ગુજરાતમાં કોરોના વાઇરસને લઈને સ્થિતિ કાબૂમાં છે : વિજય રૂપાણી TOP NEWS
ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ અનુસાર ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સાથેની વર્ચ્યુઅલ મીટિંગમાં કહ્યું હતું કે ગુજરાતમાં કોરોના વાઇરસની સ્થિતિ કાબૂમાં છે અને જરૂરી સંખ્યામાં બેડની વ્યવસ્થા કરેલી છે.
મંગળવારે દેશનાં જે આઠ રાજ્યોમાં કોરોના વાઇરસના સૌથી વધારે કેસ આવી રહ્યા છે તેમના મુખ્ય મંત્રીઓની એક બેઠક યોજવામાં આવી હતી. જેને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધી હતી.
મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ કહ્યું, "સરકારે કોરોના વાઇરસના દરદીઓને શોધવા માટે ટેસ્ટિંગ વધાર્યું છે અને અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરામાં રાત્રી કર્ફ્યુ લગાવ્યો છે."
તેમણે કોરોના વાઇરસને અટકાવવા માટે લીધેલા બીજા પગલાંઓની વાત પણ કરી હતી.
આ બેઠક પછી નરેન્દ્ર મોદીએ દેશના રાજ્યોના મુખ્ય મંત્રીઓ સાથેની બેઠકને સંબોધતા કહ્યું હતું કે વૅક્સીન દેશના દરેક નાગરિકને મળે તે અમારી રાષ્ટ્રીય પ્રતિબદ્ધતા છે.
તેમણે રાજ્યોને રસીકરણ માટે રોડમૅપ બનાવીને જરૂરી તૈયારીઓ શરૂ કરવા કહ્યું હતું.
- અહમદ પટેલનું નિધન : દિગ્ગજ કૉંગ્રેસી નેતાની વિદાય
- અહમદ પટેલ કોના નેતા હતા? ગુજરાતના, કૉંગ્રેસના કે મુસ્લિમોના?
આયુર્વેદના ડૉક્ટર સર્જરી કરશે, IMAએ કહ્યું 'ખીચડીફિકેશન' બંધ કરો
એનડીટીવીના અહેવાલ અનુસાર સેન્ટ્રલ કાઉન્સિલ ઑફ ઇન્ડિયન મેડિસિને(સીસીઆઈએમ) પોસ્ટ ગ્રેજ્યુએટ આયુર્વેદ પ્રૅક્ટિસનરને પણ જનરલ સર્જિકલ પ્રોસિજર માટે ટ્રેઇન કરવાનું નોટિફિકેશન બહાર પાડ્યું છે.
ઇન્ડિયન મેડિકલ ઍસોસિયેશને મંગળવારે આ પગલાને "ખીચડીફિકેશન" ગણાવીને તેને પરત લેવાની માગ કરી હતી.
20 નવેમ્બરે આયુષમંત્રાલયની અંદર આવતી સમિતિ સીસીઆઈએમએ એક નૉટિફિશન બહાર પાડીને જનરલ સર્જરીની પ્રોસીજરમાં સુધારો કર્યો હતો.
ઇન્ડિયન મેડિકલ ઍસોસિયેશને કહ્યું હતું કે આ બીજું કંઈ નહીં પરંતુ મેડિકલ એજ્યુકેશન અને પ્રેક્ટિસની 'મિક્ષોપાથી' અને 'ખીચડીફિકેશન' કરવાનો સીધો પ્રયત્ન છે. સીસીઆઈએમના સુધારાને આઇસોલેશનમાંથી જોઈ શકાય નહીં.
ઉત્તર પ્રદેશની કૅબિનેટે ખોટા ધર્મપરિવર્તનની સામે વટહુકમને મંજૂરી આપી
ઉત્તર પ્રદેશમાં જબરદસ્તી ધર્મપરિવર્તન પર અંકુશ મુકવા માટે વટહુકમને યોગી કૅબિનેટે મંજૂરી આપી દીધી છે.
