• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

સુનીતા યાદવ બોલી- મંત્રીના દીકરા સાથે વિવાદ ખતમ કરવા 50 લાખની ઑફર મળી

|

સુરતઃ વરાછા વિસ્તારમાં સ્વાસ્થ્ય રાજ્યમંત્રી કાનાણીના સપુત પ્રકાશ કાનાણી સાથે થયેલ વિવાદ બાદથી મહિલા કોન્સ્ટેબલ સુનીતા યાદવ ચર્ચામાં છે. તે દરરોજ પોતાના ફેસબુક અકાઉન્ટ પર વિવાદ સાથે જોડાયેલ વાતો શેર કરી રહી છે. આ વખતે તેણે કહ્યું, વિવાદ નિપટાવવા માટે મને 50 લાખ રૂપિયાની ઑફર મળી છે.

બોલી- 10 ટકા લોકો જ હકીકત જાણે છે

બોલી- 10 ટકા લોકો જ હકીકત જાણે છે

સુનીતા બોલી- "મારો સમય ખરાબ ચાલી રહ્યો છે. જે થયું તેમાં મંત્રીની કંઇ ભૂલ નથી. તેના દીકરાએ જે કર્યું તે વિશે હાલ માત્ર 10 ટકા લોકો જ જાણે છે. હજી તો 90 ટકા લોકો સામે વાત આવવી બાકી છે. મારાં રાજીનામાની પ્રોસેસ પૂરી થયા બાદ તમને હું આ વિશે જણાવીશ."

હું લેડી સિંઘમ નથી, પરંતુ સાંભળીને સારું લાગ્યું

હું લેડી સિંઘમ નથી, પરંતુ સાંભળીને સારું લાગ્યું

50 લાખની ઑફર કોણે આપી પૂછવામા આવતાં સુનીતાએ મૌન ધારણ કરી લીધું. પિતાની કાર પર પોલીસનું સ્ટીકર લગાવવા વિશે પૂછવામાં આવતાં પણ તે ચૂપ જ રહી. જો કે લેડી સિંઘમ કહેવા પર તે બોલી કે, હું કોઇ લેડી સિંઘમ નથી, હું એક સામાન્ય એલઆર અધિકારી (લોક રક્ષક દળ) છું. એ દિવસે મેં માત્ર મારી ડ્યૂટી જ નિભાવી હતી. લોકોએ તો એટલા માટે આવું કહ્યું કેમ કે મોટાભાગના પોલીસવાળા આવું નથી કરી શકતા. પરંતુ લોકો જ્યારે લેડી સિંઘમ કહે છે તો સારું લાગે છે.

મીડિયાએ જૂઠ ફેલાવ્યું, સચ્ચાઇ જણાવીને જ રહીશ

મીડિયાએ જૂઠ ફેલાવ્યું, સચ્ચાઇ જણાવીને જ રહીશ

જણાવી દઇએ કે પ્રકાશ કાનાણીની દાદાગીરીનો તીખો જવાબ આપ્યા બાદ સુનીતા યાદવનું ટ્રાન્સફર કરી દેવામાં આવ્યું હતું. સાથે જ વિભાગીય તપાસ શરૂ કરાવી દેવામાં આવી. ગત દિવસોમાં સુનીતાએ પોતાના ઉપર પડી રહેલા રાજકીય દબાણ વિશે વાત કરી. તેમણે મીડિયા પર જૂઠ ફેલાવવાનો આરોપ લગાવતા કહ્યું કે, સચ્ચાઇ જણાવીને જ ઝંપીશ.

મારી સાથે દિલ્હી જેવો નિર્ભયા કાંડ થઇ જાત

મારી સાથે દિલ્હી જેવો નિર્ભયા કાંડ થઇ જાત

સુનિતાએ કહ્યું કે, 'શુક્રવારે રાતે 10 વાગ્યે સૂરતના વરાછામાં કોરોના વાયરસને પગલે કર્ફ્યૂ લાગ્યું હતું. કર્ફ્યૂના નિયમોનું પાલન કરાવવા માટે હું ત્યાં ડ્યૂટી કરી રહી હતી. ત્યારે જ માસ્ક વિના ફરી રહેલા કેટલાક છોકરાઓને રોકી લીધા અને કર્ફ્યૂના પ્રોટોકોલના ઉલ્લંઘનમાં તેમની પૂછપરછ કરી. તો એ લોકોએ પોતાના દોસ્ત (મંત્રીના દીકરા)ને ફોન કર્યો. જે બાદ સ્વાસ્થ્ય રાજ્ય મંત્રી કિશોર કાનાણીનો દીકરો પ્રકાશ કાનાણી કાર લઇ પોતાના મિત્રને છોડાવવા ત્યાં પહોંચ્યો. એ જે કારમાં આવ્યો હતો તેમાં ધારાસભ્યનું કાર્ડ લાગ્યું હતું. એ બધા મારી જોડે દુર્વ્યવહાર કરવા લાગ્યા. ખરાબ ઇશારા પણ કર્યા. ત્યારે જો મારી સાથે અન્ય જવાનો ના હોત તો દિલ્હીની નિર્ભયા જેવું કાંડ થઇ શકે તેમ હતું.'

જલદી જ લેખિતમાં રાજીનામું આપીશ

જલદી જ લેખિતમાં રાજીનામું આપીશ

એ દિવસ બાદ મારા સીનિયર્સે મારું ટ્રાન્સફર કરી રાજીનામું આપવા માટે મને વિવશ કરી મૂકી. હાલ મેં મૌખિક રૂપે કહ્યું છે પરંતુ બહુ જલદી જ હું લેખિતમાં રાજીનામું આપીશ. ઘટના ઘટ્યા બાદથી હું ઊંઘી પણ નથી શકી. સ્ટ્રેસ બહુ વધી ગયો છે. આંખોમાં બળતરા છે. બોલવામાં પણ મને પ્રોબ્લેમ થઇ રહ્યો છે. મારી ઉપર પોલિટિકલ પ્રેસર પણ વધારી દેવામાં આવ્યું છે.

કોરોના પૉઝિટીવ બીગ બીએ હોસ્પિટલમાંથી શેર કર્યો જીવનનો પાઠ, આનાથી દૂર રહેવાની આપી સલાહ

English summary
they offered me 50 lakh to stay quit says lrd sunila yadav
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X