• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

બનાસકાંઠાની મહિલાઓ ઘરે બેઠા બની ગઈ કરોડપતિ, કરે છે 1 કરોડ કરતા વધુની કમાણી!

|
Google Oneindia Gujarati News

આપણો દેશ એક સમયે કૃષિપ્રધાન કહેવાતો હતો. આજે પણ દેશની ઘણી વસતી કૃષિ સાથે સંકળાયેલી છે. કૃષિની સાથે સાથે પશુપાલન પણ ખેડૂતો માટે આવકનો મોતો સ્રોત છે. ગુજરાતના બનાસકાંઠાની મહિલાઓએ પશુપાલનથી કરોડોની આવક રળી છે. ઔદ્યોગિક ક્ષેત્રે પહેલાંથી જ સાવ પછાત અને અનેક અભાવો વચ્ચે ગુજરાતના એક ખૂણામાં વસેલ બનાસકાંઠાના પશુપાલકોએ દુધના વ્યવસાયમાં કરેલ ઝડપી પ્રગતિએ ભારત દેશ અને વિશ્વને વિચારમુગ્ધ કરી દૂધ ક્ષેત્રે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ જિલ્લાની અભણ મહિલાઓની સાથે હવે ડિગ્રી ધરાવતી મહિલાઓ પણ પશુપાલન ક્ષેત્રે પ્રગતિ કરી લાખોની કમાણી કરતી થઇ છે. બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીના નેતૃત્ત્વ હેઠળ આ મહિલાઓનું જીવન જ બદલાઈ ગયું છે.

આ છે 'બનાસ લક્ષ્મી'

આ છે 'બનાસ લક્ષ્મી'

બનાસ ડેરીએ નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧માં સૌથી વધુ દૂધ વેચીને વિક્રમજનક આવક પ્રાપ્ત કરનાર જિલ્લાની ૧૦ ગ્રામીણ મહિલા પશુપાલકોના નામની યાદી જાહેર કરી છે. જિલ્લા કક્ષાએ સૌથી વધુ કમાણી કરનાર ટોપ ૧૦ને "શ્રેષ્ઠ બનાસ લક્ષ્મી" અંતર્ગત અને દરેક તાલુકા કક્ષાએ સૌથી વધુ કમાણી કરનાર ટોપ ત્રણ મહિલાઓને "બનાસ લક્ષ્મી" અંતર્ગત ઇનામ આપવામાં આવે છે. આ મહિલાઓએ દરમિયાન સૌથી વધુ દૂધ વેચીને વર્ષના ૧ કરોડ રૂપિયા સુધીની કમાણી કરીને સ્ત્રી-શક્તિની તાકાત અને આત્મનિર્ભરતાનું ઉત્તમ ઉદાહરણ વિશ્વને બતાવી દીધું છે.

આ 10 મહિલા ખરા અર્થમાં બની 'લક્ષ્મી'

આ 10 મહિલા ખરા અર્થમાં બની 'લક્ષ્મી'

વર્ષ ૨૦૨૦-૨૧ માં કરોડો સુધીની કમાણી કરનાર બનાસડેરીની ટોપ ૧૦ મહિલા પશુપાલકોની કમાણીના આંકડા વાંતીને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો.

