For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જીતની આશ સાથે કોંગ્રેસ છોડ્યું, પણ હાર તો ભાજપમાં પણ મળી

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જીતવા માટે કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા હતા આ એક્સ કોંગી નેતાઓ પણ ત્યાં પણ મળી હાર. વધુ વાંચો અહીં

By Chaitali
|
Google Oneindia Gujarati News

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા 22 વર્ષથી સત્તાથી દૂર રહેલા અનેક કોંગ્રેસી નેતાઓએ ભાજપમાં જોડાણ કર્યું. વધુમાં રાજ્યસભાની ચૂંટણી વખતે કોંગ્રેસી નેતાઓએ છેલ્લા સમયથી ફાંચ મારી ભાજપમાં જોડાયા તે આશાએ કે ભાજપ તો જીતવાનું છે જ તો તેની સાથે તેમની પણ સત્તાનો થોડો સ્વાદ ચાખવા મળી જાય. પણ દુખની વાત તો એ રહી કે જેણે પંજો છોડી કેસરી ખેસ ખભે મૂકી તેવી 6 ભૂતપૂર્વ કોંગ્રેસી નેતાઓને ભાજપમાં પણ હાર જ મળી. અધુરામાં પુરું રાજકારણના જાણકારોએ તો ત્યાં સુધી કહ્યું કે આમાંથી અમુક નેતાઓ જો કોંગ્રેસમાં ટકી રહ્યા હોત તો કદાચ આ ચૂંટણીમાં જીતી જાત. ત્યારે કોંગ્રેસના તે કયા છ નેતાઓને ભાજપમાં આવીને પણ હાર મળી જાણો અહીં.

Election Results

વિરમગામ- તેજશ્રી પટેલ
ઠાસરા- રામસિંહ પરમાર
બાલાસિનોર- માનસિંહ ચૌહાણ
મહુધા- ભરતસિંહ પરમાર
જામનગર ગ્રામ્ય- રાધવજી પટેલ
માણસા- અમિત ચૌધરી

ઉલ્લેખનીય છે કે ઉપરોક્ત તમામ નેતાએ ચૂંટણીના 6 મહિનાની અંદર જ કોંગ્રેસ છોડી ભાજપનો હાથ પકડ્યો હતો. ત્યારે વિરમગામમાં તેજશ્રીબેન કોંગ્રેસના લાખાભાઇ ભરવાડથી 6548 મતે એટલે કે નજીવા મતે હાર્યા છે. તો બીજી તરફ માણસામાં પણ અમિત ચૌધરી ખાલી 687 મતોથી એટલે કે નજીવા મતોથી હાર્યા હતા. નોંધનીય છે કે કોંગ્રેસના પણ સોમવારે અનેક મહારથી નેતાઓ જેમ કે શક્તિસિંહ ગોહિલ, અર્જૂન મોઢવાડિયા પણ હાર મેળવી હતી.

English summary
This ex congress leader joined BJP to win but defeated in Gujarat election
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X