નવરાત્રિનો પાવન પર્વ આજથી શરૂ, ગુજરાત સરકારે આ વસ્તુઓની છૂટ આપી
ગાંધીનગરઃ કોરોના કાળમાં પ્રથમ વખત શરદ નવરાત્રિ ઉજવવામાં આવશે. આજથી પાવન પર્વ પ્રારંભ થઈ ચૂક્યો છે. એવામાં ગુજરાત સરકારે કોરોના અનલૉક 5ની ગાઈડલાઈનમાં બદલાવ કરતા નાગરિકો માટે કેટલીક છૂટછાટ પણ આપી છે. પ્રસાદ વિતરણ પર લાગેલી રોક હટાવી લેવામાં આવી છે. જો કે પ્રસાદ વિતરણની શરત એ રાખવામાં આવી કે કોઈપણ ખાદ્ય પેકેટમાં પ્રસાદ વેંચી શકાશે. સરકારે કહ્યું કે, લોકોએ પોતાની સોસાયટીની અંદર પૂજા- આરતી માટે કોઈપણ પ્રકારની પ્રશાસનિક મંજૂરી લેવાની જરૂર નહિ રહે. પરંતુ સાર્વજનિક જગ્યાએ મૂર્તિ સ્થાપના, અને પૂજા- આરતી માટે મંજૂરી જરૂરી રહેશે. અગાઉ આવા તમામ કાર્યક્રમો માટે મંજૂરી લેવી ફરજીયાત કરવામાં આવી હતી.
ગુજરાત સરકારે ગાઈડલાઈનમાં સંશોધન કર્યું
નવરાત્રી માટે જાહેર કરાયેલ ગાઈડલાઈનમાં ગુજરાત સરકારે ફરી સ્પષ્ટ કહ્યું કે ક્યાં પણ ગરબા નૃત્ય આયોજિત નહિ થાય. આ ઉપરાંત ગૃહ રાજ્યમંત્રી પ્રદીપ સિંહ જાડેજાએ સરકારનો બચાવ કરતા કહ્યું કે મંદિર બંધ રાખવાનો ફેસલો રાજ્ય સરકારનો નથી. આ ફેસલો મંદિર ટ્રસ્ટો દ્વારા લેવામાં આવ્યો છે. ગૃહ રાજ્યમંત્રીએ એમ પણ કહ્યું કે 7 જૂનથી રાજ્યના તમામ મંદિરો શ્રદ્ધાળુઓ માટે ખુલી ગયાં છે. જે બાદ અત્યાર સુધી સરકારે એકેય મંદિર બંધ રાખવાનો આદેશ જાહેર નથી કર્યો. કોરોનાના મામલાને પગલે આ ફેસલો ખુદ મંદિર ટ્રસ્ટો દ્વારા લેવામાં આવી રહ્યો છે. હવે નવરાત્રિમાં મંદિરોમાં શ્રદ્ધાળુઓની ભીડ એકઠી થતી હોવાથી મંદિર પ્રશાસન ભીડને કાબૂમાં ના રાખી શકે, ત્યારે કોરોના ફેલાવવાનો ખતરો રહેશે. એવામાં મંદિર બંધ રાખવામાં આવી શકે છે.
17 ઓક્ટોબરથી 25 ઓક્ટોબર સુધી નવરાત્રિ
2020માં શારદીય નવરાત્રિ 17 ઓક્ટોબરથી શરૂ થઈ 25 ઓક્ટોબર સુધી રહેશે. આ વખતે ઘટ સ્થાપના માટે દિવસભરમાં 3 શુભ મુહૂર્ત છે. નવરાત્રિના પહેલા દિવસે સર્વાર્થસિદ્ધિ યોગ બની રહ્યો છે, જેનો શુભ પ્રભાવ દેશભરમાં રહેશે. આ વખતે દેવીનું આગમન ઘોડા પર પ્રસ્થાન ભેંસ પર થવું રાજનીતિમાં મોટા બદલાવના સંકેત માનવામાં આવી રહ્યું છે. આ નવરાત્રિમાં પ્રોપર્ટી અને વ્હીકલ ખરીદવા માટે વિશેષ શુભ મુહૂર્ત રહેશે. આ વખતે વધુ એક અલગ વાત એ સામે આવી છે કે, આ નવરાત્રિમાં નવમી તિથિ 24 અને 25 ઓક્ટોબરે એટલે કે બંને દિવસે છે. એવામાં પંચાંગ ભેદના કારણે કેટલાક ભાગોમાં દશેરા 25ના તો ક્યાંક 26 ઓક્ટોબરે ઉજવવામાં આવશે.
શું ઓછુ સંભળાવુ પણ છે કોરોનાનું લક્ષણ? ડૉક્ટરે આપી આ ચેતવણી