  • ચૌધરી નવલબેન દલસંગભાઇએ ૨.૫૨ લાખ કિ.ગ્રામ દૂધ વેચીને ૧ કરોડથી પણ વધુ રૂપિયાની કમાણી કરી છે.
  • ચાવડા હંસાબા હિમંતસિંહએ ૨.૮૧ લાખ કિ.ગ્રામ દૂધ વેચીને ૭૭.૮૦ લાખથી પણ વધુ રૂપિયાની કમાણી કરી છે.
  • રબારી દેવિકાબેન પુનમભાઈએ ૧.૯૫ લાખ કિ.ગ્રામ દૂધ વેચીને ૭૨.૮૯ લાખથી પણ વધુ રૂપિયાની કમાણી કરી છે.
  • ચૌધરી સેજીબેન વજાજીએ ૨.૧૯ લાખ કિ.ગ્રામ દૂધ વેચીને ૭૧.૮૫ લાખથી પણ વધુ રૂપિયાની કમાણી કરી છે.
  • સાલેહ મૈસરાબેન અમીનજીએ ૧.૩૬ લાખ કિ.ગ્રામ દૂધ વેચીને ૬૭.૨૮ લાખથી પણ વધુ રૂપિયાની કમાણી કરી છે.
  • ચૌધરી મધુબેન વિરજીભાઈએ ૨.૧૧ લાખ કિ.ગ્રામ દૂધ વેચીને ૬૦.૪૫ લાખથી પણ વધુ રૂપિયાની કમાણી કરી છે.
  • રાજપૂત કેશીબેન ગુલાબસિંહએ ૨.૦૯ લાખ કિ.ગ્રામ દૂધ વેચીને ૫૮.૬૪ લાખથી પણ વધુ રૂપિયાની કમાણી કરી છે.
  • વાગડા કેશીબેન વાલાભાઈએ ૨.૧૪ લાખ કિ.ગ્રામ દૂધ વેચીને ૫૭.૮૬ લાખથી વધુ રૂપિયાની કમાણી કરી છે.
  • લોહ ગંગાબેન ગણેશભાઇએ ૧.૬૬ લાખ કિ.ગ્રામ દૂધ વેચીને ૫૩.૬૨ લાખથી વધુ રૂપિયાની કમાણી કરી છે.
  • રાજપૂત મધુબેન ચંદનસિંહએ ૧.૭૮ લાખ કિ.ગ્રામ દૂધ વેચીને ૪૬.૪૦ લાખથી વધુ રૂપિયાની કમાણી કરી છે.
દર મહિને લાખોની કમાણી

દર મહિને લાખોની કમાણી

આ ઉપરાંત બનાસડેરી દ્વારા બનાસકાંઠાના દરેક તાલુકામાં પ્રથમ ત્રણ સૌથી વધુ દૂધ ભરાવીને કમાણી કરનાર મહિલાઓને પ્રમાણપત્ર સાથે ચેક આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. દૂધ ઉત્પાદન કરીને કરોડો સુધીની કમાણી કરતી બનાસકાંઠાની આ મહિલાઓ શ્વેતક્રાંતિ થકી મેદાન મારી રહી છે. મહિલાઓ પશુપાલન વ્યવસાય દ્વારા દર મહિને ૪-૭ લાખ સુધીની આવક મેળવે છે. જીવનમાં પૈસા અને નામ કમાવવા માટે મોટી ડીગ્રી અને લાયકાતની જરૂર પડે છે તેવી માન્યતાને આ મહિલાઓએ ખોટી પાડીને આજના ભણેલા-ગણેલા ડીગ્રીઓ ધરાવતા યુવાનોને પ્રેરણા પુરી પાડી છે સાથે સાબિત કર્યું કે મહેનત અને ધગશ હોય તો વ્યક્તિ કોઈ પણ અશક્ય કામને શક્ય કરી શકે છે.

બનાસ ડેરી, શ્રેષ્ઠ ડેરી

વિશ્વમાં ડેરીઓ તો બહુ બધી છે પણ જો સૌથી વધુ દૂધના ભાવ સાથે સૌથી વધુ નફો પશુપાલકોને કોઈ આપતી હોત તો તે બનાસડેરી છે. બનાસડેરીના સક્ષમ નેતૃત્વના કારણે આજે ડેરી સાથે જોડાયેલી મહિલા પશુપાલકો લાખો કમાણી કરતી થઇ, પોતાની કિસ્મત અને પરિવારની આર્થીક સ્થિતિને બદલવા સક્ષમ બની સાથે અન્ય લોકોને રોજગાર આપતી પણ થઇ છે. સંઘના આદ્યસ્થાપક સ્વ.ગલબાકાકાનું સપનું હતું કે "જિલ્લાની મહિલાઓ દાતરડાના હાથા પર પોતાના પરિવારનું ભરણ પોષણ કરે" તે સ્વપ્ન આજે ચેરમેન શંકર ચૌધરીના નેતૃત્વમાં સાકાર થતું જોવા મળી રહ્યું છે.

શંકર ચૌધરીનું સફળ નેતૃત્વ

બનાસડેરીના ચેરમેન શંકર ચૌધરીના નેતૃત્વમાં જિલ્લાના લોકોને પશુપાલન વ્યવસાય સાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવે છે કારણ કે પશુપાલન એ કૃષિ સાથે સંકળાયેલો વ્યવસાય છે. જો ખેડૂતોને કૃષિમાં નિષ્ફળતા મળે તો તેઓ પશુપાલન થકી સરભર થઇ શકે છે.

English summary
These women of Banaskantha earning millions from Animal Husbandry
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X