કૅબિનેટની બેઠકમાં વટહુકમનો મુસદ્દો રજૂ કરવામાં આવ્યો હતો જેને કૅબિનેટે સ્વીકૃતિ આપી હતી. રાજ્યના અપર મુખ્ય ગૃહ સચિવ અવનીશકુમાર અવસ્થીએ આની પુષ્ટિ કરી છે.
આ કાયદા પ્રમાણે, આંતર-ધાર્મિક કેસમાં લગ્ન પહેલાં બે મહિનાની નોટિસ આપવી પડશે અને એના માટે સંબંધિત જિલ્લાના ડીએમની પરવાનગી લેવી પડશે.
બિલના મુસદ્દા પ્રમાણે છુપાવીને લગ્ન કરવા અથવા ખોટી જાણકારી આપવા બદલ વધારેમાં વધારે દસ વર્ષની સજાની જોગવાઈ કરવામાં આવી છે.
ઉત્તર પ્રદેશમાં જબરજસ્તી લગ્ન (જેને ભાજપ લવ જેહાદકહે છે)ને રોકવા માટે પ્રદેશના ગૃહવિભાગે ન્યાયવિભાગને પ્રસ્તાવ મોકલ્યો હતો.
કાયદો બન્યા પછી આવા કેસમાં બિન-જામીનપાત્ર કલમ હેઠળ ગુનો નોંધવામાં આવશે અને પાંચ વર્ષની આકરી સજા આપવામાં આવશે. સગીર છોકરી અને અનુસૂચિત જાતિ-જનજાતિના કેસમાં દસ વર્ષની સજાની જોગવાઈ કરવામાં આવી છે.
લગ્ન માટે ખોટી રીતે ધર્મપરિવર્તન કરાવવું અથવા ધર્મપરિવર્તન માટે કરવામાં આવી રહેલાં લગ્ન પણ નવા નિયમમાં ધર્મપરિવર્તનના કાયદા હેઠળ આવશે.
- એ ગુજરાતી જેમને બે મહિનામાં બે વાર કોરોનાનો ચેપ લાગ્યો
- તરુણ ગોગોઈ : આસામને શાંત કરનારા અને ત્રણ વાર મુખ્ય મંત્રી બનનારા નેતા
કચ્છ જિલ્લામાં ઓછી સંખ્યા હોવાના કારણે 179 શાળાઓ બંધ કરાશે
ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર કચ્છ જિલ્લાના 179 સરકારી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને બીજી શાળાઓમાં શિફ્ટ કરી દેવામાં આવશે.
રાજ્યના શિક્ષણ વિભાગે ઉચ્ચ પ્રાથમિક શાળાઓમાં 20થી ઓછી સંખ્યા હતી તે શાળાઓને બંધ કરવાનો નિર્ણય લીધો છે.
જિલ્લા પ્રાથમિક શિક્ષણઅધિકારી જેપી પ્રજાપતિએ કહ્યું, "અમે 179 શાળાઓને શોધી છે. જેના ઉચ્ચ પ્રાથમિક વિભાગને બંધ કરીને તેના શિક્ષકોને બીજી શાળામાં મોકલવાનો નિર્ણય કર્યો છે. સરકારે અમને આ પ્રોસેસને 3 નવેમ્બરથી ચાલુ કરીને 30 નવેમ્બર સુધીમાં પૂર્ણ કરવા માટે કહ્યું હતું."
આ નિર્ણયથી કચ્છ જિલ્લાના 10 તાલુકામાંથી નવ તાલુકાના અંતરિયાળ ગામોના વિદ્યાર્થીઓ પર અસર પડવાની છે.
શિક્ષણ અધિકારીએ કહ્યું, "અનેક માતાપિતા પોતાનાં બાળકોનો પ્રવેશ ખાનગી શાળાઓમાં લેતા હોવાથી સરકારી શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી છે."
- કોરોના વાઇરસની દવા મળી, જે બચાવી રહી છે લોકોના જીવ
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચી શકાય?
- કોરોના વાઇરસ દૂધની થેલી અને શાકભાજી પર કેટલું જીવે છે?
- કોરોના વાઇરસનો ચેપ આખરે કયા પશુમાંથી ફેલાયો?
https://www.youtube.com/watch?v=BMePMYJWbfI&t=
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો