આંતરરાષ્ટ્રીય કક્ષાએ પેરા-સ્પોર્ટ્સમાં પદક મેળવનાર ખેલાડીને રાજ્ય સરકાર નોકરી આપશે

ઓલમ્પિકમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરનાર રાજ્યની છ મહિલા ખેલાડીઓને 10-10 લાખની પ્રોત્સાહન સહાય બાદ રાજ્ય સરકારે રમત-ગમતને પ્રોત્સાહન આપવા એક મહત્વની જાહેરાત કરી છે.

ઓલમ્પિકમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરનાર રાજ્યની છ મહિલા ખેલાડીઓને 10-10 લાખની પ્રોત્સાહન સહાય બાદ રાજ્ય સરકારે રમત-ગમતને પ્રોત્સાહન આપવા એક મહત્વની જાહેરાત કરી છે. આંતરરાષ્ટ્રીય કક્ષાએ પેરા-સ્પોર્ટ્સમાં પદક પ્રાપ્ત કરનાર ગુજરાતના દિવ્યાંગ રમતવીરોને રાજ્ય સરકાર સરકારી સેવામાં નિમણૂંક આપશે.

gujarat

રાજ્ય સરકારે જાહેરાત કરી છે કે રાજ્ય સરકાર આંતરરાષ્ટ્રીય કક્ષાએ પેરા સ્પોર્ટ્સમાં પદક પ્રાપ્ત કરનાર રાજ્યના દિવ્યાંગ રમતવીરોને વર્ગ-૧ અને વર્ગ-૨ની સુનિશ્ચિત જગ્યાઓ ઉપર નિમણૂંક આપશે. આ નિર્ણયના પરિણામે પેરા ઓલમ્પિક, કોમનવેલ્થ, પેરા-એશિયન ગેમ્સ જેવા પેરા-સ્પોર્ટ્સમાં પદક પ્રાપ્ત કરનાર દિવ્યાંગ રમતવીરોને સીધી ભરતીથી રાજ્ય સરકારની નોકરી મળશે. રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં દિવ્યાંગો માટે સુનિશ્ચિત જગ્યાઓ માટે પૂર્વનિર્ધારિત શરતો અને નિમણૂંક અંગેની કાર્યપદ્ધતિઓને અનુસરીને નિમણૂંક પ્રસ્તાવ અપાશે.

ઉલ્લેખનિય છે કે, 2016 થી રાજ્ય સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ દ્વારા ગુજરાત ખેલકૂદ નીતિ-૨૦૧૬ અન્વયે રાજ્યના રમતવીરોને પ્રોત્સાહન આપવા ઓલમ્પિક, કોમનવેલ્થ અને એશિયન રમતોમાં મેડલ પ્રાપ્ત કરનાર રમતવીરોને રાજ્ય સરકારની વર્ગ-૧ અને વર્ગ-૨ની સેવામાં સીધી ભરતીથી નિમણૂંક આપવાની નીતિ હાલ અમલમાં છે. ત્યારે હવે સરકારે દિવ્યાંગ ખેલાડીઓને પણ આંતરરાષ્ટ્રીય કક્ષાએ પેરા-સ્પોર્ટ્સમાં પદક જીતનારા ખેલાડીઓને પ્રોત્સાહનરૂપે રાજ્ય સરકારની સેવામાં વર્ગ-૧,૨ની દિવ્યાંગો માટે સુનિશ્ચિત જગ્યા ઉપર સીધી ભરતીથી નિમણૂંક આપવાનો નિર્ણય કરાયો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X