For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નવા CM ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળમાં હશે ઘણા નવા ચહેરા, જાણો કોનું પત્તુ કપાશે તો કોને મળશે મંત્રી પદ?

ભૂપેન્દ્ર પટેલનું આ મંત્રીમંડળ ઘણા નવા ચહેરા અને પ્રયોગોવાળું હશે. હાલ જ્યાં મંત્રીમંડળમાં એક જ મહિલા ધારાસભ્ય છે, એને સ્થાને બેથી ત્રણ મહિલા મંત્રી એમાં હોય શકે છે.

|
Google Oneindia Gujarati News

રાજ્યના નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતાના મંત્રીમંડળના સભ્યોની જાહેરાત દિલ્હીથી યાદી આવ્યા બાદ કરશે. બુધવાર સુધીમાં આ નવા મંત્રીમંડળના સભ્યોનાં નામની જાહેરાત થઈ જશે. હાલના 22 મંત્રી પૈકી 13 મંત્રીના નામ પર કાતર ફરે તેવી શક્યતા છે, જ્યારે નવા 15 નામનો ઉમેરો થઈ શકે છે.

 CM Bhupendra Patel

સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ, ભૂપેન્દ્ર પટેલનું આ મંત્રીમંડળ ઘણા નવા ચહેરા અને પ્રયોગોવાળું હશે. હાલ જ્યાં મંત્રીમંડળમાં એક જ મહિલા ધારાસભ્ય છે, એને સ્થાને બેથી ત્રણ મહિલા મંત્રી એમાં હોય શકે છે. ભાજપ સરકારમાં ખૂબ જરૂરી એવા સભ્યોને બાદ કરતા મોટા ભાગના ચહેરા બદલાય જાય તેવી શક્યતા છે. જેમાં એવી પણ શક્યતા છે શકે, પહેલી ટર્મમાં જ મંત્રી બને. આ ઉપરાંત સ્વાભાવિકપણે મંત્રીમંડળની યાદીમાં કાસ્ટ ફેક્ટર પણ અસર કરશે.

પ્રદીપસિંહ જાડેજા - ઘણા સમયથી મંત્રીમંડળમાં છે. પાર્ટીમાં વિધાનસભા અને મંત્રીમંડળમાં ભૂપેન્દ્ર પટેલ કરતાં બહોળો અનુભવ ધરાવે છે. હવે તેમને કેબિનેટ કક્ષાના મંત્રી તરીકે પ્રમોશન આપવામાં આવે તેવી શક્યતા છે.

આત્મારામ પરમાર - વરિષ્ટ દલિત આગેવાન અને સી. આર. પાટીલના નજીકના નેતામાં તેમની ગણના થાય છે. તેમને વિધાનસભામાં બોટાદનું પ્રતિનિધિત્વ કરે છે, પરંતુ તેમને મુળ દક્ષિણ ગુજરાતના છે. તેમને મંત્રી બનાવવાથી કેબિનેટમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત બન્નેની હિસ્સેદારી આપવામાં આવી શકે છે.

રાજેન્દ્ર ત્રિવેદી - આ અગાઉ તેમને રાજ્યકક્ષાના મંત્રીમાંથી વિધાનસભા અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા, પરંતુ હવે તેમને ફરીથી કેબિનેટમાં લાવવામાં આવે તેવી શક્યતા છે. તેમજ સારા વિભાગમાં મંત્રીપદ આપવામાં આવી શકે છે. ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા કે નીતિન પટેલને વિધાનસભા અધ્યક્ષ બનાવવામાં આવે તેવી શક્યતાને પગલે તેમનો સમાવેશ મંત્રીમંડળમાં થઇ શકે છે.

જિતુ વાઘાણી - પૂર્વ પ્રદેશ પ્રમુખ ઘણા સમયથી પાર્ટીમાં હોદ્દાથી દૂર છે. તેમને યુવાન પાટીદાર ચહેરા તરીકે સૌરાષ્ટ્રનું પ્રતિનિધિત્વ કરે છે. સંગઠન અને ચૂંટણીઓ જેવી બાબતમાં પણ બહોળો અનુભવ ધરાવે છે. પાર્ટી તેમને કેબિનેટ કક્ષાના મંત્રી બનાવી શકે છે.

નિમા આચાર્ય - ઘણા સમયથી મંત્રી બનવાની યાદીમાં ચર્ચાતું રહે છે, પણ આખરે શામેલ થતું નથી. કચ્છનું પ્રતિનિધિત્વ કરતા સવર્ણ જ્ઞાતિના આ મહિલા નેતાને હવે મંત્રીમંડળમાં શામેલ કરવામાં આવી શકે છે.

આ નેતાઓ મંત્રીમંડળમાં યથાવત રહે તેવી શક્યતા

  • આર. સી. ફળદુ
  • ગણપત વસાવા
  • દિલીપ ઠાકોર
  • જયેશ રાદડિયા
  • ધર્મેન્દ્રસિંહ જાડેજા
  • પુરુષોત્તમ સોલંકી
  • ઇશ્વરસિંહ પટેલ

કોનું પત્તુ કપાવાની શક્યતા

  • નીતિન પટેલ
  • ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા
  • સૌરભ પટેલ
  • કૌશિક પટેલ
  • કુંવરજી બાવળિયા
  • જવાહર ચાવડા
  • ઇશ્વર પરમાર
  • બચુ ખાબડ
  • જયદ્રથસિંહ પરમાર
  • વાસણ આહીર
  • વિભાવરી દવે
  • રમણ પાટકર
  • કિશોર કાનાણી
  • યોગેશ પટેલ
English summary
The names of the new cabinet members will be announced by Wednesday. Out of the current 22 ministers, 13 are likely to be named.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X