
બેંકની નોકરી છોડી સરપંચ બનેલા યુવાને ગામના વિકાસને નવી દિશા આપી
ગ્રામીણ કક્ષાએ જરૂરી ભૌતિક સુવિધાઓ ઉભી કરવાના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના દ્રઢ સંકલ્પ અને ગ્રામ્ય કક્ષાએ સબળ નેતૃત્વના પરિણામે વિકાસના ફળ છેવાડાના માનવી સુધી પહોંચ્યા છે. આ બાબતનુ ઉત્તમ ઉદાહરણ ઝાલોદ તાલુકાનુ કારઠ ગામ છે. બેંકની નોકરી છોડીને સરપંચ બનેલા યુવાને કારઠ ગામના વિકાસને એક નવી જ દિશા આપી છે. ઝાલોદ તાલુકામાં લીમડી નજીક આવેલા કારઠ ગામમાં તમે પ્રવેશો એટલે તરત જ ગામમાં થયેલા વિકાસના કામો ઉડીને આંખે વળગે એવા છે.

એટલુ જ નહિ પરંતુ કારઠ ગામના 75 ટકા વિસ્તારને આરસીસી રસ્તાથી આવરી લેવામાં આવ્યા છે. ગામમાં રસ્તાઓ સિમેન્ટના બનવાના કારણે ગ્રામજનોને સહુલિયત ઉભી થઈ છે. ખાસ કરીને ચોમાસા દરમિયાન પણ ગામમાં ગંદકી જોવા મળતી નથી. ગામમાં પહેલા પાણીના વિતરણમાં સમસ્યાઓ હતી જે સમસ્યાઓને ધ્યાનમાં રાખીને પાણી વિતરણની વ્યવસ્થામાં ફેરફાર કરવામાં આવ્યો. ડિસ્ટ્રીબ્યુશન વાલનુ કેન્દ્રીકરણ કરવામાં આવ્યુ અને હવે માત્ર એક જ જગ્યાએથી પાણી વિતરણનુ સંચાલન કરવામાં આવે છે. જે તે વિસ્તારનો વાલ્વ ખોલો એટલે પીવા માટે શુદ્ધ પાણી ઘર સુધી પહોંચી જાય છે.
સરપંચ બનતાની સાથે જ ગામની શાળાએ હર્ષદભાઈએ પોતાના ખર્ચે રંગરોગાન કરાવી ઈમારતને સુંદરતા બક્ષી છે. શાળામાં સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યા છે. ગામના બાળકોને ઉત્તમ વાતાવરણમાં ગ્રામ પંચાયતના સભ્યો ઉપરાંત ગામના યુવાનો પણ હર્ષદભાઈ સાથે ખભેથી ખભા મિલાવીને કામ કરે છે. કોઈને સરકારી સહાય માટે કે સુખ-દુઃખના પ્રસંગે હર્ષદભાઈ તેમની સાથે આવીને ઉભા રહે છે.
રાહુલ ગાંધીનો PM મોદી પર પ્રહાર - જૂઠ, લૂટ, સૂટ-બૂટની સરકાર