For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હાર્દિક પટેલના સમર્થનમાં ખુલીને આવી કોંગ્રેસ, 24 કલાકના ઉપવાસ પર બેસવાની ધમકી

ગુજરાત કોંગ્રેસે ગુરુવારે ઘોષણા કરી છે કે જો રાજ્યની ભાજપ સરકાર પાટીદાર નેતા હાર્દિક પટેલ સાથે વાતચીત નહિ કરે તો તેઓ તેના સમર્થનમાં શુક્રવારે 24 કલાકના ઉપવાસ રાખશે.

|
Google Oneindia Gujarati News

ગુજરાત કોંગ્રેસે ગુરુવારે ઘોષણા કરી છે કે જો રાજ્યની ભાજપ સરકાર પાટીદાર નેતા હાર્દિક પટેલ સાથે વાતચીત નહિ કરે તો તેઓ તેના સમર્થનમાં શુક્રવારે 24 કલાકના ઉપવાસ રાખશે. તમને જણાવી દઈએ કે કાલે પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ કોંગ્રેસના ત્રીસ નેતાઓ સાથે પટેલને ઉપવાસ સંબંધિત મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે મુલાકાત પણ કરી હતી.

બગડી રહી છે હાર્દિક પટેલની તબિયત

બગડી રહી છે હાર્દિક પટેલની તબિયત

ઉલ્લેખનીય છે કે હાર્દિક પટેલના ઉપવાસનો આજે 14 મો દિવસ છે. તેનું વજન લગભગ 20 કિલો ઓછુ થઈ ગયુ હોવાનું જણાવાઈ રહ્યુ છે. તમને જણાવી દઈએ કે હાર્દિક પટેલે અમદાવાદ પાસે પોતાના ફાર્મ હાઉસ પર 25 ઓગસ્ટથી આમરણાંત ઉપવાસ શરૂ કર્યા છે. સોલા સિવિલ હોસ્પિટલના ડૉક્ટરોએ પરિક્ષણ બાદ તેને તાત્કાલિક હોસ્પિટલમાં ભરતી થવાની અને ઉપવાસ તોડવાની સલાહ આપી છે.

આ પણ વાંચોઃભારત-અમેરિકા વચ્ચે કૉમકાસા પર હસ્તાક્ષર, મળશે મિલિટ્રી એડવાન્સ ટેકનોલોજીઆ પણ વાંચોઃભારત-અમેરિકા વચ્ચે કૉમકાસા પર હસ્તાક્ષર, મળશે મિલિટ્રી એડવાન્સ ટેકનોલોજી

કોંગ્રેસે સરકારને હાર્દિક પટેલની માંગ પૂરી કરવા કહ્યુ

કોંગ્રેસે સરકારને હાર્દિક પટેલની માંગ પૂરી કરવા કહ્યુ

કોંગ્રેસ પ્રતિનિધિમંડળે રાજ્ય સરકારને માંગ કરી છે કે તેઓ તરતડ હાર્દિક પટેલ સાથે વાતચીત શરૂ કરે અને કૃષિ ઋણ માફી સંબંધિત તેની માંગ માની લે. 14 દિવસથી ઉપવાસ પર બેઠેલા પાટીદાર નેતા હાર્દિક પટેલે ભાજપ પર હુમલો કર્યો છે.

હું મરી પણ જઉ તો ભાજપને કોઈ ફરક નહિ પડેઃ હાર્દિક

હાર્દિકે કહ્યુ છે કે જો મારુ મોત પણ થઈ જાય તો ભાજપને શું ફરક પડશે? હાર્દિકે કહ્યુ કે અત્યાર સુધીમાં ભાજપ તરફથી કોઈ વાત કરવામાં આવી નથી. 13 દિવસના ઉપવાસ બાદ પણ ભાજપવાળાએ અત્યાર સુધી ખેડૂતો તેમજ સૌથી મોટા પટેલ સમાજ માટે કંઈ વિચાર્યુ પણ નથી અને કંઈ બોલ્યા પણ નથી.

English summary
The Gujarat Congress Thursday announced that it would observe a 24-hour fast on Friday in support of Patidar leader Hardik Patel
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X