For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ તેમજ જર્મની વચ્ચે MOU પર હસ્તાક્ષર

રાજ્યના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ અને બીબીઝેડ(BBZ) આર્ન્સબર્ગ જર્મનીએ વચ્ચે એમ.ઓ.યુ. કરવામાં આવ્યા.

|
Google Oneindia Gujarati News

અમદાવાદઃ રાજ્યના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ અને બીબીઝેડ(BBZ) આર્ન્સબર્ગ જર્મનીએ વચ્ચે ટેકનિકલ, વ્યવસાયિક શિક્ષણ અને તાલીમ સંસ્થાઓમાં ગુણવત્તાના સ્તરને વધારવા માટે તેમજ આવી સંસ્થાઓની કામગીરીઓમાં સુધારો લાવવા અને તેમના વિદ્યાર્થીઓ માટે રોજગારીની ઉત્તમ તકો પૂરી પાડવા હેતુ સમજુતી કરાર/ એમ.ઓ.યુ. કરવામાં આવ્યા. બંને પક્ષો, સમાનતાના સિદ્ધાંતોના સંપૂર્ણ આદરમાં અને જર્મની અને ભારતના કાયદાઓ અને નિયમોના સામાન્ય લાભને અમલમાં મૂકી, જ્ઞાનનું આદાન-પ્રદાન, સંયુક્ત કાર્યશાળાઓ, નિષ્ણાતો, વિદ્યાર્થીઓ અને શિક્ષકોનું આદાન-પ્રદાન તેમજ પરીક્ષા અને અભ્યાસક્રમ વિકાસને લગતા વિચારોનું આદાન-પ્રદાન કરશે.

MOU

આ પ્રસંગે અગ્ર સચિવ ડૉ. અંજુ શર્મા તેમજ LSD અને ED વિભાગના અન્ય વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. "જર્મનીમાં ખૂબ જ અસરકારક રીતે કામ કરતી ડ્યુઅલ વોકેશનલ, એજ્યુકેશન અને ટ્રેનિંગ સિસ્ટમ પર ધ્યાન કેન્દ્રિત કરીને, આ એમ.ઓ.યુ. ગુજરાત માટે ઉદ્યોગોના સહયોગથી તાલીમના તજજ્ઞનું જ્ઞાન અને શ્રેષ્ઠ પ્રયાસો લાવવામાં મદદ કરશે." અગ્ર સચિવ ડૉ શર્માએ જણાવ્યું.

શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ અમદાવાદમાં "કૌશલ્યા - ધ સ્કિલ યુનિવર્સિટી"ની સ્થાપના કરવા કાર્યરથ છે, જે રાજ્યમાં કૌશલ્ય વિકાસ, સાહસિકતા અને કૌશલ્ય આધારિત શિક્ષણની સુવિધા અને પ્રોત્સાહન પર ધ્યાન કેન્દ્રિત કરશે. ગુજરાત એપેક્સ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ (GATI) એ આ સ્કિલ યુનિવર્સિટીના મુખ્ય વર્ટિકલ્સ પૈકીનું એક છે જેનો હેતુ ગુજરાતના કૌશલ્ય વિકાસ ઇકોસિસ્ટમને આધુનિક અને અપગ્રેડ કરવાના માર્ગને વેગ આપવાનો છે.

આ પ્રોજેક્ટ અધિકૃત રીતે GIZ ઇન્ટરનેશનલ સર્વિસિસ, જર્મનીને સોંપવામાં આવ્યો છે. કૌશલ્ય પ્રશિક્ષણમાં સરકારી એજન્સીઓ, ઉદ્યોગો અને ચેમ્બર્સની ભૂમિકાને સમજવા હેતુ "સ્ટડી કમ એક્સપોઝર મિશન"માં ભાગ લેવા મુખ્ય સચિવ ડૉ. અંજુ શર્માની આગેવાની હેઠળ ૬ વરિષ્ઠ અધિકારીઓની ટીમ જર્મનીમાં છે. આ મિશન જર્મનીમાં ટ્રેનરની તાલીમ, આંતરરાષ્ટ્રીય પ્રમાણપત્ર અને અન્ય એક્સચેન્જો માટે પ્રતિષ્ઠિત તાલીમ સંસ્થાઓ સાથે વધુ જોડાણો વિકસાવશે.

English summary
The Labour, Skill Development and Employment Department of the Gujarat government has signed a MoU with BBZ Arnsberg, Germany.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X