વચ્છતા માટે આગ્રહ કર્યો હતો.

By Desk
|
Google Oneindia Gujarati News

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે લેડી ગવર્નર શ્રીમતી દર્શનાદેવી સાથે ગુજરાત વિદ્યાપીઠની સરપ્રાઈજ મુલાકાતે પહોંચ્યા હતા. સાંજે સરપ્રાઈઝ મુલાકાત લઈ ભોજનાલય, સ્વચ્છતા સંકુલો અને છાત્રાવાસની સરપ્રાઈઝ વિઝિટ કરી હતી. મહાત્મા ગાંધીના આદર્શોની વરેલી ગુજરાત વિદ્યાપીઠમાં સ્વચ્છતા સંકુલો અને છાત્રાવાસની જર્જરિત અને દયનીય હાલત તેમજ અપાર ગંદકી જોઈને રાજ્યપાલે દુ:ખ વ્યક્ત કર્યું હતું.

Gujarat Vidyapith

રાજ્યપાલે જણાવ્યુ કે, મહાત્મા ગાંધીજીના આદર્શોને વરેલી આ સંસ્થામાં જ ગંદકી અને જર્જરીત હાલત જોઈ મન દ્રવી ઉઠે છે. ગાંધીજીના સ્વચ્છતાના આગ્રહનું અહીં પાલન થાય તે માટે રાજ્યપાલે વિદ્યાર્થીઓને આહ્વાન કર્યું હતું. રાજ્યપાલ અચાનક જ કુમાર છાત્રાલયમાં પહોંચ્યા હતા અને વિદ્યાર્થીઓને રૂમમાં જ મળ્યાં હતા.

રાજ્યપાલે અહી સ્વચ્છતા તેમજ ઉપલબ્ધ સુવિધાની માહિતી મેળવી હતી, જ્યારે લેડી ગવર્નર શ્રીમતી દર્શનાદેવી મહિલા છાત્રાલય પહોંચ્યા હતા અને અહીંની ગંદકી અને જર્જરીત-દયનીય હાલત જોઈને દુ:ખ વ્યક્ત કર્યું હતું. એટલું જ નહીં વિદ્યાર્થીનીઓને સ્વચ્છતા માટે સમૂહશ્રમ કરવા અનુરોધ પણ કર્યો હતો.

રાજ્યપાલે વિદ્યાપીઠના કુલનાયક રાજેન્દ્ર ખીમાણી તેમજ કાર્યકારી રજિસ્ટ્રાર નિખિલ ભટ્ટને તાત્કાલિક મરામત કાર્ય હાથ ધરવા અને સ્વચ્છતાનો પ્રબંધ કરવા ભારપૂર્વક અનુરોધ કરી પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. રાજ્યપાલે અહી છાત્રાવાસમાં વસતા વિદ્યાર્થીઓને પણ સ્વચ્છાગ્રહી બનવાનો આગ્રહ કરી ગુજરાત વિદ્યાપીઠને ગાંધીજીના સપનાનું શિક્ષણ સાધનાનું આદર્શ સ્થાન બનાવવા અનુરોધ કર્યો હતો.

English summary
The Governor made a surprise visit to Gujarat Vidyapith and reviewed the cleanliness
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X